SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ મહુવા પહોંચી ગયેલ. આ મુજબ ભાવનગરથી પણ ટ્રોલી દ્વારા ૩૦ ભાઈઓ, કુંડલાથી ૩૦ ભાઈઓને એક ખટારો, ત્રાપજ, તલાજા અને દાઠાથી વીસ-વીસ ભાઈઓને એક ખટારે, ખુંટવડાથી વીસેક ભાઈઓ, જેસર અને ઠળીયાથી કેટલાક ભાઈઓ, વઢવાણ અને બેટાદથી ટ્રેન મારફત ૨૦ થી ૨૫ ભાઈએ વગેરે મળી બહારગામથી કુલ ૨૫૦ થી ૩૦૦ માણસ સ્મશાન યાત્રામાં જોડાવાની ભાવનાએ મહુવા દોડેલ, પણ તે દરેક મોડા પડવાના ચગે છે લા લાભથી પણ વંચિત રહેવા બદલ ગમગીન બનેલ. પૂજ્યશ્રીના કાલધર્મથી શકાતુર બનેલા મહુવાના ખાટકીઓએ પણ સામેથી આવીને તે દિવસે સાઈબાના બંધ રાખવાની મુરાદ બતાવેલ અને બંધ રાખેલ. પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા કા. શુ. ૧ ની સવારે ૯-૩૫ મિનિટે નીકળેલ. સ્મશાનયાત્રામાં આખાયે શહેરની હિંદુ-મુસ્લીમ વગેરે બધી જ પ્રજાએ સખત હડતાળ પાળીને હજારોની સંખ્યામાં ભાગ લીધેલ. સુંદરતર પાલખીમાં પધરાવેલ પૂ. આચાર્ય દેવેશ શ્રીના મૃતદેહને નીરખી નીરખીને રસ્તામાં મુસલમાનો પણ રડી પડેલ. પાલખી પાછળ જૈનોએ તો છૂટથી નાણું–લાડુ વગેરે ઉછાળેલ. પરંતુ અન્ય વર્ણોએ પણ કેળાં વગેરે ફુટ ઉછાળેલ. અગાઉથી નિયત કર્યા મુજબ બાલાશ્રમના મકાનની જોડેની જુની મહાજનની જગ્યા એ પાલખી ફરીને બાર વાગે આવેલ. અને ત્રીસ મણ એકઠી થયેલ સુખડથી પૂજ્યશ્રીના પુણ્યદેહને ૧૨ ને ચાલીસે તે જગ્યામાં અગ્નિસંસ્કાર થયેલ. પૂજ્યશ્રીના પુય દેહને ખાંધે લેવાને અને અગ્નિસંસ્કાર કરવાનો હક્ક શ્રીસંઘે ઉદારતાથી પૂજ્યશ્રીના સંસારી બંધુ વગડા બાલચંદભાઈના સુપુત્રો આદિ કુટુંબીજનેને જ આ હતો. અગ્નિસંસ્કાર થતાં જનતા ચોધાર આંસુએ રડેલ. આ પ્રસંગે જીવદયાની ટીપ પણ સારી થએલ. કંડલા સંઘે જ રૂ. ૨૦૦) ભરાવેલ. પ્રથમ દિવસે આખાયે શહેરમાં અને બીજા દિવસે સમસ્ત જૈનેએ સખત હડતાલ પાડેલ. તલાજા, દાઠા, ઠળીયા પણ હડતાલ રહેલ. પૂ. આચાર્ય દેવેશશ્રીના પુણ્યદેહ. પરથી કેઈને એક કપડું તો નહિ, પણ કપડાનો ટુકડો પણ નહિ લેવા દેવાને સખત બંદોબસ્ત હોઈને ચેમાં તે પુણ્યદેહને પાલખી સહિત અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. સાંજના સાત બજે તે પુણ્યદેહ સર્વતઃ ખાખ થઈ જવા પામી સમાજની આંખેથી સદાને માટે નષ્ટ થયે. અનેક ગામેએ તે બદલ શોકસભાઓ ભરી અને દીલગીરીના તાર કર્યા. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્યદેવ વિજયનેદનસૂરીશ્વરજી મ. ને આ તારક ગુરૂદેવના હૃદયફાટ વિરહદુઃખથી મુખાકૃતિ પર લી શેકછાયાનું યત્કિંચિત્ પણ સ્વરૂપ કલમમાં ઉતારવા અશક્ત છીએ. તેઓશ્રીની નિશ્રામાં શ્રી ચતુર્વિધ સંઘે કરેલ દેવવંદન વખતે પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજાએ જે ગદુગત્ સ્વરે શાંતિ કહેલ તે ઉપરથી એ વિરહ-દુઃખ અકય હતું, એમ સકળ સંઘને જણાઈ પ્રસરેલી શોક છાય આવતું હતું. પાલિતાણા ખાતે મોતી કડીયાની મેડીમાં પૂ. મુનિ શ્રીમંગળવિજ્યજી મહારાજ, પૂ. સુનિ શ્રી અમરવિજયજી મહારાજ, તથા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજ આદિ સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy