SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય કળામાં જૈન સંપૂર્તિ ૩ પરસાળ ૩૨ ફૂટ લાંબી, ૭ ફૂટ જેટલી પહોળી અને સુઘડ એવી છત છે. આ છતનો મંડપ ૧૭ ફૂટ ૮ ઇંચ પહોળો અને ૧૫ ફૂટ ઊંડે છે. તેની આસપાસ નાનાં દેવઘર કોતરેલાં છે અને સામે મુખ્ય ગોલક ૮ ઓરસ ચોરસ છે. તેમાં શ્રી મહાવીરની પદ્માસન પ્રતિમા છે. તેની આગળ બે કોતરણીભર્યા સ્તંભો છે. બૌદ્ધ કે બ્રાહ્મણ ગુફાઓની જેમ પ્રવેશ આગળ બન્ને બાજુ દ્વારપાળો કોતરેલા છે. બદામ તાલુકામાં બીજાં પણ જૈન મંદિરો છે. ઈલુર અજંટાથી ૩૦ માઈલ છેટે ઔરંગાબાદની પાસે આવેલું છે. ઇલુરનાં શિલ્પમાં પાષાણુમંદિર અને ગુફામંદિરનાં જેવી માત્ર અંતરંગ કોતરણી નથી, પણ તેનો બહિરગનો ઉઠાવ ખરેખરાં દેવમંદિરોની જેમ ઘડી કાઢી આકાર પ્રત્યક્ષ કરવામાં આવ્યો છે એટલે તે પહાડમાંથી અખંડ કોતરી કાઢેલાં ઈલર શિલ્પો જ છે. જગતની વિશાળકાય કલાકૃતિઓમાં તેની ગણના થાય છે. ગ્રીક શિલ્પો તેની પાસે વામણું બની જાય છે. પહાડને ઉપરથી ભૉતલ સુધી કોતરી મંદિરનો સંપૂર્ણ ઘાટ, સ્તંભો અને છેવટ અંદરના મંડપો અને ગોલકોમાં અભુત પ્રભાવવાળી પ્રતિમાઓ સ્વરછ, સપ્રમાણ, સુઘડ, તક્ષણકાર્યથી પરિપૂર્ણ બનાવેલી છે. લગભગ ચાર માઈલના ઘેરાવામાં ખડક કાપીને કરેલાં ૩૪ જેટલાં ખડકમંદિરોમાં પથી ૮મા સૈકા સુધીની શિલ્પકળાનો પ્રસ્તાર છે; આમાં મોટા ભાગની બ્રાહ્મણ અને બાકીની બૌદ્ધ જૈન ગુફાઓ છે. અહીં ફરી આપણને કલાની સૃષ્ટિમાં સર્વ ધર્મોનું સામંજસ્ય જોવા મળે છે. ઈલોરી અતિ કૌતુક વસ્યું જોતાં હીયડું અતિ ઉલમ્યું વિશ્વકર્મા કીધું મંડાણ ત્રિભુવન ભાવતણું સહિનાણ. (શ્રી શીલવિજયજી) ઈલુર - ઈલોરા (મેજિરિ) ની પ્રસિદ્ધિ કેવી હતી તે ઉપરની પ્રશસ્તિથી સમજાય છે. ઈલુરની જૈન ગુફાઓ સૌથી પાછળ થયેલી લાગે છે. ગુફામંદિરોની પિછાન ૧૦માંથી નવની માત્ર બાહ્ય સ્વરૂપથી થઈ શકે. આ દર્શનભાગ અંદર પ્રકાશ જાય એવા હેતુથી કોતરેલો હોય છે. બાંધકામથી કરેલા મકાન કરતા તેના છેદ મોટા રાખવા અને તે સાથે ખડકના ભાર પ્રમાણે ટેકા, થાંભલા પણ ભારેખમ રહેવા દેવા જોઈએ. આથી અંદરની રચનાને તેને અનુસરી આકાર લેવો પડે. ઈલુરનાં જૈન મંદિરો ઈ. સ. ૮૫૦ પહેલાંનાં નથી. તેનું દર્શન સ્વરૂપ અને પ્રતિમાઓ ધ્યાનથી જોઈએ તો દક્ષિણ (દ્રવિડ) પદ્ધતિએ કામ થયેલું લાગે છે. બ્રાહ્મણ ગુફા કેલાસ પણ એ જ શૈલીની છે. બન્ને વચ્ચે એટલું સામ્ય છે કે તેના રચનાકાલિ વચ્ચે બહુ અંતર નહિ હોય. ઇન્કસભા અને કૈલાસનાથ બને મંદિરો બે માળનાં છે અને અંદર નાના ખંડો છે. જૈન મંદિરમાં ગોમતેશ્વર અને પાર્શ્વનાથની પ્રતિમાઓ છે તે પરથી તે દિગંબર જૈન સંપ્રદાયનાં છે એમ નિર્ણય કરી શકાય. બદામીમાં એક લેખ છે, તે કન્નડ ભાષામાં છે, તેથી માની શકાય કે શિપીઓ ઈન્દ્રસભા દક્ષિણના હતા અને તેઓ દ્રવિડી ઘાટ લઈ આવ્યા. ત્યાં એક કુદરતી માપનો હાથી છે. સામી બાજુ ૩૧ ફૂટ ૬ ઈચનો એક જ શિ૯૫નો સ્તંભ હતો તે સો વર્ષ પહેલાં પડી ગયો હતો. આ ગુફાઓના ઉપરના ભાગમાં પાર્શ્વનાથની વિરાટ પ્રતિમા કોતરેલી છે. આ પ્રતિમા પર કોતરેલ અક્ષરો પરથી લાગે છે કે તે ઈ. સ. ૧૨૩૫ની આસપાસ થઈ હશે. આ બધાં શિલ્પો ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ રાજ્યોની સીમા ઉપર હોવાથી બન્ને રાજ્યોની શૈલીઓનો તેમાં શંભુમેળો થયો જણાય છે. અહીં ઉત્તર ભારતમાં વિકસી રહેલાં દેવમંદિરોની વિશાળતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy