SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અભ્યાસમાં નવીન દૃષ્ટિની આવશ્યકતા ૧૭ હોય છે, અથવા તો તેમને એ સુલભ હોતી નથી. આપણા જે અભ્યાસીઓ આવા સંપાદનકાર્યમાં પડેલા છે તેમને પશ્ચિમની વિદ્યાઓનો સંસર્ગ હોતો નથી. ઘણે ભાગે આ લેખકો સાધુઓ હોય છે. કોઈ કોઈ શ્રાવકો તેમાં જોવામાં આવે છે. તેમનો મોટો ભાગ પશ્ચિમની વિદ્યાથી અ-પરિચિત હોય છે. તેમને પશ્ચિમની વિવેચનકળાનું યોગ્ય જ્ઞાન પણ હોતું નથી. પરિણામે એમનાં અમૂલ્ય પણ જૂની ઢબમાં થયેલાં પ્રકાશનોનું ઉપયોગિત્વ સંકુચિત થઈ જાય છે અને જૈન દૃષ્ટિનો જે પરિચય બહારની દુનિયાને થવો જોઈ એ તે થઈ શકતો નથી. જૈન સાહિત્યના સંપાદનમાં આ ન્યૂનતા મને ગંભીર રીતે જણાય છે. એ સંપાદનોમાં સામયિક પૂર્વપીઠિકા, ઐતિહાસિક અન્વેષણ, અવલોકનની તીક્ષ્ણતા વગેરે ગુણો પશ્ચિમની દૃષ્ટિએ ઓછા જોવામાં આવે છે. ઇંગ્રેજીમાં પ્રરતાવના લખાયેલી હોય તો ભાષાનો કોઈ ધડો હોતો નથી, અને એમાં વાસ્તવિક ઇતિહાસદર્શન જોવામાં આવતું નથી. રવભાષા પણ એવી જ લૂલી હોય છે. સાહિત્યનાં પ્રકાશનનું સંપાદન તો ઘણે ભાગે ભારતવર્ષની પુરાણી પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવેલું હોય છે. જીવનચરત લખેલું હોય તો જીવનચરિત શું હોવું જોઇએ તેનો કોઈ ખ્યાલ હોતો નથી — ઇંગ્રેજીમાં જેને characterisation નિરૂપણ કહેવામાં આવે છે તે જોવાતું જ નથી. અવતરણો ખીચોખીચ હોય, પણ તેમનો ગૂઢ અર્થ સ્પષ્ટ થઈ શકતો નથી. એક દૃષ્ટાંત આપું. વસ્તુપાળે ખંભાત બંદરનો કબજો સદ પાસેથી લીધો તે આપણે કેટલીવાર વાંચતા હશું ! મને હરહંમેશ લાગ્યું છે કે લેખકને તેનો ગૂઢ અર્થ સમજાયો હોતો નથી, કારણ કે લેખક કે સંપાદક જૂની ઘરેડમાં લખ્યું જાય છે અને તેને ઇતિહાસનું શુદ્ધ દર્શન હોતું નથી, એટલે તે ઊંડો ઊતરી શકતો નથી. હું તે ગૂઢ અર્થને મારી અલ્પ મતિ અનુસાર અહીં સ્પષ્ટ કરીશ, જેથી વાચકને મારી દૃષ્ટિનો ખ્યાલ આવી શકે. ખરી વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. જેમ સોળમી સદીથી ઓગણીસમી સદી સુધી આપણે ત્યાં યુરોપના વેપારીઓ સશસ્ત્ર કોઠીઓ નાખી વેપાર કરતા હતા તેમ અરખ લોકો ખંભાત, સોમનાથ– પાટણ વગેરે સ્થળોએ સશસ્ત્ર કોઠીઓ જમાવી આપણી સાથે વેપાર કરતા હતા. સમકાલીન સાહિત્યમાં ખંભાત બંદરના સદ્ કુલનો ક્ષય કરનાર વસ્તુપાળની પ્રશંસા થયેલી છે ત્યારે કુળનો અર્થ આપણે આ પ્રમાણે સમજવો જોઇએ. એ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે સઇદનો મહાલય વારણો – હાથીઓથી રક્ષાયેલો હતો. તેનો અર્થ એવો કરવો જોઇએ કે એ વારસેના હતી, હતિવ્રુન્દ સશસ્ત્ર હતું, અને જેમ ગોરા અને હિન્દી સિપાહીઓ મદ્રાસ, હુગલી, પોંદેચેરી, સૂરત, દીવ, વસઈ, માહે વગેરે સ્થળોએ પરદેશી વેપારીઓનો બચાવ કરતા હતા તેમ ખંભાતનો અરબ–વસવાટ પણ એવો જ સુરક્ષિત હતો; ઉપરાંત જેમ દૃએ હિન્દીઓને પશ્ચિમી વિદ્યાની તાલીમ આપી નવીન સિપાહીઓ બનાવ્યા તેમ અરબ વેપારીઓએ આપણી યુદ્ધકલાને ઝડપી લઈ આપણા જ હાથીઓને શસ્ત્રસજ્જ કરી આપણી જ સામે ખડા કર્યાં હતા. એ કારણથી વસ્તુપાલે આ પરદેશી સશસ્ત્ર વેપારી વસાહતનો પ્રંસ કર્યાં.જેમ શાહજહાંએ પોર્ટુગીઝોના વેપારી થાણા હુગલીનો ધ્વંસ કર્યાં હતો, ચીમાજી અપ્પાએ વસઈ ને ઉડાડી દીધું હતું, સિરાઝ—ઉદ–દૌલાએ કલકત્તાને લીધું હતું, તેમ. ખીજું દૃષ્ટાંત આપું. હીરવિજયસૂરિએ અકબર મારફત અમારિધોષણા ચલાવી, એનો અર્થ એવો ન થાય કે હીરવિજયસૂરીને અકબરને જૈનધર્મી કરવો હતો, કે અહિંસાવાદી કરવો હતો. એક રથળે એવું લખવામાં આવ્યું છે કે જજિયાવેરો અકબરે માફ કર્યાં તેમાં હીરવિજયસૂરીનો હાથ હતો, પણ ઐતિહાસિક ઘટનાએ એ વાસ્તવિક નથી, કારણ કે જજિયાવેરાની માફી અકબરે હીરવિજયસુરીનો ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy