SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ યક્ષપૂજા માટે વૈદિક સંપ્રદાયમાંથી વિપુલ પ્રમાણમાં ગ્રંથસ્થ સાહિત્ય મળી આવે છે, પરંતુ તેટલાં પ્રાચીન શિલ્પો ખાસ કરીને કોઈ મળી આવ્યાં નથી. જ્યારે બૌદ્ધ સંપ્રદાયના સ્તૂપો અને વેદિકાઓમાંથી પ્રાક્કાલિન કેટલાંએ સ્વરૂપો મળી આવ્યાં છે. શિલ્પ, સ્થાપત્ય અને મૂર્તિકળાનો સર્વતોમુખિ વિકાસ ગુપ્તકાળમાં ખૂબ વિકસ્યો હતો, એટલે તે સમયનાં કેટલાંક અનન્ય શિલ્પો જોવામાં આવ્યાં છે. ત્યાર પછી મધ્યકાળમાં તો મૂર્તિપૂજાનો પ્રચાર સારી રીતે સમરત ભારતવર્ષમાં ફેલાયો અને યક્ષોનાં જુદા જુદાં સ્વરૂપો બહાર આવતાં સ્વતંત્ર દેવગણો તરીકે તેમનાં મન્દિરો પણ બનવા લાગ્યાં. જૈન સંપ્રદાયમાં પણુ યક્ષપૂજાનો પ્રચાર મધ્યકાળમાં ખૂબ વિકસ્યો હોવાનું સમજાય છે. ચોવીસે તીર્થંકરોના યક્ષો અને શાસન દેવીઓનાં રૂપવિધાનો મધ્યકાળમાં નિશ્ચત થયાં હોવાનું નિર્વાણુકાલિકા અને ખીજા ગ્રંથો ઉપરથી જાણવા મળે છે. કર્પદયક્ષના રૂપવિધાન માટે ધર્માભ્યુદય મહાકાવ્યમાં તેનો નિર્દેશ કર્યો હોઈ, કપર્દિને ચાર હાથ, તે પૈકી ડાબા તથા જમણા ઉપરના ખેમાં પાશ તથા અંકુશ અને નીચેના એ ખાજુના ખેમાં દ્રવ્યની થેલી તથા ખીજોરું મૂકવા જણાવ્યું છે.રપ વધુમાં તેમનું વાહન હાથી હોવાનું કહ્યું છે. શત્રુંજ્યનાં એકવીસ નામો વિવિધ તીર્થંકલ્પમાં આલેખ્યાં હોઈ, આ યક્ષના સ્થાન ઉપરથી તેનું કપર્દિનિવાસ પણ એક નામ પડયું છે.ર૬ ૧૦૦ દરેક તીર્થંકરોના યક્ષો અને શાસનદેવીઓની નાનીમોટી અનેક પ્રતિમાઓ તેમના પરિકરોમાં મોટે ભાગે કોતરવામાં આવે છે; જ્યારે કેટલેક સ્થળે યક્ષોના સ્વતંત્ર વિગ્રહો, મન્દિરની અંદર દેવકુલિકા, કે ગોખલામાં એસારવામાં આવ્યા હોય છે. આવી યક્ષપ્રતિમાઓ પૈકી કેટલીક સીરોહી રાજ્યમાંથી, કેટલીક પ્રદર્શનોમાંથી, કેટલીક મધ્યપ્રાંતમાં આવેલ દેવગઢના કિલ્લામાંથી, જ્યારે થોડીઘણી ગુજરાતકાઠિયાવાડમાંથી મળી આવી છે. આવી સ્વતંત્ર યક્ષમૂર્તિઓ પૈકી ગોમુખ યક્ષની પ્રતિમા શત્રુંજય ઉપર મોતીશાની ટૂંકમાં આવેલ દેરાસરની અંદર મૂકેલી છે. યનેટ યક્ષની એક પ્રતિમા પાટણમાં સાલવીવાડા જિલ્લાના ત્રિપુરેશ્વર મહાદેવમાં તથા શત્રુંજય ઉપર ચોમુખજીની ટૂંકના એક મન્દિરમાં છે. શિલ્પ અને મૂર્તિકલાની દષ્ટિએ તેનું રૂપવિન્યાસ સિદ્ધહસ્ત કલાકારના હાથે તૈયાર થયું હોવાનું જણાય છે, તુંખરું યક્ષની એક મૂર્તિ આયુ ઉપર દેલવાડામાં, લુણવસહિ મન્દિરના દરવાજા બહાર એક ગોખલામાંથી મળી છે, જ્યારે માતંગ યક્ષની સુંદર પ્રતિમા શંખેશ્વરમાં ખીજા નંબરની દેવકુલિકાની અંદર છે, આ યક્ષની ખીજી એક મૂર્તિ સિરોહી રાજ્યના માલગામની અંદર મહાવીર સ્વામીના મન્દિરમાંથી મળી છે. બ્રહ્મયક્ષની પ્રતિમા માટે, ચંદ્રાવતી નગરીના દરવાજા બહાર ચંદ્રાવતી નદીના કિનારે હોવાનો ઉલ્લેખ મળ્યો છે, પરંતુ હાલમાં તે પ્રતિમા ત્યાં છે કે કેમ તે સંબંધી જાણવા મળ્યું નથી. મનુજ યક્ષની એક પ્રતિમા કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. ષણમુખ યક્ષની એક મૂર્તિ ગિરનાર પર્વત ઉપર, નેમિનાથના દહેરાની ભમતીમાં આવેલ અંધારા ભોંયરામાં હોવાનું જાણવા મળ્યું છે. ગયક્ષની સુંદર પ્રતિમા, મધ્યપ્રાંતમાં આવેલ દેવગઢના કિલ્લામાં, એક મન્દિરની અંદરથી મળી છે, જેનો કલાવિન્યાસ અનન્ય હોવાનું જણાય છે. આ સિવાય સિરોહી રાજ્યના ભરાણા ગામમાં આવેલ જૈન મન્દિરમાંથી પણ આ યક્ષની ખીજી મૂર્તિ મળી આવી છે. ગંધર્વ યક્ષની નાની પણ અપ્રતિમ પ્રતિમા આબુ ઉપર ભ્રૂણવસહિના રંગમંડપમાં મૂકેલી છે. ગોમેધ યક્ષની પ્રતિમાનું એક શિલ્પ મથુરાના કલા પ્રદર્શનમાં તેમ જ ખીજી એક મૂર્તિ દેવગઢના કિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે. પાર્શ્વ યક્ષની એક પ્રતિમા મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં મૂકેલી છે, જ્યારે બીજી મૂર્તિ સિરોહી રાજ્યના લાજ ગામની અંદર ચિંતામણિ પાર્શ્વનાથના ૨૫. ધ્રુમાઁભ્યુદય મહાકાવ્ય સર્ગ ૭મો ૬૩-૬૪ ૨૬. વિવિધતિર્થંકલ્પ કર્યાર્દયક્ષકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy