SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ કૂા. ૧૫. ૧૦માં ભગવાન સોમનાથનું કૃપાવચન છે કે : 66 'क्ष्मानृण्यायाधुना स्वर्णसिद्धया त्वं भव सिद्धिराट् ॥” અર્થાત્ “ હવે પૃથ્વીને અટ્ટણી કરવા માટે (મત્ત) સુવર્ણસિદ્ધિ વડે તું (સંવત્સર પ્રવર્તાવનાર) સિદ્ધિરાજ થા.” તે જ પ્રમાણે વડનગરપ્રાકારપ્રશસ્તિ (વિ. સં. ૧૨૦૮)નો ૧૧મો શ્લોક પણ કહે છે કે : “सद्यः सिद्धरसानृणीकृतजगद्गीतोपमानस्थिति— र्जज्ञे श्रीजयसिंहदेवनृपतिः श्रीसिद्धराजस्ततः ॥” અર્થાત્ “ તત્કાળ સિદ્ઘરસ વડે ઋણમુક્ત કરાયેલું જગત્ જેની ઉપમાનસ્થિતિ ગાય છે (પ્રશંસે છે) તેવો શ્રીજયસિંહદેવ રાજા પછી શ્રીસિદ્ધરાજ બન્યો.” આજે વધારે પ્રચલિત થયેલા તેના “ સિદ્ધરાજ ” નામ પાછળ આ રહસ્ય છે. સૌરાષ્ટ્રમાંના માંગરોળનો વિ. સં. ૧૨૦૨નો ઉત્કીર્ણ લેખ સિંહસંવત્ ૩૨ આપે છે. ભીમદેવ ખજાનું વિ. સં. ૧૨૬૪નું તામ્રપત્ર સિંહ સં. ૯૩ આપે છે. આ ગણતરી મુજબ વિ. સં. ૧૧૭૦થી સિંહસંવત્સર શરૂ થયો ગણાય. ઇતિહાસવિદોનું માનવું છે કે આ સંવત્નું પ્રવર્તન સિદ્ધરાજના સૌરાષ્ટ્ર-વિજયની સ્મૃતિમાં થયું હશે. વિજયસેનસૂરિના આશાપલ્લી ગામના આશાભીલને છતી કર્ણદેવે કોછરબ દેવીનું મન્દિર, કર્ણસાગર તળાવ અને કર્ણેશ્વર મહાદેવનું મન્દિર બંધાવી કર્ણાવતી શહેર વસાવેલું તે હકીકત પણ યાશ્રયમાં જતી નથી. આ કર્ણાવતીમાંથી આજનું અમદાવાદ વિસ્તર્યું. (વિશેષ ચર્ચા માટે જુઓઃ ૧૦ રત્નમણિરાવનું ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ ’). સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૯-૧૨૬૨)ની નીતિનામુવી તેમ જ સમકાલીન રેવન્તરિરામુમાં પણ સિદ્ઘરાજના ખેંગાર પરના વિજયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. શાકમ્ભરી (અજમેર)ના આન્ન (અણૌરાજ) પરની જયસિંહની છત વિષેના હેમચન્દ્રના મૌન માટે એવો લૂલો બચાવ કરી શકાય કે પાછળથી તેને સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવી લગ્નમાં આપેલી. બીજા વિજ્યોની માફ્ક શાકમ્પ્લરીવિજયનું સૂચક બિરુદ પોતે ધારણ કર્યું નથી તેથી સ્વ. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે આ મોટો વિજય નહીં હોય પણ મૈત્રીસ્થાપના હશે. છતાં મૂળરાજે આબુના પરમાર ધરણીવરાહને પરારત કરેલો તેના અનુલેખ માટે કોઈ કારણ જડતું નથી. અને આ એક મહત્ત્વનો બનાવ ગણાય, કેમકે ત્યારથી આયુપ્રદેશ ગુજરાતના શાસન નીચે આવ્યો. વળી વંશાવલિ બરાબર આપી હોવા છતાં કાલક્રમ તો કોઈ સ્થળે આપેલો નથી. ઇતિહાસની દૃષ્ટિએ આ મોટાં દૂષણ લેખાય. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે હેમચન્દ્રાચાર્યનો હેતુ કેવળ ઇતિહાસ આલેખવાનો નથી; પણુ મહાકાવ્યનાં લક્ષણો લક્ષમાં રાખી, તે પ્રમાણેનાં આવશ્યક વર્ણનો વગેરે મૂકી, પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો આપતું મહાકાવ્ય રચવાનો અને તેમાં શક્ય તેટલા ઐતિહાસિક પ્રસંગોને સાંકળી લેવાનો જ છે. એ પણ નોંધવું જોઇએ કે બહુ લાગવગવાળા, પ્રત્યક્ષ જોનાર તથા રાજ્ય-દફતરો વગેરે દ્વારા પૂર્વની હકીકત મેળવવા શક્તિમાન એવા હેમચન્દ્રાચાર્યે રજૂ કરેલી વિગતો અતિવિશ્વસનીય છે. ચમત્કારો અને અલંકારો તો કાવ્યમાં હોય જ. વિક્રમનું અનુકરણ કરનારો મહત્ત્વાકાંક્ષી સિદ્ધરાજ જાતે પણ પોતાના વિષે યોગિનીઓ ઇત્યાદિની અદ્ભુતરસભરપૂર આખ્યાયિકાઓ પ્રચલિત કરે તે પણ સમજી શકાય તેવી વાત છે. ચાશ્રયમાં જેતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy