SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગુરુ વિમલસૂરિને પ્રશ્નોત્તર-રત્નમાલા પં. લાલચંદ્ર ભગવાન ગાંધી જિજ્ઞાસુ શિષ્યના ઉપયોગી પ્રશ્નોના, ગુરુએ આપેલા તાત્ત્વિક ઉત્તરોથી ગૂંથાયેલી આ પ્રશ્નોત્તરમાલા સર્વમાન્ય અમૂલ્ય ઉપદેશ-રત્નોથી શોભતી હોઈ એ ખરેખર રત્નમાલા જેવી મહત્ત્વની કીમતી છે, રત્નમાલાના નામને સાર્થક કરે છે. બાહ્ય રત્નોની માલા કરતાં આંતરિક ગુણ-રત્નોની આ માલા અધિક પ્રભાવક, મંગલ-કલ્યાણકારક, આરોગ્યદાયક, આયુષ્ય-વર્ધક, હિતકર, શાંતિકર અને સુખકારક થઈ શકે તેવી છે. સાચા રત્ન-પરીક્ષકો ( ઝવેરીઓ) તેની ઊંચી કિંમત આંકી શકે છે. એની રચના હજારેક વર્ષ પૂર્વની હોવા છતાં તેનાં તેજસ્વી રત્નો જરાય ઝાંખાં પડ્યા વિના હજી ઝળહળતાં જણાય છે. સંસ્કૃત ભાષામાં ૯ આયો–ગાથામાં એ રચાયેલી છે. તેની પહેલી ગાથા મંગલ અને અભિધેય દર્શાવે છે અને તેની છેલ્લી ગાથા કવિના નામની નિર્દેશક છે. એ બે ગાથાઓને માલાના મેર તરીકે ગણીએ તો ૨૭ ગાથાનક્ષત્રોથી દીપતી આ રત્નમાલા નક્ષત્રમાલા જેવી શોભે છે. કંઠને ભાર ન કરે અને કંઠને શોભાવે એવી એ નાજુક અને સુંદર હોઈ સુંદરીઓએ જ નહિ, સપુષોએ પણ કઠે ધારણ કરવા યોગ્ય છે—કંઠસ્થ કરવા યોગ્ય છે. એની મનોહરતાએ જેન–જૈનેતર જનતાને આકર્ષી જણાય છે. એ રત્નમાલા રચનાર તરીકે છે. જૈનાચાર્ય સિવાય દિગંબર જૈન રાજા, શંકરાચાર્ય અને શુક યતીન્દ્રનાં પણ નામ જોડાયેલાં છે, તેમાંથી આના વાસ્તવિક સાચા કવિ-ઉપદેશક યા હોવા જોઇએ? તેની પ્રામાણિક ગષણા કરી સત્ય શોધવા અહીં પ્રયત્ન કરવામાં આવે છે. શ્વેતાંબર જૈન સમાજમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં ચિરકાલથી એનું લેખન, પઠન-પાઠન, વ્યાખ્યાન, ઉપદેશાદિ પ્રચલિત રહેલું જણાય છે. . જેન-સમાજે પાય સ્વાધ્યાયપુસ્તિકામાં, પ્રકરણ-પુસ્તિકામાં, પ્રકરણ-સંગ્રહમાં અને પ્રકીર્ણ-ગ્રંથ-સંગ્રહમાં પણ એને સ્થાન આપી સૈકાઓથી તેના પ્રત્યે આદર દર્શાવેલો જણાય છે. પાટણ, વડોદરા, ખંભાત, છાણી, ડભોઈલિંબડી, પાલીતાણા, મુંબઈ જેસલમેર, બિકાનેર, પૂના, પંજાબ, કલકત્તા (બંગાળ) અને પરદેશોના પ્રખ્યાત સંગ્રહો-ભંડારો--જ્ઞાનમંદિરોમાં આ રત્નમાલાની પચાસ જેટલી પ્રાચીન પ્રતિયો જાણવામાં આવી છે. કાગળો પર જ નહિ, સાતસો વર્ષ પહેલાં તાડપત્રો પર પણ લખાયેલી તેની કેટલીક હસ્તલિખિત પ્રતિયો મળી આવે છે. ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણના પ્રાચીન ગ્રંથભંડારમાં રહેલી તેવી ૧૫ પ્રતિયોનો નિર્દેશ અમે પાટણ જૈન ગ્રંથભંડાર-સૂચી( તાડપત્રીય પ્રથમ ભાગ ગા. ઓ. સિ. નં. ૭૬, સન ૧૯૩૭, પૃ. ૨૪, ૬૪, ૭૦, ૧૦૨, ૧૨, ૧૩૩, ૧૪૬, ૧૪૯, ૧૭૪, ૨૬૨, ૨૭૮, ૨૯૬, ૩૮૬, ૪૧૦, ૪૧૨)માં કયો છે, જેમાંની કેટલીક વિક્રમની ચૌદમી સદીમાં સંવત ૧૩૦૩માં, ૧૩૨૬ માં, સં. ૧૩૩૪માં, અને સં. ૧૩૮૮માં પણ લખાયેલી છે. ડભોઈમાં શ્રીજીબૂસૂરિજીના જ્ઞાનમંદિરની એક પત્રવાળી પ્રતિ (નં. ૬૫૦) સંવત ૧૪૮૨માં કા. વ. ૮ શનિવારે મુંજિગપુરમાં લખાયેલી જણાવી છે. તેવી જ રીતે વિક્રમના ૧૫મા, ૧૬મા સૈકામાં, તથા તે પછીના સમયમાં લખાયેલી મૂળની પ્રતિયો વાબંધ મળે છે. તે સર્વમાં તેના રચનાર કવિનું નામ સ્પષ્ટ રીતે ૧૦ ગુરુવિમલ છેલ્લી ૨૯મી ગાથામાં દર્શાવ્યું છે. તથા આ રચનાને કવિએ વિમલ - નામાંકિત કરી યુક્તિપૂર્વક વિમલ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy