SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કથારનકાશ અને તેના કર્તા શ્રી દેવભર { ૧૮૭ ૪. કથારનકાશગ્રંથના પરિચય–પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યરૂપે અતિપ્રાસાદિક સાલ કાર રચનાથી રચાયેલા અને અનુમાન સાડાઅગિયાર હજાર શ્લોકપ્રમાણ છે. બહુ નાની નહિ, બહુ મેાટી પણ નહિ, છતાં સક્ષિપ્ત કહી શકાય તેવી મૌલિક પચાસ કથાઓના સંગ્રહરૂપ આ કૃતિ છે. પ્રસ્તુત ગ્રંથ મુખ્યત્વે પ્રાકૃત ભાષામાં રચાયેલા હેાવા છતાં તેમાં પ્રસંગેાપાત્ત સંસ્કૃત અને અપભ્રંશ ભાષાના ઉપયોગ પણ ગ્રંથકારે કરેલા છે; ખાસ કરી દરેક કથાના ઉપસંહારમાં ઉપદેશ તરીકે જે ચાર શ્લોકા અને પુષ્પિકા આપવામાં આવ્યાં છે એ તેા સ ંસ્કૃત ભાષામાં જ છે. આ ગ્રંથમાં સમ્યકત્વ આદિ તેત્રીસ સામાન્ય ગુણે। અને પાંચ અણુવ્રત આદિ સત્તર વિશેષ ગુણાને લગતી કથાઓના સમાવેશ કરવામાં આવ્યા છે. ધ કથાઓના ગ્રન્થોમાં શૃંગાર આદિ સેાની વિપુલતાને લીધે ધર્મકથાનું ધર્મ કથાપણું ગૌણુ થવાને દોષ જેમ કેટલીક ધર્મકથાઓની રચનામાં આવી જાય છે તેમ આ ગ્રંથમાં ગ્રંથકારે જરા પણ થવા દીધું નથી, એટલુ જ નહિ, પણ પ્રસ્તુત ધર્મકથાગ્રંથમાં શૃંગાર આઢિ જેવા રસને લગભગ અભાવ છતાં આ ધર્મકથાગ્રંથ શ્રૃંગાર રહિત બની ન જાય અથવા એમાંની ધર્મકથાના વાચન કે શ્રવણમાં વક્તા કે શ્રોતાની રસવૃત્તિ લેશ પણ નીરસ અથવા રુક્ષ ન બની જાય એ વિષેની દરેક ચોકસાઈ ગ્રંથકારે રાખી છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકાર જે જે ગુણુ વિષે કથા કહેવી શરૂ કરે છે તેના પ્રારંભમાં, કથાના વર્ણનમાં અને એના ઉપસંહારમાં, તે તે ગુણનુ સ્વરૂપ, તેનું વિવેચન અને તેને લગતા ગુણ-દોષો લાભહાનિનું નિરૂપણ તેમણે અતિ સરસ પદ્ધતિએ કયુ છે. ઉપર જણાવવામાં આવ્યું તેમ આ ગ્રંથમાં તેત્રીસ સામાન્ય ગુણ અને સત્તર વિશેષ ગુણ મળી જે પચાસ ગુણાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ઉપરાંત પ્રસંગોપાત્ત બીા અનેક મહત્ત્વના વિષયા વર્ણવવામાં તેમ જ ચર્ચવામાં આવ્યા છે; જેવા કે—ઉપવનવર્ણન, ઋતુવણૅન, રાત્રિવર્ણન, યુદ્ધવર્ણન, સ્મશાનવર્ણન આદિ વર્ણના; રાજકુલના પરિચયથી થતા લાભેા, સત્પુરુષના માર્ગ, આપઘાતમાં દેષ, દેશદન, પુરુષના પ્રકારા, નહિ કરવા લાયક–કરવા લાયક—છેાડવા લાયક-ધારણ કરવા લાયક-વિશ્વાસ નહિ કરવા લાયક આઠ આઠ બાબતેા, અતિથિસત્કાર આદિ નૈતિક વિષયો; છીંકના વિચાર, રાજલક્ષણા, સામુદ્રિક, મૃત્યુજ્ઞાનનાં ચિહ્નો, અકાલદાદ્ગમકલ્પ, રત્નપરીક્ષા આદિ લેાકમાનસને આકનાર સ્થૂલ વિષયે; દેવગુરુધર્મતત્ત્વનું સ્વરૂપ, ગુરુતત્ત્વવ્યસ્થાપનવાદસ્થલ, અષ્ટ પ્રાતિહાર્યનુ સ્વરૂપ, વેદાપૌષયત્વવાદસ્થલ, ધર્મતત્ત્વપરામર્શી, રત્નત્રયી, જિનપ્રતિમાકારધારી મત્સ્ય અને કમળા, જિનપૂજાનું વિસ્તૃત સ્વરૂપ, સામાન્ય ધર્મોપદેશ, મૂર્ત્તિ પૂજાવિષયક ચર્ચાસ્થલ, હસ્તિતાપસ તથા શૌચવાદમતનું નિરસન, અનંતકાયકંદમૂળના ભક્ષણનું સદોષપણું આદિ ગંભીર ધાર્મિક વિચારા; ઉપધાનવિધિ, ધ્વારાપણવિધિ, મૂર્તિપ્રતિષ્ઠાવિધિ આદિ વિધાને અને તે ઉપરાંત અનેક કથાઓ, તથા સુભાષિતાદિ વિવિધ વિષયા આલેખવામાં આવેલા છે. આ બધી વસ્તુ પ્રસ્તુત ગ્રંથની વિષયાનુક્રમણિકા જોવાથી ધ્યાનમાં આવી શકશે. આ ઉપરથી પ્રસ્તુત ગ્રંથકાર કેટલા સમર્થ અને બહુશ્રુત આચાર્ય હતા અને તેમની કૃતિ કેટલી પાંડિત્યપૂર્ણ અને અગંભીર છે એ પણ સમજી શકાશે. પ્રસ્તુત કથારત્નકાશની ખાસ વિશેષતા એ છે કે, બીજા કથાકાશગ્રંથામાં એકની એક પ્રચલિત કથા સંગ્રહાયેલી હેાય છે, ત્યારે આ કથાસ’ગ્રહમાં એમ નથી; પણ, કઈ કઈ આપવાદિક કથાને બાદ કરીએ તેા, લગભગ બધી જ કથાઓ અપૂર્વ જ છે, જે બીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે. આ બધી ધકથાઓને નાનાં બાળકાની બાળભાષામાં ઉતારવામાં આવે તે એક સારી જેવી બાળકથાની શ્રેણિ તૈયાર થઈ શકે તેમ છે. ગ્રંથકારે વર્ણનશૈલી એવી રાખી છે કે એ રીતે કથાશ્રેણી તૈયાર કરવા ઈચ્છનારને ધણું શેાધવાનું નથી રહેતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy