________________
वल्लभवाणी*
Sત. .
અનેકાંતવાદ
હિંદુસ્તાનમાં ત્રણ મુખ્ય દર્શનો–બૌદ્ધ, જૈન અને વેદ, કાલાનુક્રમની દષ્ટિએ વિચારતાં તેમના વિભાગ પડી શકે. છતાં તે વિવાદાસ્પદ છે. આથી આ ત્રણેમાં પ્રથમ કયું એ પ્રશ્નનો ઉત્તર મુશ્કેલ છે.
સર્વ પદાર્થો એકાંતે નિત્ય નથી, તેમ જ એકાંતે અનિત્ય પણ નથી. વેદ સર્વ વસ્તુને એકાંતે નિત્ય માને છે. બૌદ્ધદર્શન દરેક ચીજને એકાંતે અનિત્ય ઠરાવે છે. આમ વેદ નિત્યને માને અને બૌદ્ધ અનિત્યનેક્ષણિકને–માને. સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે વસ્તુ જે પ્રમાણે છે તે જ પ્રમાણે રહે છે એવું વેદનું માનવું છે –વસ્તુ જે હાલતમાં, જે સ્વરૂપમાં છે તે જ હાલતમાં અને તે જ સ્વરૂપ સદેવ ટકી રહે છે એવી વેદની માન્યતા છે. જે વસ્તુ એકરૂપ રહે તે નિત્ય. બૌદ્ધદર્શન બરાબર અનાથી બીજું જ કહે છે. વસ્તુ ક્ષણિક છે. હરપળે એનું સ્વરૂપ બદલાય છે. એકરૂપ વસ્તુ રહી શકે જ નહિ. અને આવી વને અનિત્ય કહેવાય. એક જ વસ્તુને વેદાંતી એકાંતે નિત્ય માને અને બૅબ્દાર્શનિક અનિત્ય માને.
જૈનદર્શન આ બંનેની લડાઈ શાંત કરનાર દર્શન છે. જૈનદર્શનનો સિદ્ધાંત અગાધ-અતાગ છે. સંદેહને એ પોતાના મનોપ્રદેશમાં કદી પ્રવેશવા દેતો નથી. શંકાનું તે તરત જ નિરસન કરે છે. શંકાનું નિધન એટલે સ્યાદવાદ એમ કહેવું હોય તો કહી શકાય ખરું. જૈનદર્શન માને છે કે વસ્તુ એકરૂપે ન રહે. સમયે સમયે તેની અવસ્થા બદલાય. નહોતું તો આવ્યું ક્યાંથી? હતું તે ગયું ક્યાં ? આમ જૈનોનો મત સ્યાદ્વાદ, અનેકાંતવાદ છે–એકાન્તવાદ નહિ. જૈનો વસ્તુને સદા નિત્ય કે એકાંતે અનિત્ય માનતા નથી.
સ્વાવાદને અપેક્ષાવાદ પણ કહે છે. એક અપેક્ષાએ વસ્તુ સત્ય ઠરે, તો અન્ય અપેક્ષાએ વસ્તુ અસત્ય પણ ઠરે. જે એકનો ગુરુ છે, તે બીજાનો ચેલો છે. જે એકનો પિતા છે તે જ બીજાનો પુત્ર છે. આમ વસ્તુની સત્યાસત્યતા સમજવા વસ્તુના અંતરંગ અને બહિર સંબંધો સમજવાની અપેક્ષા રહે છે.
બૈદ્ધદર્શનનો વિચાર કરીએ. આ દર્શનની માન્યતા પ્રમાણે વસ્તુનો સમયે સમયે નાશ થાય. અર્થાત કોઈ પણ વસ્તુ બીજા જ સમયે સ્વરૂપ બદલે. પહેલા સમયે હતી તે બીજા સમયે નથી રહેતી. આ માન્યતામાં રહેલી અપૂર્ણતાનો તરત જ ખ્યાલ આવી જાય છે. આ માન્યતા પ્રમાણે ઉધાર આપનાર અને ઉધાર લેનાર બંને બીજા સમયે નાશ પામે. ઉધાર આપનારનું સ્વરૂપ બદલાઈ ગયું; ઉધાર લેનારનું સ્વરૂપ બદલાઈ ગયું. તો પછી રકમની લેણાદેણી કરશે કોણ? આ દર્શનની અપેક્ષાએ તો બંને મરી ગયા.
પરંતુ અપેક્ષાએ વેદ અને બૌદ્ધદર્શન–બંને સાચાં. એક અપેક્ષાથી નિત્યતા પ્રરૂપી શકાય અને બીજી જ અપેક્ષાથી અનિત્યતા પણ દર્શાવી શકાય. સમયે સમયે વસ્તુનું બદલાવું તે તેની અવસ્થા – દશા કે હાલત અથવા પર્યાય. મૂળ વસ્તુ કાયમ રહે તે દ્રવ્ય. મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર થતા નથી, અને તેથી તે નિત્ય છે. તેના સ્વરૂપમાં, અવસ્થામાં, હાલતમાં, દશામાં કે પર્યાયમાં સમયે સમયે ફેરફાર થાય છે તેથી તે અનિય. આમ દ્રવ્યથી દરેક પદાર્થ નિત્ય અને પર્યાયથી દરેક પદાર્થ અનિત્ય ઠરે છે..
* આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિએ જુદા જુદા સ્થળે કરેલ વ્યાખ્યાનોમાંથી તારવેલ સામગ્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org