SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પરિચય થયો તે પહેલાં વર્ષો થયાં આપી દીધી હતી. જૈન સાધુઓના આવા પ્રયાસોમાં એક હેતુ હતો, તે એ કે મુરિલભ અને હિન્દુ રાજ્યકર્તાઓના અમલમાં જે હિંસક અને Irrational, વહીવટનાં સૂત્રો ઘૂસી ગયાં હતાં તેમને દૂર કરવાનો હેતુ હતો, જેમ રોમના મહારાજ્યના સમયમાં રોમના પાટનગરમાં અને અન્ય સ્થળોએ Gladiators એટલે હિંસક પ્રાણીઓની સાથે માણસજાતને ઠંડયુદ્ધ કરવાની ફરજ પાડવામાં આવતી અને અગડ–Arena-માં દાખલ થઈ જીવને ભોગે અનેક ખ્રિરતી સાધુઓએ તે પાશવ પરંપરાને અટકાવી હતી તેમ. આ સાહિત્યના સંપાદનક્ષેત્રમાં પણ આ દલીલ લાગુ પાડી શકાય. ડૉ. બુલચંદે મહાવીરના જીવનચરિત્રને લખવામાં નવીન ભાત પાડી છે તેમ હવે આ ક્ષેત્રમાં નવીન ભાત પાડવાની જરૂર છે. જૈન દર્શનના એક ઇગ્રેજી ગ્રન્થમાં આવી જ નવીન ભાત મેં જોઈ છે. સાહિત્યના વિચાર૫ર એક દૃશ્યને રજૂ કરું. રામ સીતાને વનવાસમાં મોકલે છે તે અગાઉ ઋષિ લોકો અને પ્રધાનમંડળ ઋષ્યશૃંગને આશ્રમે શરૂ થયેલા યજ્ઞમાં હાજરી આપવા ગયા છે ત્યાંથી તેઓ રાજયધર્મમાં હમણાં જ દીક્ષિત થયેલા રામને સર્દેશ મોકલે છે કે જમાઈના યજ્ઞમાં હવે અમે રોકાઈ ગયા છીએ. તું બાળ છે, રાજ્ય નવું છે, તો પ્રજાને અનરંજતો રહેજે, કારણ કે તેથી મળતો યશ એ જ ખરું ધન છે ... કામાતૃયન વયે નિરુદ્ધાઃ સર્વ વા વાસિ નવું જ રડ્યા યુ. પ્રજ્ઞાનામરંગને સ્વાદ ! તમારાતુ પરમં ધનં યઃ || આમાં બાળનો અર્થ અનુભવહીન એવો થવો જોઈએ, કારણ કે આ સમયે રામનું વય ૩૫-૪૦ વર્ષનું તો હોવું જોઈએ. રામ વયમાં પુખ્ત હતા, પણ રાજ્યના અનુભવની અપેક્ષાએ બાળક જ હતા, એટલે વસિષ્ઠ આદિ મોટેરાંઓએ તેને યોગ્ય સલાહ આપેલી કે ધ્યાન રાખજે, ઉતાવળો ન થતો. રામ લોક-અપવાદનો આશ્રય લઈ સીતાને લક્ષ્મણ સાથે વનવાસે કાઢે છે, ત્યારે પણ કવિને એનું બાળવ યાદીમાં જ છે, કારણ કે બાર બાર વર્ષ થઈ ગયાં, પણ રામ હજુ જીવે છે, જ્યારે સીતાનું નામ સરખું રહ્યું છે – વેવ્યા સૂચસ્થ ગાતો દ્વારા પરિવ સર:1 porછવિ નાના િન ર વાનો ન લીવતિ | રામને આ શલ્ય જિંદગીભર સાલતું હતું. વિધિ પ્રમાણે રાજ્ય કરવું, અને પ્રિય સીતાનો વિયોગ સહન કરવો–કેવું દુષ્કર કામ છે! (૮ રાચં વર્ચ રિવત (constitutionally) અમિન મના) ઉત્તરરામચરિત”માં રામના પાત્રની માનવભૂમિકા સરજીને ભવભૂતિએ પતિધર્મ, રાજયધર્મ, અનુભવહીનતા અને વેદનાશીલ રામરવભાવ – એનું અનેરું ચિત્ર રજૂ કરી આપણને કરુણ રસની પરાકાષ્ટા બતાવી છે, સાહિત્યના સંપાદનમાં આવી દૃષ્ટિ આવવી જોઈએ. - આપણું સંપાદનો યોગ્ય દૃષ્ટિ કેળવી શકે તે માટે શું થવું જોઈએ એ બીજો પ્રશ્ન છે. એટલું તો ખરું છે કે આપણા સંપાદકો વિદ્વાનો છે, તેમનો ભારતવય સંસ્કારિત્વનો અભ્યાસ ખરેખર તુલનાત્મક છે; જે ન્યૂનતા છે તે પરંપરાગત શૈલીથી અભ્યાસ કરવાથી નિપજતી ન્યૂનતા છે. અત્યારે જૈન સાધુઓ પંડિતો પાસે ભણે છે, એ પંડિતોની ગીર્વાણ ભાષાની વાધારા ખરેખર અદ્ભુત જોવામાં આવી છે; વ્યવસ્થા ખરેખર ઉત્તમ છે; પણ હવે સમય આવ્યો છે, જ્યારે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે, જેથી આપણું સાધુવર્ગ અને અપેક્ષિત શ્રાવકવર્ગ પશ્ચિમની વિદ્યાથી પણ વિભૂષિત હોય. ફિલસૂફીના વિવેચનમાં તેમણે ગ્રીક અને યુરોપીય તત્ત્વવિવેચકોનો પરિચય બતાવવો જોઈએ, તેમણે તે માટે ફિલસૂફી અને ન્યાયનો ઈતિહાસ જાણવો જોઈએ. હું એથી પણ આગળ જાઉં અને દલીલ કરું કેતેમણે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, એનાં સામાન્ય સૂત્રો પણ જાણવાં જોઈએ, જેથી તેઓ વિવેચનમાં ગંભીર ભૂલો ન કરે, અને દરેક વિચારને ઈતિહાસના યોગ્ય ચોકઠામાં ગોઠવી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy