SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૮ ] આ. વિ.નઃનસૂરિ-સ્મારક્ત્ર થ વિતંડાવાદી, તાફાની માનસનેા જનતાને પરિચય કરાવી આપ્યા. શિષ્ટ સમાજને પ્રતીતિ થઈ કે આ લાકાનુ તાફાન માત્ર વ્યક્તિદ્વેષપ્રેરિત જ છે. લોકોને, શ્રીસ*ઘને શ્રી વિજયનંદનસૂરિજીની દૃઢ-અડગ નિર્ણય શક્તિની અને વિશ્વાસપ્રેરક સફળ નેતૃત્વશક્તિની પણ આ ઉજવણી-વર્ષમાં વિશેષ પ્રતીતિ થઈ. ૪૪ જીવન-ભવ્યતાનું અભિવાદન “मैं अहमदावाद आया था तब आचार्य श्रीके दर्शन मेरी बहुत बडी उपलब्धि थी । मैं आचार्य श्रीसे बहुत प्रभावित हुआ। मुझे विश्वास है कि एसे उदार और सरलस्वभावी महापुरुष ही शासनका हित कर सकते हैं । " જાણીતા કાર્યકર શ્રી રિષભદાસજી રાંકાએ અપેલી આ અજલિમાં શ્રી વિજયનંદનસૂરિજીના જીવનની ભવ્યતાની ઝાંખી થાય છે. એ ભવ્યતાના આવાં જ ઉદ્દાત્ત દન એમણે પં. શ્રી બેચરદાસજી દોશી જેવા ખ્યાતનામ વિદ્વાનાના અને અસંખ્ય લોકોના અંતરની મમતાથી ભરેલા પ્રેમ જીતીને કરાવ્યાં. એમના પ્રત્યેની જનસાધારણની મમતાને મૂર્તરૂપ આપતાં અમદાવાદના ‘સેવા’ માસિકના તંત્રી શ્રી કૃષ્ણવદન જોષીએ લખ્યું હતુ.— “ સમાજમાં વ્યક્તિની ઉંમરનું નહિ, પણ લાયકાત અને ગુણવત્તાનુ' મહત્ત્વ વિશેષ છે. નાના બાળકથી માંડીને મેટેરાં સુધીની દરેક વ્યક્તિએ સાથે નિર્વ્યાજ વત્સલભાવ દર્શાવતાં જૈન આચાર્ય શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજને અમે ‘સેવા' માસિકના આ અંક અર્પણ કરીએ છીએ. આજે તેઓની ઉંમર ૭૦ વર્ષની છે. સેાળ વર્ષની બાળવયે દીક્ષા લઈ ને તેઓએ પેાતાનુ જીવન ધન્ય અનાવ્યુ છે, અનેકાનાં જીવન સન્માગે વાળ્યાં છે. ભગવાન તેમને ધર્મની વધુ ને વધુ રક્ષા કરવાની શક્તિ આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને એમના ધન્ય જીવનને બિરદાવીએ છીએ. ” આ ભવ્યતાના મૂળમાં દેવ-ગુરુ-ધર્મ અને સઘ-શાસન પ્રત્યેની અનન્ય નિષ્ઠા, સ્વીકારેલા કર્તવ્યધર્મ નુ અપ્રમત્તભાવે અણીશુદ્ધ પરિપાલન, ઉદાર છતાં ઔચિત્યસભર અને નિખાલસ વ્યવહાર, વાત્સલ્યપૂર્ણ સ્વભાવ, સર્વાંના ભદ્ર-કલ્યાણની વિશુદ્ધ ભાવના— આ અને આવાં અનેક તત્ત્વા ઊડી જડ નાંખીને પડયાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy