SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમચરિય પઉમરિયના રચનાકાલ વિષે પાશ્ચાત્ય અને પૌર્વાત્ય પંડિતોના વિચારો પ્રથમ રજુ કરી તેની સંપૂર્ણ પરીક્ષા કરી લેખક પિતાનું નમ્ર મંતવ્ય રજુ કરશે. પ્રથમ કક્ષામાં ડં. લેયમેન, ડૅ. વીન્ટરનર્ણ, પંડિત હરગોવિંદદાસ વિગેરે આવે છે. . લયમેને વિમલસૂરિએ આપેલી ૫૩૦ની સાલ માન્ય રાખી છે. તેમણે તે બાબત જરાપણુ ઊહાપોહ કરવાનું અનુચિત ધાર્યું છે. તેવી જ રીતે વીન્દ્રનીઝને પણ મત એ છે કે “ ઈ. સ. પછી પહેલા સૈકાના ઉત્તરાર્ધ જેટલા પ્રાચીનકાલમાં જૈન મુનિ વિમલસૂરિએ : રામકથા પ્રાકૃતમાં લખી પઉમચરિય લખ્યું, કે જેથી કરીને લોકોને જેનોના ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે ઠીક માહિતી મળે. ખરેખર વિમલસૂરિને આશય એ જ હોવો જોઈએ કે અન્ય ધર્મના અનુયાયીઓ જાણી શકે કે વાલ્મીકિ રામાયણની કથાની જેડ જૈનોના ઉમરિયમાં પણ છે જ ! ૫9મચરિયના અંતભાગમાં કાવ્ય રચનાની સાલ પ૩૦ (વીરનિર્વાણ પછી ) છે એટલે ઈ. સ. પછી દરની નજીકમાં. લેયમેન સાહેબને પણ આ સાલ માન્ય છે. ગુણાઢ, હેમચંદ્ર, વિગેરે લેખકોએ પઉમચરિયને ઠીક ઉપયોગ કર્યો છે. ” (જુઓ તેમનો જર્મન ભાષામાં લખેલે ભારતીય સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧ અને અંગ્રેજી ભાષાંતર. પૃ. ૫૧૩– ૧૪) ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત હરગોવિંદદાસનો મત એ છે કે પઉમરિય વિક્રમની પહેલી સદીમાં જ રચાયું છે.(જુઓ તેમનો પ્રાકૃત શબ્દમહાર્ણવ, ભાગ ૪) દ્વિતીય કક્ષામાં ડો. હર્મન યાકોબી, ડે. કીથ, સ્વ. ડૅ. વુલનર, મુનિ જિનવિજયજી વિગેરે આવે છે. ર્ડો. હર્મન યાકોબીએ તેમના એક લેખમાં લખ્યું છે કે “ જૂનામાં જૂનું પ્રાકૃત કાવ્ય-(કદાચ ઈ. સ. પછી ત્રીજા સૈકામાં લખાયેલું ) પઉમરિય એ રામાયણનું જેન રૂપાંતર છે.” ( જુઓ એન્સાયકલોપીડીઆ ઓફ રીલીજીઅન એન્ડ એથીકસ ભાગ. ૭. પૃ. ૪૩૭) વળી બીજી જગ્યાએ તેમણે લખ્યું છે કે “ પઉમરિયમાં એક લગ્ન આવે છે તેમાં ગ્રહોનાં નામો માટે ગ્રીક પારિભાષિક શબ્દ છે. એ લગ્નવાળા શ્લોક પ્રક્ષિપ્ત ન હોય તે પઉમચરિયનો રચનાકાલ ઈ. સ. પછી ત્રીજા સૈકામાં કે ત્યાર પછી પણ હોવો જોઈએ.” (જુઓ મેડન રીવ્યુની સને ૧૯૧૪ની ફાઈલ માહે ડીસેમ્બર). ડે. કીથ ઉપર્યુક્ત મંતવ્યને ઘણો જ મજબૂત ટેકે તેમના રચેલા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપે છે. તેઓ લખે છે કે “પ્રાકૃતને વધારે લોકપ્રિય બનાવવા પ્રયત્ન નવીન હતો નહિ. જૈન મહારાષ્ટ્રી ભાષામાં લખાયેલા જૂનામાં જૂના મહાકાવ્ય પઉમરિયમાં (કે જે વિમલસૂરિએ કદાચ ઈ. સ. ૩૦૦ વર્ષ પહેલાં રચ્યું નહિ હોય છે, આપણને વ્યાકરણશાસ્ત્રીઓએ નામ આપેલા દેશી શબ્દો છટથી વપરયા હોય તેમ જણાય છે.” વળી બીજે ઠેકાણે તેઓ લખે છે કે “ વિમલસૂરિનું ૫ઉમચરિય કે જે મહારાષ્ટ્રી (2) ભાષામાં જૂનામાં જૂનું મહાકાવ્ય છે તે ઈ. સ. પછી ૩૦૦ વર્ષ પહેલાં રચાયું નથી અને કદાચ ત્યારપછી પણ રચાયું હોય.” (જુઓ તેમને સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ પૃ. ૩૪, ૫૯ ). આ બાબતમાં જિજ્ઞાસુઓને ડે. યાકોબીનું જર્મન પુસ્તક “આઉસ્માબ એરસેલુગેન ઇન મહારાષ્ટ્રી, ૫. ૪૦. જેવા ભલામણ છે. - ત્રીજા એક પાશ્ચાત્ય પંડિત કે જે ઉપર્યુક્ત મતને ટેકે આપે છે તે સ્વ. . એ. સી. વુલનર સાહેબે લખ્યું છે કે “પઉમરિય ઈ. સ. પછી ત્રીજા સૈકામાં કે ત્યારપછીના અરસામાં લખાયું હોવું જોઈએ.” (જુઓ તેમનું પુસ્તક ઇન્ટ્રોડકશન ટુ પ્રાકૃત). આ ત્રણે ય વિદ્વાનોને સાથ આપનાર મુનિ જિનવિજયજી છે. આ લેખકને એકદા તેમની સાથે આ વિષય ઉપર ચર્ચા થએલી. તેમણે કહ્યું કે * ૧૧૬ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy