SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૧]. પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય એ જ ખરી સલ્કિયા છે, તેને દેશાતીત અને કાલાતીત ગણવી જોઈએ. તેને કોઈ દેશ કે કઈ કાળ બાધક નથી; કદાચ દેશ-કાળ સાધક થાય તે થાય; પણ પારમાર્થિક સન્ક્રિયા હોય તો દેશ-કાળ બાધક તો બની શકતા જ નથી એ નક્કી વાત છે. આ સત્ય તેઓના સંયમજીવનમાં સાકાર થયેલું જોવા મળતું હતું અને એ એમની જીવનસ્પશ બહુશ્રુતતાની કીર્તિગાથા બની રહે એવું હતું. “તમને અંજલિ ઈએ આજ” રચયિતા– શ્રી પ્રવીણુ વી. દેસાઈ, બોટાદ. . (તજ :દેખ તેરે સંસારકી હાલત) ચંદન જેવું જીવન તમારું, નંદનસૂરિ ગુરુરાજ, તમને અંજલિ દઈએ આજ. વંદન કરીએ ભાવ ધરીને, શાસનના શિરતાજ ! તમેને અંજલિ દઈએ આજ. જન્મ ધર્યો બોટાદ નગરમાં, દીક્ષા લીધી નાની ઉમરમાં; મુક્તિમંજિલ રાખી નજરમાં, દોટ મૂકી સંયમની સફરમાં; જ્ઞાન મેળવ્યું ગુરુ કનેથી ભવ તરવાને કાજ, તમને અંજલિ દઈ એ આજ. સાધનાનાં સોપાન વટાવ્યાં, સાધુજીવનના શિખરે આવ્યા; ઊંચાં સ્થાન તમે શોભાવ્યાં, રત્ન સમાં કિરણે ફેલાવ્યાં; ઝળહળ ઝળહળ જાતિ જેવા જેન જગતના તાજ, તમેને અંજલિ દઈ એ આજ, વિદ્યા એવી કરી ઉપાર્જન, તિષની દુનિયાના રાજન; શિલ્પશાસ્ત્રમાં બન્યા મહાજન, નિષ્ણાતેના પ્રેમનું ભાન; વિદ્વાનેના હૈયા ઉપર તમે જમાવ્યું રાજ, તમોને અંજલિ દઈએ આજ. આંટીઘૂંટી ઘણું ઉકેલી, શાસનની વિકસાવી વેલી; સંપ અને સમજણની હેલી, સમાજમાં આપે સરજેલી; બજો તમારે લીધે જગતમાં ઊજળ જૈન સમાજ, તમને અંજલિ દઈએ આજ, તમે વતનનું નામ દીપાવ્યું, ગૌરવવંતું સ્થાન અપાવ્યું ભારતભરમાં ખ્યાત બનાવ્યું, દુનિયામાં સઘળે ચમકાવ્યું; નહીં ભૂલીએ તમે કર્યું જે કાર્ય અમારે કાજ, તમેને અંજલિ દઈએ આજ, આપતણ જે કામ અધૂરાં, અમે કરીશુ એને પૂરા; ધર્મકાર્યમાં થઈશું શૂરા, કર્મશિલાના કરશું ચૂરા; દેવલોકથી સદાય દેજો અમને આશીર્વાદ, તમને વંદન કરીએ આજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy