SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૬૭ રૂપ ઋષિમુનિ જેવું ગણાવી શકાય તેમ છે. તેમની પાસેથી દેશપરદેશના અનેકાનેક વિદ્વાનોએ પ્રેરણા અને સૂચનાઓ મેળવી છે. કેટલાયે વિદ્વાને તેમના અ ંતેવાસી બની, તેમના જ્ઞાનનેા લાભ મેળવવા પાટણ આવી રહેતા હતા. તેમના અપૂર્વ જ્ઞાનપ્રભાવથી, શ્રી. ડૉ. હર્મન યાાખી જેવા કેટલાયે પરદેશી વિદ્વાને તેમના પ્રત્યે અપાર પ્રેમ અને આદર સેવે છે. પ્રાચીન સાંસ્કૃતિ અને ઇતિહાસ તથા કલા પ્રત્યે વધુ પ્રેરણા મને તેમના દ્વારા જ મળી છે. કેટલાયે ગ્રંથે વાંચવા-વિચારવા આપી મારી તે ભાવનાને ઉત્તેજિત બનાવવામાં તેમને મેાટે કાળા છે તે કેમ ભૂલી શકાય? દૂર દૂર રહ્યા હતાં પણ સદાકાળ તેઓ પેાતાની અમીદ્રષ્ટિ મારા ઉપર રાખે છે. તેમણે મારામાં રેડેલા સકારા અને તેમની પ્રેરણાથી જ મને મારા લેખનકાર્યાંમાં કેટલુક બળ મળ્યું છે, જે બદલ હું તેમના આજન્મ ઋણી છું. તે આ યુગના સાચા આદ્રષ્ટા, મહાન સ ંતપુરુષ છે. ભર્તૃહરિના શબ્દોમાં કહીએ તે-~मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः ॥ परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ ७१ ॥ - भृर्तृहरि नीतिशतक જે મન, વચન અને કાયાનાં પુણ્યરૂપી અમૃતથી પૂર્ણ છે, જેઓ ત્રણે ભુવનને ઉપકારાની હારમાળાથી પ્રસન્ન કરે છે, કાયમ બીજાના પરમાણુ જેવડા ગુણેાને પર્વત સમાન ગણીને પેાતાના હૃદયમાં પ્રફુલ્લ થાય છે, એવા સ ંતેા વીરલ જ હાય છે. આગમપ્રભાકર પ. પૂ. પુણ્યવિજયજી મહારાજમાં આ બધા ગુણો અધિષ્ઠાન પામ્યા છે, અને તેથી જ તેઓ, સારસ્વતઉપાસના ને પરમજ્ઞાનઉપાસના દ્વારા, પેાતાનું આત્મકલ્યાણ સાધી રહ્યા છે. હમણાં તે તેમણે સૌથી વિકટ અને મહાન કાર્યો આગમાના સંપાદનનું ઉપાડયું છે. ભાંડારકર એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ અને વાદરા એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ જેવી સસ્થાએએ, મહાભારત અને રામાયણની શુદ્ધ વાચનાએ તૈયાર કરી જેમ બહાર મૂકી છે, તે જ પતિ અને કાર્યો પ્રમાણે, ૪૫ આગમાની શુદ્ધ વાચનાનું ભગીરથ કાર્યં તેમણે સ્વીકાર્યું છે. આવું ભગીરથ કાર્ય તેમણે જ્યાં હાય ત્યાં પૂર્ણ ખ ંત અને ચીવટથી રાતદિવસ કરી, પેાતાનું જીવન આ મહાન પરમ ધાર્મિક કાર્યમાં ચેાજ્યું છે. પ્રભુ તેમને દીર્ઘાયુષ્ય બક્ષી, તેમણે સ્વીકારેલ કાર્ય પરિપૂર્ણ કરાવે, એ જ અંતરની અનન્ય શુભેચ્છા સાથે, તેમને વંદન કરી મારી આ વાક્પુષ્પાંજલિ અર્પણુ કરતાં વિખીશ. પ. પૂ. આ. પ્ર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અને શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) શ્રી, ખીમચંદ્ર ચાંપશી શાહ, ભાવનગર પરમ પૂજ્ય ગુરુદેવ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને દીક્ષાપર્યાંય સાડ વર્ષના પૂરા થતાં તેમને અભિનંદન આપવાના આ શુભ પ્રસંગે તેએશ્રીને અર્ધ્ય આપતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. પ્રાચીન જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ છે. જૈન પૂર્વાચાર્યાં, વિદ્વાના અને સાહિત્યકારોએ ધર્મ, દર્શન, ઈતિહાસ, સાહિત્ય, કળા, જ્યાતિષ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy