SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય “નાગેન્દ્રવંશદિનકર રાદૂરિના પ્રશિષ્ય મહાત્મા પૂર્વધર વિમલસૂરિએ આ રચ્યું છે. ” આ ઉપરથી મહાકવિ વિમલસૂરિના વિદ્યાવંશ વિષે આપણે જે કંઈ થોડું જાણીએ છીએ તે એ જ કે રાદૂસૂરિને વિજય નામના એક શિષ્ય હતા. તે વિજયસૂરિને વિમલ નામના શિષ્ય હતા. વળી વિજયસૂરિ ઉપર્યુક્ત આધારે નાગેન્દ્રવંશના હતા. વિમલસૂરિએ “ નાગેન્દ્રકુલવંશનન્દન ” એવું વિજયસૂરિ માટે વિશેષણ લખ્યું છે. વિમલસૂરિ પોતે પણ નાગેન્દ્રકુલભૂષણ હતા, તેવું પ્રશસ્તિમાંથી જણાય છે. આ ઉપરથી એટલું તો ચોક્કસ જણાય છે કે ગુરુ અને શિષ્ય બન્ને એક જ કુળના હતા. વિજયસૂરિ વિષે આપણા પ્રાચીન જૈન સાહિત્યમાં તપાસ કરીએ તો માલુમ પડે છે કે વિજય નામના ઘણે આચાર્યો થઈ ગયા છે. દા. ત. પદ્મસુંદરના રાયમલ્લાન્યુદયમાં પણ એક વિજય નામના આચાર્ય વિષે ઉલ્લેખ છે. ( જાઓ છે. પીટર્સનનો ૩ જે રિપોર્ટ ) એટલે તે નિષ્કર્ષ નિઃશંક છે જ કે વિજય નામના એક પ્રખ્યાત આચાર્ય ઘણા પ્રાચીન કાળમાં થઈ ગયા કે જેની જીવનજયોતિની ઝાંખી દૂરતિક્રમ કાળની અનિવાર્ય અસરને અંગે દેદીપ્યમાન પણ મેઘાછાદિત સૂર્યની જેમ હજુસુધી આપણને થઈ નથી. - હવે જે નાગેન્દ્રકુલને વિજયસૂરિ તેમ જ વિમલસૂરિએ પોતાના જન્મવડે તેમ જ વિદ્યોપાર્જન અને સાહિત્યસેવાઓ વડે અધિકતર શોભાવ્યું તે કુલ વિષે પ્રાચીન જૈન સાહિત્ય તપાસીએ તો ક૯૫સૂત્રમાં જણાય છે કે આર્ય વજુસેનને (ઉક્કોસિઅગોત્રના) ચાર સ્થવિરો શિષ્ય તરીકે હતા આર્ય નાઈલ, આર્ય મિલ, આર્ય જયંત અને આર્ય તાપસ. સ્થવિર આર્ય નાઇલમાંથી આર્યનાગિલી શાખા નીકળી. ” - આ ઉપરથી આટલું તે સિદ્ધ થાય છે કે આર્યવને ચાર શિષ્ય હતા જેમાંના એક આર્યનાગિલ હતા અને તેમના પછી જ આર્યનાગિલી શાખા શરૂ થઈ. એક શુભાવસરે આગમોદ્ધારક પ્રત્યુષાભિસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી સાથે ઉપર્યુક્ત નાગેન્દ્રકુલ માટે આ લેખકને ચર્ચા કરવાનો અમૂલ્ય લાભ મળ્યો હતો. તેઓશ્રીનું કહેવું એમ છે કે – “ નાગલી શાખા આયવસેનથી નીકળી અને નાગિલી શાખા તેમ જ નાગેન્દ્રગછ બને એક જ નથી, જ્યાં જ્યાં નાગિલ શબ્દ આવે છે ત્યાં ત્યાં તેનું રૂપાંતર નાગેન્દ્ર લખવામાં આવતું નથી.” પ્રસ્તુત લેખના લેખક આ વિષયમાં પ્રમાણપુરઃસર પિતાનું નમ્ર મંતવ્ય વ્યક્ત કરશે. વડોદરાના પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરના જૈન પંડિત વિર્ય શ્રીમાન લાલચંદ્રજીએ નાઇલ-નાગિલ શાખા અને નાગેન્દ્રગછ બન્ને એક જ છે એમ સાબીત કરવાનો પ્રયત્ન કર્યો છે. જિજ્ઞાસુઓને “જૈયુગ”ની ૧૯૮૧ ની ફાઈલ જોવાની ભલામણ કરવામાં આવે છે. હવે નાગેન્દ્રગ૭ વિષે આપણું પ્રાચીન સાહિત્ય તપાસીએ તે માલુમ પડે છે કે તે ગ૭ ઘણું પ્રાચીનકાળથી પ્રખ્યાતિ પામેલ છે. દા. ત. જુઓ બાલચંદ્રની વિવેકમંજરી ઉપરની ટીકા, ધર્માસ્યુદયમહાકાવ્ય, શાલિભદ્રચરિત્ર, સ્યાદ્વાદમંજરી વિગેરે. નદીસૂત્રની ૩૮ મી ગાથામાં “ નાઇલકુલવંશનંદિકર !” એમ લખેલું છે. નાઈલવંશના આચાર્યો સુવિખ્યાત થઈ ગયા હતા અને તેથી જ ત્યાં આગળ તેના લેખકે તેનું સ્મરણ કરીને નાઈલવંશને ઉલ્લેખ કર્યો છે. “નાઈલ” માટે હરિભદ્રસૂરિની વૃત્તિમાં “નાગેન્દ્ર” એમ લખ્યું છે. વળી મલયગિરિજીએ શતાબ્દિ ગ્રંથ ] * ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy