SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ યપૂજાની ઐતિહાસિક્તા પ્રબોધ આપી ભગવાન જીનેશ્વરનો મહાન ભક્ત બનાવ્યો. તે કાળધર્મ પામતાં અહીં શેત્રુંજય પર્વત ઉપર યક્ષ થયો અને આમહાતીર્થના રક્ષક તરીક૨૨ સ્થાન પામ્યો. આવી જ આખ્યાયિકા પુરાતન પ્રબંધ સંગ્રહમાં નોંધાઈ છે જેમાં તેને કોળી જણાવ્યો છે. કાપદિયક્ષની આખ્યાયિકા ગમે તે હો, પરંતુ પ્રભાવક યક્ષ તરીકે પૂજાતા અને, ભગવાન કૃષ્ણ જેવાએ જેની ઉપાસના કરી હોય, તે આવો શુદ્ર આત્મા ત્યાં પુજતો હોવાની સંભાવના માટે શંકા રહે છે. છતાં એટલું તો સ્પષ્ટ છે કે કાદિયક્ષ પ્રત્યે જૈન સંપ્રદાયમાં પૂર્વકાળથી પૂજ્યભાવ હતો એટલું જ નહિ, પણ સંધાધિપતિ મહામાત્ય વસ્તુપાળે આ યક્ષનો પ્રાસાદ શત્રુંજય પર્વત ઉપર બંધાવ્યો હતો. પુરાતન પ્રબંધસંગ્રહમાં તેના માટે જણાવ્યું છે કે, એક વખત શત્રુંજય પર્વત ઉપર વસ્તુપાળે કાદિયક્ષનો પ્રાસાદ બંધાવવાનું શરૂ કર્યું. જ્યાં જ્યાં તેઓ પ્રાસાદ બંધાવતા, ત્યાં ત્યાં તેમને ભૂમિગત–નિધિ-દ્રવ્ય પ્રાપ્ત થતું. તે જ પ્રમાણે આ પ્રસાદનું કામ શરૂ કરતાં, પાષાણો ખોદવા માંડ્યા ત્યારે, એક પાષાણશિલા નીચે, મોટો સર્પ લોકોના જોવામાં આવ્યો. પરંતુ મંત્રીશ્વરે ત્યાં આવી જોયું તો, તે અમૂલ્ય રત્નમંડિત એકાવલી હાર હતો. તેમણે બધાના દેખતાં તે હાર ઉપાડી લીધો અને કપર્દિયક્ષની અનન્ય ભાવે સ્તુતિ કરતાં, નીચે પ્રમાણે શ્લોક ઉચ્ચાયો : चिंतामणिं न गणयामि न कल्पयामि, कल्पद्रुमै मनसि कामगविं न वीक्ष्ये ।। ध्यायामि नो निधिमधीनगुणातिरेकमेकं कपर्दिनमहर्निशमेव सेवे ॥ १॥ ત્યાર પછી તેમણે ત્યાં કપર્દિયક્ષનો પ્રાસાદ બંધાવ્યો.૨૩ આમ જૈન સંપ્રદાયમાં કાદિયક્ષ અતિ પ્રાચીનકાળથી એક પરિવાર દેવ તરીકે પૂજ્ય મનાય છે. આ સિવાય શત્રુંજય પર્વત ઉપર મસાલીવાળા દેરાસરની પાસે એક દેરીમાં કવયક્ષનું સ્થાન છે. આનું મૂળ નામ કડવક હશે પરંતુ પાછળથી લોકજીભે કવડ નામ ચડી ગયું હોય એમ મારું માનવું છે. આ બધા ગ્રંથસ્થ પુરાવાઓ અને પ્રાપ્ત યક્ષ પ્રતિમાઓ ઉપરથી જૈન સંપ્રદાયમાં યક્ષની ઉપાસના અતિ પ્રાચીનકાળથી ઊતરી આવી હોવાનું સમજાય યક્ષપૂજાનો પ્રચાર જૈન સંપ્રદાયમાં કોણે અને કયારે દાખલ કર્યો, તેની નિશ્વત તવારીખ કોઈપણ ગ્રંથમાંથી મળી આવતી નથી. પરંતુ ભારતમાં તો આ પ્રવાહ ઠેઠ પાણિનિના સમયથી ચાલુ હોવાનું જાણવા મળે છે. યક્ષોના અધિપતિ કુબેરના મંદિરમાં શંખ, તૃણવ વગેરે વાદ્યો વગાડવાનું મહાભાષ્યમાં પતંજલીએ નોંધ્યું છે. ૨૪ ભવભૂતિના માલતીમાધવમાં યક્ષો પાસનાના ઉલ્લેખ આવતા હોઈ તે કાળે યક્ષમંદિરો વિદ્યમાન હશે એમ જરૂર લાગે છે. અજંટાના ગુફા મંદિરો તથા સાંચી અને ભરડુતનાં તોરણ, વેદિકાઓ વગેરેમાંથી યક્ષયુગલનાં સંખ્યાબંધ શિ૯પો મળી આવે છે. આ બધા પુરાવાઓ ભારતીય લોકસમાજમાં પ્રચલિત યક્ષપૂજાની ઐતિહાસિકતા ઈ. સ. પૂર્વના કાળ સુધી લઈ જાય છે. તે કાળે દેવ તરીકે યક્ષોનું વ્યક્તિત્વ વધુ પૃયતમ મનાતું હોવાના કારણે, જૈનાચાર્યોએ પણ પાછળથી યક્ષપૂજા અપનાવી હોય એમ લાગે છે. કાલિદાસ જેવો કવિ ચક્રવર્તિ મેઘદૂતમાં યક્ષને જ નાયક તરીકે કપે છે. અર્થાત તે સમયમાં યક્ષો પ્રત્યે ઊંચી ભાવના અને શ્રદ્ધા તત્કાલીન સમાજમાં દઢ થઈ હોવાનું જણાય છે. આટલા લાંબા વિવેચન ઉપરથી એટલો નિષ્કર્ષ નીકળી શકે છે કે વૈદિક અને બૌદ્ધની માફક જૈન સંપ્રદાયમાં યક્ષોપાસના અતિ પ્રાચીન કાળથી ઊતરી આવી છે. ૨૨. પુરાતન પ્રબંધ સંગ્રહ, ભારતીય વિદ્યાભવન પ્રકાશિત, પા. ૧૦૧, કપર્દિયક્ષ જાવડી પ્રબંધ ૨૩. વસ્તુપાળ તેજપાળ પ્રબંધ, પા. ૬૪ ૨૪. પાણિનિસૂત્ર પતંજલીભાષ્ય, ૨-૨-૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy