________________
ચિત્ર-પરિચય
૪: ઐતિહાસિક વજ્રપટ
ન્યાયાચાર્યે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના જીવનકાળની વિચારણામાં અભૂતપૂર્વ પ્રકાશ પાડતો વિ. સં. ૧૬૬૩માં ચીતરાયેલો આ ઐતિહાસિક વસ્ત્રપટ જૈન ધર્મની માન્યતા મુજબ દોરાયેલા મેરુપર્વતનો છે. મેરુપર્વતને ફરતી જે પુષ્પિકા છે એ અતિમૂલ્યવતી હોવાને કારણે પ્રથમ જ પ્રકાશમાં મૂકયો છે.
આ વસ્ત્રપટ વિ. સં. ૧૬૬૩માં ઉ. ગુજરાતમાં કનોડા-ગાંભૂ પાસે આવેલા ળસાપર ગામમાં ચીતરાયેલો છે. તેના આલેખક જૈન શાસનના અદ્ભુત જ્યોતિર્ધર પ્રકાણ્ડ વિદ્વાન, સર્વદર્શનવિજ્ઞ, સેંકડો ગ્રંથોના રચયિતા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય ૧૦૦૮ શ્રીમદ્ યશોવિજયજી મહારાજના ગુરુદેવ પૂજ્યશ્રી નયવિજયજી મહારાજ છે અને તેમણે પોતે જ પટમાં દળિજ્ઞસવિનયયોગ્ય લખીને સ્વશિષ્ય શ્રી યશોવિજયજી ગણિ માટે જ તૈયાર કર્યો છે તેમ સ્પષ્ટ કર્યું છે. ઉપાધ્યાયજીનો જીવનકાળ નક્કી કરવા માટે એક અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ જેવો આ પટ ખની ગયો છે.
૧૭૫
પૂ. ઉપાધ્યાયજીની જન્મ, દીક્ષા, વડીદીક્ષા, પદપ્રાપ્તિ કે અવસાન અંગેની આધારભૂત તિથિ મળતી નથી. માત્ર સંવતો ને તે પણ જન્મની, વડીદીક્ષા, પદપ્રાપ્તિ ને સ્વર્ગગમનની “સુજસવેલી’માં માત્ર મળે છે. લઘુદીક્ષાની તો સાલ પણ નહિ.
એમાં વડીદીક્ષાની સાલ ૧૬૮૯ નોંધી છે તેથી દીક્ષા વચ્ચે થોડા મહિનાનું અંતર હોવું જોઈ એ.
ખીજી ખાજુ આ પટની પુષ્પિકામાં તો ૧૬૬૩ની સાલ વખતે ઉપાધ્યાયજીને ગ િતરીકે ઓળખાવ્યા છે. આ પુષ્પિકાના પુરાવાના આધારે પચાસેક વર્ષથી જે વિદ્વાનો તેમનો જીવનકાળ લગભગ ૧૦૦ વર્ષનો છે એવું કહેતા આવ્યા છે તેને સમર્થન મળે છે. *
Jain Education International
* આ પટ પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજને સં. ૨૦૦૯ માં અમદાવાદ મુકામે અણધાર્યો પ્રાપ્ત થયો હતો. પટનું માપ ૧૦"× ૧૦ છે. આ પટ મુનિશ્રી ચશોવિજયજી મહારાજના સંગ્રહમાં છે.— સંપાદકો.
For Private & Personal Use Only
મુનિશ્રી યશોવિજયજી
www.jainelibrary.org