________________
વલ્લભ-હરિયાળી
જગે જળ જ્યાં ક્રાન્તિ-વાળા, વર્ણ રહે શું સખણા રે; બંડ ઉઠાવ્યું મધ્યસ્થોએ, અંતિમ નાયક બનતો રે. અદ્દભુત એના બળને નીરખી, આદ્ય અંતર્થે અપી રે; નિજ જે પુત્રી રંભારૂપે, “પ્રસારિણી” સમ નામે રે. લગ્ન થયાં ત્યાં એ તો રંગે, ફરી વળી શુભ કાર્યો રે;
જય જય” જનતા સત્વર વદતી, જેડી જોઈ નવલી રે. સપ્તમ અક્ષર નામે જે તે, સ્વાગત અર્થે દોડે રે; પાય થયો ત્યાં એનો સીધો, હર્ષ હૈદે ના માત રે. નવની અંકે સગપણ માની, કાયા કીધી બમણી રે; ચતુર્થ અંશે સંગતિ સાધી, અભિધા લગભગ બનતી રે. વર્ણ-રૂકાંકી સંધ સિધાવે, ઓછાક્ષરને ઠારે રે; એના કુળનો એક નબીરો, ભેટે એને ધીરો રે. આશિષ આપી વર્ણાધીશે, કાર્ય સધાયાં સર્વે રે; સુરિશ્વરની પદવી લાધી, જૈન જગત અજવાળી રે. વિદ્યાવલ્લભ વિદ્યા કાજે, સાધન સાચાં સદૈ રે; પરદાદાને પગલે ચાલે, પંચનદે બહુ વિહરે રે. ગૃહસ્થ-મિત્રે ધર્મ વત્સલ, યાવચ્ચન્દ્ર દિવાકર રે; રચી હરિયાળ રસિક-તનૂજે, દાર રમાના વચને રે. સહસ્ત્ર યુગ્મ કકુભ સંગે, વિક્રમ કેરા વર્ષે રે; ભાદ્રપદ શુકલેતર પક્ષે, ચતુર્થ તિથિ ગુરુવારે રે.
હિરાલાલ ર૦ કાપડિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org