SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાફ્ટ અહીંયા પણ તે કુટુંબ લગભગ પિણ બસો વર્ષ સુધી સ્થિર રહ્યું. અને પછી સંવત્ ૧૭૦૬ માં મહાશુદિ ૧૦ના દિવસે એના વંશજે વઢવાણ શહેર ગયા. અહીં આ કુટુંબના સેની અભેચંદ નામક પુરુષને બે પત્ની હતી. તેમાં પ્રથમ પત્નીને સાત પુત્ર હતા, તે સાતેય કચ્છમાં ગયા. અભેચંદની બીજી પત્નીને બે પુત્ર હતા. એક સોમચંદ, બીજે હેમચંદ. આ બેમાં મેટા હેમચંદને પરિવાર વઢવાણમાં છે. સેમચંદને રતનશી નામે પુત્ર થયે. રતનશીને જેવંત-જેવંતને અભેરાજ-અને અભેરાજને કડવા નામે પુત્ર થયો. તે કડવા પિતાના પરિવાર સાથે વઢવાણથી નીકળી સંવત્ ૧૭૪પની સાલમાં અમરેલી ગયા, ને ત્યાંથી ૧૭૯૨માં મહુવા આવ્યા. અહીં તેઓ સ્થિર બન્યા. કડવાને ધને અને મને એ નામના બે પુત્રો થયા. તેમાં ધનાને વંશ આ પ્રમાણે છે – ધનાના બે પુત્ર-વજેચંદ ને નાગજી. તેમાં વજેચંદના પુત્ર તારાચંદને ત્રણ પુત્ર થયા. ૧, પદ્મા, ૨, પીતાંબર, ૩, જેઠા. આ ત્રણમાં મેટા પદ્મા મહુવાના પ્રતિષ્ઠિત અને ધનવાન શ્રેષ્ઠિ હવા સાથે શ્રીસંઘમાં આગેવાન પુરુષ હતા. મહુવામાં તેમના નામનો આંકડે (જેમ અત્યારે બેંકમાં પૈસાની લેવડદેવડ માટે ચેક ચાલે છે તે) ચાલતો. મહુવાના દેરાસરઉપાશ્રયાદિ ધર્મસ્થાનકોને વહીવટ તેમના હાથમાં હતો. આજે પણ એ બધાના વહીવટ માટે મહુવામાં તેમના નામની-શેઠ પદ્મા તારા”ની પેઢી ચાલે છે. ધનાના દ્વિતીય પુત્ર નાગજીને કડવા, કડવાને ખીમચંદ, ખીમચંદને દેવચંદ નામે અનુકમે પુત્રો થયા. અને દેવચંદભાઈને લક્ષ્મીચંદ નામક પુત્ર–રન થયા. એ લહમીચંદભાઈ એટલે આપણું ચરિત્ર-નાયકના બડભાગી ને સ્વનામધન્ય પિતાજી. સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવા સતરા કુટુંબના તેઓ નબીરા હતા. ખૂબજ ધર્મનિષ્ઠ ને સંતોષી. સેવા-પૂજા-સામાયિકાદિ ધર્મકૃત્યે તે તેમના નિત્યનિયમમાં જ હતા. ધાર્મિક અભ્યાસ ઘણે કરે. દ્રવ્યાનુયોગના તે તેઓ ભારે રસિયા હતા. આધ્યાત્મિક વિચારો પણ તેમના ઘણા ઉંચા ને ઉંડા. શ્રી આનંદઘનજી મ. અને શ્રી દેવચંદ્રજી મ. ના અધ્યાત્મમય પદો તથા સ્તવમાં તેમને બહુ રસ. એટલે એ બધાં સ્તવને કંઠસ્થ કરવા સાથે તેને ગૂઢ અર્થ પણ તેઓ ખૂબ સમજપૂર્વક વિચારતા. એમના કંઠેમાં સાકર શી મીઠાશ ભરેલી, એમાં પાછી સોરઠી લઢણ, એટલે એમના મુખેથી એકવાર સ્તવન સાંભળ્યું કે બસ ! પછી તે એને મીઠે નાદ સાંભળનારના કાનમાં ગુ જ્યા જ કરે. એમનું વ્યાવહારિક જીવન પણ બહુ સાદાઈ ભર્યું હતું. દેમ દેમ સાહ્યબીમાં મ્હાલવામાં તેઓ માનતા નહિ પણ જેટલું સાદું-સંતોષી ને સરલ જીવન જીવાય એમાં જ તેઓ સાચું સુખ માનતા. તેમનાં ધર્મપત્નીનું નામ હતું- શ્રી દીવાળી બેન. દિવાળી એટલે–દીવાની આવલિ-માળા. શ્રી દીવાળીબેન પણ ખરેખર શીલ-સાદાઈ–ઋજુતા ને મૃદુતા જેવા અનેક ગુણ-દીવડાની માળાથી દીપી રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy