SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કÆસાહિત્ય અને પંચસ’ગ્રહું | ૧૪૧ રીતે થાય છે તેમ જ એ સયેાગ કચારને અને કયા રૂપમાં છે? કર્મનાં દલિક, તેની વણાએ, તેના બેદા, તથા તે કેવી રીતે બધાય અને ઉદયમાં આવે છે ? ઉદયમાં આવવા પહેલાં તેના ઉપર જીવ દ્વારા શીશી ક્રિયાએ થાય છે ? કર્માંતે આશ્રયીને જીવ દ્વારા થતી વિવિધ ક્રિયાઓ, જેને કરણ કહેવામાં આવે છે, એ શી વસ્તુ છે અને તેના કેટલા પ્રકારો છે? કર્મોના બંધ અને નિરાનાં શાં શાં કારણા અને ઇલાન્તે છે? કર્માંબધ અને તેના ઉદયાદિને પરિણામે આત્માની કઈ કઈ શક્તિ આવૃત તેમ જ વિકસિત થાય છે ? કયા કારણસર કર્માંના બ`ધ દૃઢ અને શિથિલ થાય છે? કર્મના બંધ અને નિર્જરાને લક્ષી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ? કર્માંના બંધ અને નિર્જરાને આધાર શાના ઉપર છે? આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કબ ધાર્દિકના વિષયમાં કેવા ભાગ ભજવે છે ? શુભાશુભ કર્મો અને તેના રસની તીત્ર-મંદતાને પરિણામે આત્મા કેવી કેવી સમ-વિષમ દશાઓને અનુભવ કરે છે? વગેરે સખ્યાતીત પ્રશ્નોને વિચાર અને ઉકેલ કરેલ છે. આ ઉપરાંત અનાદિ કપરિણામને પ્રતાપે આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે, થાય છે અને વિવિધ ક્રિયાએ કયે` જાય છે, એનુ` વાસ્તવિક અને વિશિષ્ટ વર્ણન જૈન તે વર્ણવેલ કવાદમાં જેટલા વિપુલ અને વિશદ રૂપમાં મળી આવશે, એટલા સ્પષ્ટ રૂપમાં ભારતીય ધૃતર દનસાહિત્યમાં કયારેય લભ્ય નથી. ભારતીય અન્ય દર્શન સાહિત્યમાં આત્માની વિકસિત દશાનું વર્ણન વિશદ રૂપમાં મળી આવશે પણ અવિકસિત દશામાં એની શી સ્થિતિ હતી ? કઈ કઈ પરિસ્થિતિએ એણે વટાવી અને તેમાંથી તેને વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયેા, એ વસ્તુનું વર્ણન લગભગ ઘણા જ એછા પ્રમાણમાં મળી આવશે. મહાન આચાર્ય શ્રી સિદ્ધિની ઉપમિતિભવપ્રપ`ચા કથા, મલધારી શ્રી હેમચન્દ્રમૂરની ભવભાવનો, મંત્રી યશ:પાલનું માહરાજ પરાજ્ય નાટક; મહેાપાધ્યાય શ્રી યશેોવિજયજીની વૈરાગ્યકપલતા વગેરે જૈનદર્શનના કર્મવાદને અતિબારીકાઈથી રજૂ કરતી કૃતિએનુ નિર્માણુ અને એ કૃતિએ આજે ભારતીય સાહિત્યમાં અૉડ સ્થાન શેાભાવી રહી છે એ જૈનદર્શનના કવાદને જ આભારી છે. પ્રસગાચિત આટલું જણાવ્યા પછી હવે મૂળ વિષય તરફ આવીએ. મૂળ વિષય પાંચસ'ગ્રહ મહાશાસ્ત્રને ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને અંગે કાંઈ પણ કહેવા પહેલાં પંચસંગ્રહુ શી વસ્તુ છે અને તેને લગતુ' કયુ` કર્યુ. વિશિષ્ટ સાહિત્ય આજે લભ્ય છે ઇત્યાદિ જાણવું–જણાવવું ઐતિ આવશ્યક હાઈ શરૂઆતમાં આપણે એ જ જોઈ એ. પાંચસગ્રહ અને તેને લગતું સાહિત્ય પાંચસંગ્રહ એ કવાદનિષ્ણાત આચાર્ય શ્રી ચંદ્રષિ મહત્તર વિરચિતક સાહિત્યવિષયક પ્રાસાદભૂત મહાન ગ્રંથ છે. એમાં આચાર્યશ્રીએ જણાવ્યા પ્રમાણે શતક આદિ પાંચ ગ્રÀાના સક્ષેપથી સમાવેશ હાઈ અથવા એમાં પાંચ દ્વારાનુ વર્ણન હોઈ એને પાંચસંગ્રહ એ નામથી એળખાવવામાં આવ્યે છે. ગ્રંથકારે મૂળ ગ્રંથમાં પાંચ દ્વારાનાં નામેા આપ્યાં છે, પણ શતક આદિ પાંચ ગ્રંથૈા કયા એ મૂળમાં કે વપજ્ઞ ટીકામાં કયાંય જણાવ્યું નથી. છતાં આચાર્ય શ્રી મલયગિરિએ આ ગ્રંથની ટીકામાં? જણાવ્યું છે તે મુજબ આ ગ્રંથમાં આચાર્યે (1) શતક, (ર) સપ્તતિકા, (૩) કષાયપ્રામૃત, (૪) સત્ક, અને (૫) ક`પ્રકૃતિ આ પાંચ પ્રથાના સંગ્રહ કર્યાં છે. આ પાંચ પ્રથૈ પૈકી સપ્તતિકા અને કર્મ પ્રકૃતિ ૧. “ વજ્જાનાં શતવ.-તતિા-વાયત્રામૃત-સમ-મંઋતિક્ષળાનાં પ્રસ્થાનામ્ ।। पंचसंग्रह गाथा १ टीका ॥ "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy