SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપરપરાનું અખંડ પ્રતિનિધિત્વ વેતાંબર ફિરક આચાર, ઉપાસના અને શાસ્ત્રોની દષ્ટિએ બીજા બે ફિરકાઓ કરતાં વીરપરંપરાની વધારે નજીક છે એ વાતથી અગર વિજયાનંદ સૂરીશ્વરે સ્વીકારેલ વેતાંબરીય પરંપરાના ચડતાપણાના ખ્યાલથી જે કઈ સાંપ્રદાયિક વેતાંબર ગૃહસ્થ કે સાધુ કુલાઈ સહેજ પણ બીજા ફિરકાઓ તરફ તુછત્વ કે અવગણના પોષતી અભિમાનવૃત્તિ સેવશે તે તે સત્ય ચૂકશે, કારણ કે વેતાંબર માનસ, અપેક્ષાકૃત ગમે તેટલું ઉદાર રહ્યું હોય છતાં એની વિદ્યોપાસના પણ આજકાલની દષ્ટિએ બહુ જ એકદેશીય અને અસંતુષ્ટ છે; એ નથી તો ઉદાર અને વ્યાપકભાવે સમગ્ર બ્રાહ્મણ પરંપરા અવગાહતું, કે નથી સમગ્ર ૌદ્ધ પરંપરા અવગાહતું. વેતાંબર પરંપરાના ભૂતકાલીન ઈતિહાસ અને વર્તમાન જવાબદારીને વિચાર કરું છું ત્યારે તેના જેવી અને અલ્પસંતુષ્ટ માનસને પણ કાંઈક કહેવાનું મન થઈ જાય છે. હું અત્યારના ધુરિ ગણાતા વેતાંબર સમગ્ર આચાર્યો અને વિદ્વાનને નમ્રભાવે એટલું જ અંતમાં કહેવા ઈચ્છું છું કે શ્રીમાન આત્મારામજીએ પ્રારંભેલી અને અધૂરી મૂકેલી વિદ્યોપાસનાને વર્તમાન વિશેષ કીમતી સાધને અને સુલભ સગવડોદ્વારા લંબાવી અત્યારના ઉન્નતતર ધોરણને બંધ બેસે એવી રીતે વિકસાવે. અમારા પ્રમાણમાં ધર્મના વિશાળ વિષયના અભ્યાસમાં મને એવું સમજાયું છે કે આપણે ધર્મના શુદ્ધ રૂપને ભૂલી અશુદ્ધ અંશને વળગી પરસ્પર વિગ્રહ અને કલેશ કરીએ છીએ. ધર્મભાવના આપણી સાચી “ સૂઝ 'વાળી હોય તે આપણું ધર્મના બાહ્ય આચાર ગમે તેટલા દેશકાળ અને નિમિત્તોને લઈ જુદા હોય તે પણ આંતર વિચારવડે પરસ્પરના ધર્મની ભાવનાની કદર કરી શકીએ એટલું જ નહિ પણ અપધર્મમાં તણાતાં આપણે બચી શકીએ. –નર્મદાશંકર દે. મહેતા ઋવેદના સમયથી આજસુધીના હિન્દુધર્મના ઇતિહાસમાં સંતોની પરંપરા અવિચ્છિન્ન ચાલી આવે છે-જે ધર્મસંસ્થાની દિવાલમાં બારીનું કામ સારે છે : એ બારીઓ ઘરની હવા સ્વચ્છ રાખે છે તથા પ્રકાશ દાખલ કરે છે. દિવાલ અને છાપરા વિના વરસાદ અને વાવાઝોડાથી હેરાન થઈએ, અને બારીઓ વિના ઘરની હવા ગંધાઈ જાય. તે માટે ધાર્મિક જીવનમાં સંસ્થા અને આત્મબળ ઉભયને સ્થાન છે. –આચાર્ય આનન્દશંકર * ૧૬૮ [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy