SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હે આર્ષદ્રષ્ટા! જીવન – જ્યોત બુઝાઈ કિંતુ, આત્મ – જ્યોત ઝળહળતી, અંધારાં અમ મારગ માંહે, પથદર્શક થઈ રેતી, પ્રકાશનો તું પેજ ખરેખર, લખ લખ તેજે ચમકે, જન – મન - ગણ અંતર – આકાશે દિવ્ય સ્વરૂપે દમકે, આર્ષદષ્ટિએ પરખી લીધાં, નવયુગનાં એંધાણ ! તેથી તો તે જ્ઞાનરત્નનો ખુલ્લો મૂક્યો ખજાનો : “કેવળ ધનના ઢગલા ઉપર ધર્મ- ધવન નહિ ફરકે. જય જય” ના ખાલી નારાથી આત્મ – તેજ નહિ પ્રગટે! ક્ષુધા થકી પીડાતા જનને, કહો જ્ઞાન શા ખપનું? દુઃખથી સિઝાતા માનવને મુક્તિનું શું સપનું? ! સમાજનો પ્રત્યેક માનવી સુખે રોટલો ખાશે, ત્યારે એનું હૈયું સાચા ધર્મ મારગે જાશે! વિશ્વ – ધર્મનું નામ લઈ વાડામાં શીદને રાચો ? કૂપમંડુક શા ગ૭ભેદના વર્તુળમાં શું નાચો ? ખૂણામાં પેસીને શીદને મહાવીર નામ પુકારો ? મહાવીર તો કેવળ જૈનોના” – એવું શીદ મનાવો ?! મહાવીરના સંતાનો સૌએ આવો હાથ મિલાવી, એક અવાજે મહાવીરનો સંદેશો રહો ગજાવી; પછી જુઓ કે સવી જીવ શાસનના રસિયા થાશે, સત્ય – પ્રેમ – અહિંસાનાં ગીતો સારી દુનિયા ગાશે.” આમ વહાવી “વલભ” તે તો કરુણાવંતી વાણી, દ્રવ્ય – ક્ષેત્ર ને કાળ – ભાવને સત્વર લીધાં પિછાણી; સમાજના રોગોની તે તો ખરી ચિકિત્સા કીધી, આત્મ – શુદ્ધિ કરવાને કાજે મહાઔષધિ દીધી. વિજયવંત તુજ નામ અમોને અખૂટ પ્રેરણા આપો, તારી પ્રેમ – સુવાસ સદા યે ઘટઘટ માંહે બાપો ! શાંતિલાલ બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy