SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૬૯]. ૨૬ સિદ્ધાન્તનિષ્ઠા સૂરિસમ્રાટની પ્રબળ ઈચ્છા હતી કે, મારે પિતાને મુંબઈ ન જવું, અને મારે સાધુ પણ મુંબઈ ન જાય. શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઈચ્છાને એક સિદ્ધાન્તની જેમ આજીવન પાળી હતી. મુંબઈ પધારવા માટે અનેક વાર વિનતિઓ થઈ, ઘણું ઘણું આગ્રહ થયા, પણ તેઓ અચલ રહ્યા. સં. ૨૦૨૬માં કલકત્તાવાળા શેઠ સવાઈલાલ કેશવલાલે વિનતિ કરી: આપ મુંબઈ પધારે, ને ઘાટકોપરની પ્રતિષ્ઠા આપને હાથે કરે. આપની ભાવના છે કે કદમ્બગિરિ તીર્થમાં બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાં. હું ત્યાં કદમ્બગિરિ માટે દસ લાખ રૂપિયા એકઠા કરીશ. અને આપની ઈચ્છાનુસાર તમામ કાર્યો પૂરાં કરાવીશું, પણ આપે મુંબઈ પધારો.” મુંબઈ જવામાં ઘાટકોપરની પ્રતિષ્ઠા ઉપરાંત બીજા અનેક મહાન કાર્યો કરવાને અવસર મળે એમ હતો, પણ, આચાર્ય મહારાજે સ્પષ્ટ ના ભણી દીધી. જ્યારે વિનતિ થતી હતી, ત્યારે કેટલાકને થઈ આવેલું કે આના જેવા વિનતિ અને કાર્ય કરનાર નહિ મળે. પણ આચાર્ય મહારાજે ના પાડી ત્યારે લાગ્યું કે એમના જેવા ના પાડનાર પણ કઈ નહિ મળે. આ વખતે એમણે સૂરિસમ્રાટની એક વાત કહીઃ “મોટા મહારાજ કહેતા હતા કે, એકવાર આત્મારામજી મહારાજે બૂટેરાયજી મહારાજ આગળ ઈચ્છા વ્યક્ત કરી કે ‘મ વશ્વ ના ફુછી રાવ હૈ—ત્યારે બૂટેરાયજી મહારાજે કહ્યું કે “નિરો સંયમના વા દ વદ વર્ષ ના ” આ વચન સાંભળીને તરત જ. આત્મારામજી મહારાજે મુંબઈને વિચાર માંડી વાળે.” આટલું કહીને એમણે ઉમેર્યું: “મોટા મહારાજ પોતે પણ કહેતા કે આપણે શુદ્ધ સંયમ પાળવો હોય તો મુંબઈ નહિ જવું જોઈએ. કેમ કે ત્યાં ગયા પછી એ છેવત્તે અંશે પણ શિથિલતા આવ્યા વિના ન જ રહે. અને આપણે આપણી જિંદગીમાં માંસ વગેરે અપવિત્ર અભક્ષ્ય પદાર્થો કદી પણ જોયા નથી. જે મુંબઈ તરફ જઈએ, તે એ નજરે પડ્યા વિના રહે જ નહિ, માટે મુંબઈ ન જવું.” સુરિસમ્રાટને બીજો નિયમ હતોઃ “આદ્રા નક્ષત્ર બેસે પછી વિહાર ન કરે.” આનું પાલન પણ આચાર્ય મહારાજે બરાબર કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy