SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુવાદ સભાઓ તથા કરાવે [૨૩] મોરબી શ્રા જૈન સંઘની ગુણાનુવાદ સભા પરમપૂજ્યપાદ, શાસનસમ્રાટ, સૂરિચકવત, તપાગચ્છાધિપતિ, અખંડબ્રહ્મતેજે મૂર્તિ, સ્વ. ભટ્ટારકાચાર્ય મહારાજાધિરાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સા. ના પટ્ટાલંકાર સિદ્ધાંતવાચસ્પતિ, ન્યાયવિશારદ, જ્યોતિષ-શિ૯પરત્નાકર, ગીતાર્થચૂડામણિ, સ્વ. પ. પૂ. આચાર્યદેવ વિદયસૂરીશ્વરજી મ.સા.ના પ્રધાન પટ્ટધર પ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. શ્રી ધંધુકા પાસે આવેલ તગડી મુકામે, અમદાવાદથી પાલીતાણામાં દાદાની ટૂંકમાં થનારી પ્રતિષ્ઠા માટે જતાં, વિહારમાં, વિ. સં. ૨૦૩ર ના માગશર વદ ૧૪ બુધવાર, તા. ૩૧-૧૨-૭૫ દિને, સાંજના ૫-૨૫ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. - તેઓશ્રીના ગુણાનુવાદની આ સભાનું આયોજન મોરબી શ્રીસંઘની વિજ્ઞપ્તિથી, જિંદગીમાં પ્રથમ વાર જ પધારેલા વ્યાકરણવાચસ્પતિ, કવિરત્ન, શાસ્ત્રવિશારદ, સાધિક સાત લાખ શ્લેક પ્રમાણુ સંસ્કૃત સાહિત્યસર્જક, સાહિત્યસમ્રાટ પ. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. સા.ના પ્રધાન પટ્ટધર વ્યાકરણરત્ન, શાસ્ત્રવિશારદ, કવિદિવાકર, દેશાનાદક્ષ, પ. પૂ. આ. શ્રી. વિજયદક્ષસૂરીશ્વરજી મ. શ્રીની શુભ પ્રેરણાથી કરવામાં આવેલ છે. માટે તેઓશ્રીની શુભ નિશ્રામાં તપાગચ્છીય મોરબી સંઘ સર્વાનુમતે ઠરાવ પાસ કરે છે કે – ઠરાવ સ્વગત પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયનંદસૂરીશ્વરજી મ.સા. ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંત માર્તડ, કવિરત્ન, શાસ્ત્રવિશારદની પદવીઓથી વિભૂષિત પણ હતા. તેઓશ્રીને કર્મવિષયક બોધ તલસ્પર્શી હતો. તિષ ને શિલ્પશાસ્ત્રના મહાજ્ઞાની હતા. સત્યના ઉપાસક, મક્કમ ને અડગ વિચારધારાના ધારક, નીડર વક્તા હતા. દાદાગુરુદેવ પ્રત્યેની અટલ શ્રદ્ધાપૂર્વકની સેવા-ભક્તિના કરનાર મહામના મહાત્મા હતા. બીજાઓને માટે ધૂપસળી જેવા પરોપકારની અપ્રતિમ પ્રતિમાં સમા હતા. તેઓશ્રીના જવાથી ભારતભરના સંઘને એક મંગલમુહૂર્તોના દાતા, ભેદભાવ વિનાના મહાન જ્યોતિર્ધર આચાર્યદેવની અપૂરણીય મહા ખોટ પડી છે. જૈન શાસનમાં તેઓ એક પ્રભાવશાળી સૂરિદેવ હતા. નિખાલસતા ને દરદર્શિતા તથા સમયસૂચકતા ને પરગજુતાદિ અનેક ગુણોના નિધાન હતા. જિંદગીની અંતિમ ઘડી સુધી મંગલ મુહૂર્તાદિ વિતરણ દ્વારા શાસનની મહાસેવા તેઓશ્રીએ બજાવી છે. અમારે શ્રીસંઘ આવા મહાન પરમ ઉપકારી સૂરિદેવનો જવાથી આઘાતની ઊંડી લાગણી વ્યક્ત કરે છે. સાથે સાથે તેઓશ્રીના દર વર્ષના દીર્ઘકાલીન પવિત્ર ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy