________________
વલભવાણું
૧૦૧ આજે એક બાળક જન્મ્યો. તે દશ વર્ષનો થયો. યુવાન થયો અને પરણ્યો. અંતે ઘરડો થયો અને મરી ગયો. જે બચું જયું તે જ બાળક થયો. તે જ યુવાન વયે પરણ્યો અને તે જ ઘરડો થઈ મૃત્યુ પામ્યો. પરંતુ બીજો કોઈ નહિ. એક હાલતમાંથી બીજી હાલતમાં, બીજીમાંથી ત્રીજી હાલતમાં અને...... પણ વ્યક્તિ તો તેની તે જ છે. બાળક જન્મ્યો તેનો તે જ. તે જ મૂળ દ્રવ્ય. તેની અવસ્થાઓ તે પર્યાય. જો બાળકનો નાશ માનીએ તો મોટું કોણું થયું? આમ દ્રવ્યથી દરેક પદાર્થ નિત્ય અને પર્યાયથી દરેક પદાર્થ અનિય છે.
વસ્તુ મૂળે એક. માત્ર અવસ્થા બદલાય. ઉત્પન્ન થવું, નાશ પામવું અને કાયમ રહેવું એ ત્રણ
છે. ભગવંત ગણધરને જ્યારે પ્રથમ શિક્ષા આપે છે ત્યારે આ ત્રણ પદ સમજાવે છે: “પહેલું પદ ઉત્પન્ન થાય છે. બીજું પદ નાશ પામે છે. ત્રીજું પદ કાયમ રહે છે. રાસભને શિંગડું અને વંધ્યાને પુત્ર ઉત્પન્ન થતાં નથી તેમ જ નાશ પણ પામતાં નથી. એવી જ રીતે, કાયમ પણ રહેતાં નથી. વસ્તુની નવી નવી હાલત ક્ષણે ક્ષણે પ્રગટ થવી અને દર ક્ષણે પૂર્વેક્ષણની સ્થિતિ પ્રણષ્ટ થવી, તેમ છતાં મૂળમાં વસ્તુ એની એ જ રહેવી એનું નામ જ અનેકાંતવાદ. એ રીતે દરેક વસ્તુનું યથાર્થ દર્શન કરવું તે અનેકાંતદષ્ટિ. જ્યાં શંકાને સ્થાન નથી એનું નામ જ સ્યાદવાદ, આમ સ્યાદવાદને પ્રરૂપતું જૈનદર્શન મહદંશે પૂર્ણ છે.
કામ, કામ અને કામ
આપણા સમાજમાં કામ કરવાની આળસ એ એક મોટામાં મોટી ખામી છે. કામ બધાયે કરવાનું છે. બીજાં કામ કરે છે એમ વિચારી આળસુ ન બનો, બધા કામ કરવા કટિબદ્ધ બનો. ફુરસદ નથી એમ ન કહો. નવરાશ તો મર્યા પહેલાં આવવાની નથી. જીવન સુધી કામ કરો અને એકબીજાને મદદ કરવા તૈયાર બનો. સાધુઓ અને શ્રાવકોના વિચારમાં સામ્ય લાવો. અભિમાન છોડો અને કામ કરવા ઐક્યની સાધના કરો. પછી જુઓ કે એવું કર્યું કામ છે જે તમારા સૌના સહકારથી પણ અશક્ય હોય ! તમારો વિચાર આચારમાં ફેરવાશે ત્યારે સમાજ પ્રોન્નત થશે. જૈન સમાજના હે આબાલવૃદ્ધો! કાર્ય અપનાવવાનો સમય આવી લાગ્યો છે. ઊઠો, જાગો અને કાર્ય કરો.
પ્રભુ મહાવીરના ઝંડા નીચે એકત્ર થાઓ
ભલે તમારી ક્રિયાઓ જુદી હોય, ભલે તમે જુદા જુદા ગામના હો, ભલે તમારા આચાર્યો જુદા જુદા હોય; પણ તમારા દરેકમાં એક વસ્તુનું સામ્ય છે. તમે બધાં જ પ્રભુ મહાવીરને તમારા પ્રભુ માનો છો. તો પછી પ્રભુ મહાવીરના ઝંડા નીચે બધા એક થઈ જૈન સમાજનું વધુ કલ્યાણ થાય તથા પ્રભુના સિદ્ધાંતોનો પ્રચાર થાય અને જૈન સમાજની એકતા થાય તે માટે બધાં એકત્રિત થઈ સંગઠિત પ્રચાર શરૂ કરો. સંગઠનથી ચમત્કારિક લાભ થશે.
આત્માને પવિત્ર બનાવે
જ્યાં સુધી આત્મા કર્મબદ્ધ છે ત્યાં સુધી તેની કિંમત છોતરાવાળા ચોખાના જેવી છે. જેમ ઉપરનું છોતરા કાઢી નાખતાં છોતરાની કિંમત કંઈ નહિ અને ચોખાની કિંમત વધી જાય છે તેમ કર્મોનો નાશ થતાં આત્માની કિંમત વધી જાય છે, આત્મા ઊંચે ચઢતો જાય છે. એ માટે કષાયોનો ત્યાગ કરી, રાગદ્વેષ ઘટાડી, તપ કરી આત્માને તેનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરાવો. આત્માને પવિત્ર બનાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org