________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
ખીજું ચિત્ર પ્રતિમાં ૧૭મું છે, જેમાં સુપાર્શ્વનાથ સોમા નામની રાજકુમારીને પરણી રહ્યા છે એ પ્રસંગનું દર્શન છે. એટલે એમાં ચોરીનો અને હસ્તમેળાપનો પ્રસંગ દેખાડવામાં આવ્યો છે.
૧૮૦
ત્રીજું ચિત્ર પ્રતિમાં ૧૯મું છે, જેમાં ભગવાનના દીક્ષાપ્રસંગનું દર્શન છે. એટલે ભગવાનને કેશલુંચન કરતા બતાવવામાં આવ્યા છે. આ ચિત્રમાં વૃક્ષોને અતિસુંદર રીતે ચીતરવામાં આવ્યાં છે, જેથી ચિત્ર આકર્ષક બને છે.
ચોથું ચિત્ર પ્રતિમાં ૩૫મું છે. એમાં શ્રીસુપાર્શ્વનાથરવાનીના મુખ્ય પટ્ટગણુધર, જેમનું નામ દિશગણધર છે, તે વનમાં પર્ષદા સામે ઉપદેશ કરી રહ્યા છે. આ ચિત્રમાં વૃક્ષોનું સુંદર આલેખન અને રસપૂર્વક ઉપદેશને ઝીલતી પર્વદાનું વિનીત ભાવભર્યું ચિત્ર દોરવામાં આવ્યું છે.
પાંચમું ચિત્ર પ્રતિમાં ૩૬મું છે તે તે ભગવાનના નિર્વાણુ-કલ્યાણકને લગતા ઉત્સવાદિના પ્રસંગને લગતું છે. આ ચિત્રને ચિત્રકારે ત્રણ વિભાગમાં આલેખ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન સમ્મેતશિખરગિરિ ઉપર શૈલેશીધ્યાન—અંતિમ સમાધિ લે છે એ દેખાડેલ છે. વચલા ચિત્રમાં ભગવાનના દેહને શિબિકામાં પધરાવી દેવતાઓને નિર્વાણુ-મહોત્સવ ઉજવતા બતાવ્યા છે અને છેલ્લા ચિત્રમાં ભગવાનના દેહનો અગ્નિસંસ્કાર દર્શાવ્યો છે. અગ્નિની જ્વાળાઓની વચમાં બળતા ભગવાનના દેહનું દર્શન આમાં સુંદર રીતે આલેખવામાં આવ્યું છે.
હું ચિત્ર પ્રતિમાં ૩૭મું એટલે અંતિમ ચિત્ર છે. એમાં ભગવાન શ્રીસુપાર્શ્વનાથસ્વામીને સિદ્ધિપદમાં પ્રાપ્ત થયાનું આલેખન છે.
આમ આ ભાવને સૂચવતાં છ ચિત્રો આ સ્મારક ગ્રંથમાં આપવામાં આવ્યાં છે, જે પ્રાચીન ગ્રંથસ્થ ચિત્રકળાના અપૂર્વ નમૂનારૂપ છે અને સ્મારકગ્રંથની શોભાનું અજોડ પ્રતીક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org