SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું પ્રથમ ઇતિહાસકાવ્ય તે નિમિત્તે આલેખાયેલી સોમનાથની ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં ભીમદેવે પથ્થરનું મન્દિર બંધાવ્યાનું સ્પષ્ટ કથન છે. પહેલાંનું લાકડાનું મન્દિર મહમૂદે તોડ્યા પછી આ પથ્થરનું બંધાવ્યું હોય તેમ કેમ ન બને? મહમૂદના સમકાલીન અબ્બર ની ઉપરાન્ત ૧૪મા શતકના પ્રારંભમાં થઈ ગયેલા શ્રીજિનપ્રભસૂરિ પણ તેમના વિવિધતીર્થસ્થમાં સોમનાથખંડનનો ઉલ્લેખ કરે છે. આ વિષયમાં માળવાના પ્રખ્યાત કવિ ધનપાલનો પણ ટેકો મળે છે એવું મુનિશ્રી જિનવિજયજીએ “જૈનસાહિત્યસંશોધક”ના ત્રીજા ગ્રન્થમાં સિદ્ધ કર્યું છે. તે જ દિવસોમાં (૧૧મી સદીના અન્ન અને ૧૨મીના પ્રારંભમાં) થઈ ગયેલા આ કવિએ સ્વરચિત રચપુરમબ્દનના શ્રી મહાવીર-૩ત્સામાં મહમૂદના પરાક્રમની નોંધ કરી છે, જે સોમનાથ-આક્રમણને કલ્પિત માનનારને સચોટ જવાબરૂપ થઈ પડશે: જુઓ તેનો ત્રીજો જ શ્લોક : भञ्जविणु सिरिमाल देसु अनु अणहिलवाडउं चड्डावलि सोरड्ड भग्गु पुणु देउलवाडउं । सोमेसरु सो तेहि भग्गु जणयणआणंदणु भग्गु न सिरि सच्चउरि वीरु सिद्धत्थह नंदणु ॥ અહીં સ્પષ્ટ રીતે કહ્યું છે કે સિરિમાલ–શ્રીમાલ-ભિન્નમાલ, અણહિલવાડ (પાટણ), ચડ્ડાવલિ ચન્દ્રાવતી (આબુની તળેટીમાં આવેલું), સોરઠ, દેલવાડા અને સોમેસરુ-સોમેશ્વર–શ્રી સોમનાથ ભાંગ્યાં ન ભાંગ્યું એક સિરિ સચ્ચઉરિ–શ્રીસત્યપુરી–સાચોર, હેમચન્દ્રાચાર્ય જેવા સમર્થ લેખકે આવા મોટા બનાવનો નિર્દેશ પણ કર્યો નથી તે માટે ઉપર કારણ આપ્યું છે. દિલ્હીના રાજા વ્રજદેવે ભીમ અને બીજા રાજાઓનો સહકાર મેળવી, નાસતા મહમૂદના પાછલા લશ્કરને હરાવેલું અને થાણેશ્વર વગેરે કબજે કરી લીધેલા. દયાશ્રયના આઠમા સના શ્લોક ૪૦થી ૧૨૫ સુધી ભીમે સિલ્વરાજ મુકને હરાવેલો તેનું વિસ્તૃત વર્ણન આપેલું છે. વ્રજદેવના સહાયક અન્ય રાજાઓના તુરુષ્કવિજયનું કથન ઉત્કીર્ણ લેખોમાં મળે છે. આથી અનુમાન થાય છે કે દ્વયાશ્રયનું આ વર્ણન તે ઉપરના સમૂહવિજયનું હશે. રાણકદેવી તથા જસમાના પ્રચલિત પ્રસંગો પણ ઉપર દર્શાવેલા કારણે જ નહીં આપ્યા હોય. છતાં માલવાવિજયનું વર્ણન તો છે જ, જેને ઉકીર્ણલેખોમાંના “મન્તનાથ” બિરુદથી ટેકો મળે છે અને સિદ્ધરાજના જ વિ. સં. ૧૧૯૬ના દોહદના લેખન સ્પષ્ટ શબ્દો છે કેઃ "श्री जयसिंहदेवोऽस्ति भूपो गूर्जरमण्डले । येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥" અર્થાત-“ગૂર્જરમણ્ડલમાં શ્રીજયસિંહદેવ રાજા છે જેણે સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) તથા માલવાના રાજાઓને કારાગૃહમાં નાખ્યા છે.” વળી દ્વયાશ્રયના ૧૫મા સર્ગનો ૯૭મો શ્લોક કહે છે કે સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પાસે તેણે સિંહપુર (શિહોર) વસાવ્યું "सोऽत्र सौपन्थ्य-सांकाश्य-सौतङ्गमिपुरोपमम । स्थानं सिंहपुरं चक्रे द्विजानां मौनिचित्तिजित् ।।" અર્થાત “તે મનિચિત્તેિજિત્ (રાજા)એ અહીં (શત્રુંજય પાસે) સપથ્ય, સાંકાશ્ય તથા સૌતંગમિ નગરો જેવા (સમૃદ્ધ) સિંહપુરની સ્થાપના કરી.” આ જ સમયે તેણે સિંહસંવત્સર પ્રવર્તાવ્યો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy