SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઓરિસામાં આવેલી ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓ ભારતની પ્રાચીનતમ સ્થાપત્યરચનાઓ ગણાય છે. એનાં સ્વરૂપનું વૈચિત્ર્ય, શિ૯૫પ્રતિમાઓની લાક્ષણિકતા અને બંધારણની વિશેષતા, અતિ પ્રાચીનતા વગેરે કારણોને લઈને ભારતના વિદ્વાનોએ તેની પર ઘણું શાસ્ત્રીય ઉદયગિરિ ખંડગિરિ સંશોધન કર્યું છે. આ ગુફાઓની પ્રાચીનતા સિદ્ધ કરવાનો યશ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીને મળ્યો છે. હાથીગુફાના પ્રવેશદ્વાર ઉપર ભાંગીતૂટી પ્રાચીન લિપિનો લેખ છે તેનું સ્વરૂપ ગિરનારના અશોકના શિલાલેખોને મળતું હોઈ સએ તેને બદ્ધ ગુફા ધારી લીધી હતી પણ તેનો ઉકેલ થતાં તેમાં પ્રારંભ જૈન સૂત્રથી કરેલો છે તે પરથી છેવટનો નિર્ણય થઈ ગયો. સાતમા સૈકામાં ચીની પ્રવાસી હ્યુ એન સંગે ઉલ્લેખ કરેલો છે કે તે કાળે કલિંગ દેશમાં જૈન સંપ્રદાયનું મોટું મથક હતું અને ઉપરોક્ત લેખ તે વાતની સાબિતી આપે છે. કલિંગના રાજા ખારવેલે જૈન સાધુઓ માટે અનેક ગિરિનિવાસો કરાવ્યા હતા. તેણે આંધ્રના સાતકર્ણી રાજાને સહાય કરી હતી. ઈ. પૂ. ૧૫૫ વર્ષે મૌર્ય સંવત ૧૬૫માં તેના રાજ્યકાલને ૨૩ વર્ષ થયાં હતાં. હાથીગુફાનો પથ્થર ઘસાતો જાય છે, શિલ્પ ભૂંસાતું જાય છે પણ તેના પર આવો મહત્ત્વનો લેખ હોવાથી તે જરૂર પ્રધાનસ્થાન ધરાવતી હશે. એની રૂપવિધાનની શૈલી અને શિલ્પાકૃતિઓ અચૂકપણે સાંચીના તોરણકારો અને ભારતના વિહારોને મળતી છે એટલે ઈ. પૂ. બીજા હાથીગુફા સૈકાનું કામ તે કરે છે. ત્યાં બૌદ્ધ સંપ્રદાયના કોઈ અવશેષો નથી. ગજલક્ષ્મી, નાગ કે વૃક્ષપૂજા, સ્વસ્તિક વગેરે ચિહ્નો એ કાળે સર્વવ્યાપક હતાં. કેટલીક જૂની ગુફાઓમાં જૈન તીર્થકરો અને પાર્ષદોની ઉત્કીર્ણ પ્રતિમાઓ છે. ઉદયગિરિમાં રાણીગુફા, હાથીગુફા, વ્યાઘગુફા વગેરે જુદાં જુદાં નામોવાળી ૧૯ ગુફાઓ છે. ખંડગિરિમાં પણ વૈવિધ્યવાળી ૨૪ જેટલી ગુફાઓ છે. ગુફાઓમાં સ્તંભોવાળી પરસાળ કે ઓસરી અને સાથે અનેક ખંડો છે. વ્યાઘગુફાનો ઉલ્લેખ કરવો જરૂરનો છે. એક વિશાળ ખડકને કોરીને વાઘના ફાડેલા મોનો ઘાટ ઉપરનાં છજાને આપેલો છે. નીચે એક કાર બનાવી અંદર સવા છ ફૂટ ઊંડી, સાત અને નવ ફૂટ પહોળીચોડી ઓરડી કોતરી કાઢેલી છે. આ એક તરંગી પ્રકાર છે, પણ તેથી નક્કી થાય છે કે એ કાળે વ્યાધગુફા ધાય ઘાટ વિરાટ રૂપમાં ઉતારવાની કલા સિદ્ધ થઈ હતી. અંડગિરિની તત્ત્વગુફાના સ્તંભ (પસ પોલીસ) ઈરાની ઘાટના છે. અટારીનો કઠેડો ભારતના જેવો છે. ત્યાં હાથી, મોર, હરણ અને પશુપંખીઓ પણ કોતરેલાં છે. પશ્ચિમ ભારતમાં બીજાપુરની દક્ષિણે બદામીની ગુફાઓ જોતાં સમજાય છે કે એ કાળે બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન દાર્શનિકોનું સહજીવન કેટલું શક્ય બન્યું હતું. બ્રાહ્મણ ગુફાઓનો સમય એક લેખમાં શક વર્ષ - ૫૦૦ એટલે ઈ. સ. ૫૭૯ આપેલ છે. બદામીની ચાર ગુફાઓમાં એક જૈન બદામીની ગુફાઓ ગુફા છે પણ ચારે એકબીજાને એટલી મળતી છે કે એક જ સમયમાં તે કોતરાઈ હશે એમ કહી શકાય; છતાં જૈન ગુફા સૌથી પાછળ થઈ લાગે. એ ગુફા ૧૬ ફુટ ઊંડી અને ૩૧ ફૂટ પહોળી છે. પરસાળને બેઉ પડખે આકતિઓ કરેલી છે. અંદરની પ્રતિમાઓ ગુફાના જ ખડકમાંથી કોતરાવેલી છે. ઈલુરની ઈકિસભાના પાષાણુમંદિર સાથે સરખાવતાં તેનાથી એક સેકો પાછળ લાગે. બદામીની ભીંતો પર અજંતા શૈલીનાં ચિત્રો છે. બદામીની નજીકમાં ઐહોલ ગામે બદામીથી મોટી જૈન ગુફા બ્રાહ્મણ ગુફાની પાસે છે. તેની પરસાળને રાાર સ્તંભો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy