SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વહીવંચાની વહી– અભણુ છતાંય યુરોપ અને એશિયાભરમાં હાથચાલાકીના હેરતભર્યા પ્રયાગા કરી જાદુ. વિદ્યાના ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને કીતિ હાંસલ કરનાર જૈન જાદુગર શ્રી નથ્થુમ છા, વિદ્વાન્ જૈનાચાર્ય શ્રી વિજય ધર્મોંસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા), કવિ પ્રેમશંકર, શેઠ મનજી નથુભાઇ, શેઠ વલ્લભ ાપટ, નગરશેઠ હિરદાસ મેાનજીભાઇ આ બધાં એ સૂર્યમંડળના ચમકતા તારલા હતા. આજે પણ એ તારલા ઇતિહાસના નèા–મડળમાં દિવ્ય પ્રકાશ રેલી રહ્યા છે. આવી અણુમેાલ રત્નાની ભૂમિ છે, મધુમતી નગરી. અને એની ધરતીની પવિત્રતાને તા કેાઈ પાર જ નથી. સાક્ષાત્ જીવિતસ્વામી-શ્રી વીર પરમાત્માના વડીલ ખંધુ શ્રી નન્તિવર્ધન રાજાએ નિર્માણ કરાવેલી શ્રી મહાવીર પ્રભુની અલૌકિક અને ભવ્ય મૂર્તિ આ નગરીના મધ્યભાગમાં આવેલા ગગનાનુ ંગ-શિખરબંધી જિનાલયમાં ઘણા કાળથી બિરાજમાન છે. એથી આ નગરી જાણે પવિત્રતાની મૂર્તિ જ લાગે છે. આ સિવાય શ્રી જાવડશા શેઠ તક્ષશિલા નગરીથી પાંચ મનેાહર બિબો લાવેલા, તેમાં એક બિંબ શ્રી મહાલક્ષ્મી દેવીનું પણ હતું. તે પણ (લેાકેાતિ મુજબ) આ નગરીમાં જ બિરાજમાન છે, અને લેાકેામાં જાણે ધર્મ અને ધનની લક્ષ્મીનું સુભગ મિશ્રણ કરી રહી છે. વહીવંચાની વહી— - 3 [૨] વહીવંચાની વડી ખેલે છે કે— મહાપ્રભાવશાલી આચાર્ય મહારાજ શ્રી સ્વયપ્રભસૂરીશ્વરજી મહારાજ- કે જેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય ગણાતા, અને શ્રી કેશીગણધર મહારાજના શિષ્ય હતા— તેમના ઉપદેશથી સંવત્ ૨૦૯માં ગોહિલવ’શના મિથ્યાત્વી રાજા સેામલસેન પ્રતિબેાધ પામ્યા, ને એ સમ્યગ્ દૃષ્ટિ-અને જૈનધર્મને પરમ ઉપાસક બન્યા. આ ગોહિલવંશી રાજા માઢરસ ગાત્રની નરેલી શાખાના હતા. તેની કુલદેવી શ્રી વીરાહી– ભવાની હતી. પરંપરાએ તેને પિરવાર ભિન્નમાલ નગરમાં ગયા. ત્યાં તે પરિવાર વડપીપલગચ્છના જૈન પરિવાર તરીકે હતા. Jain Education International આ પરિવારની વંશ--પરંપરાનું એક કુટુંબ સવતા ૪૦૦માં ચૈત્ર શુદિ છના દિવસે પાટણ થઇને કેારડા (રાધનપુર પાસે) આવ્યું. અહીંયા તે કુટુ અ સેંકડો વર્ષ સુધી સ્થાયી બની રહ્યું. ત્યારપછી સંવત્ ૧૫૨૫માં જે શુદ્ધિ ૧૩ના દિવસે એ કુટુબના વશો કાઢ ગામે આવ્યા. ત્યાં એ કુટુંબના વડીલ પુરુષ ત્યાંના રાજદરબારમાં કારભારી તરીકે નીમાયા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy