SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા પૂજન ત્યાં કેન્દ્રબિન્દુ લક્ષિત કયાં થઇ શકે ? તેથી જ પ્રતિમાની પૂર્ણ આવશ્યકતા છે, એમ સુજ્ઞ વિચારકાને તે જરૂર જણાશે જ. શ્રી આત્મારામજી મહારાજ અને જિનપ્રતિમાઃ— શ્રીમદ્ આત્મારામજી મહારાજ એ સત્ય-ગવેષક મહાપુરુષ હતા અને તેથી તેમને જે સત્ય તરીકે જણાયું તેને સ્વીકારતાં અનેક સંકટો સહન કરવાને પણ તેઓ સદૈવ તત્પર રહ્યા હતા. એક સત્યપ્રિયમાં હાવા જોઇએ તેવા વિનય, વિવેક, ધીરજ, અખૂટ શાંતિ ઇત્યાદિ સર્વ ગુણા તેમનામાં હતા. તેમણે ઇરાદાપૂર્વક કોઇને દુહવ્યા નથી. સિદ્ધાંતની ખાતર કાઇ સ્વત: દુહવાયા હાય તે અલગ છે. સંસારની–મેાહની ખેડી તાડીને ત્યાગી થનારને પણ સંપ્રદાયના મેાહની મેડી તૂટવી મુશ્કેલ છે, પરંતુ શ્રીમદ્ આત્મારામજી મહારાજ કુળથી અને સ્વભાવથી ક્ષત્રિય હતા અને તેથી તેઓ આ નિયમમાં અપવાદરૂપ રહ્યા છે. અર્થાત્ કે સંપ્રદાયના કલ્પિત રાગ તેમને સ્પશી શકયો ન હતા. જ્યારે તેમને વાસ્તવિક સત્ય સમજાયું ત્યારે તેમણે અમૂર્ત્તિ પૂજક સંપ્રદાયમાં રહીને, અનેક સામનાઓને શાંતિપૂર્વક સહીને પણુ શ્રી જિનકથિત ત્રિકાલાબાધિત સત્યના પ્રચાર કરવા માંડ્યો અને કાળ-સ્થિતિ પરિપકવ થયેથી તેઓશ્રીએ શુદ્ધ સ ંવેગી દીક્ષાને અંગીકાર કરી. તેમના જીવનમાં ડાકીયું કરતાં સૌથી અગત્યના પટે જિનપ્રતિમાને માન્ય કરવાના છે. શ્રી સુશીલના શબ્દોમાં કહીએ તે “ રેતીના રણમાં પાણીની અંજિલ માટે ઝ ંખતા તૃષાતુર જેટલી પરબની કદર કરી શકે છે તેટલી અન્ય ન જ કરી શકે.” તે જ ન્યાયે શ્રીમદ્ આત્મારામજી મહારાજને પ્રારભના દિવસેામાં જિનપ્રતિમા દર્શનની તૃષા ખૂબ વેઠવી પડેલી. એટલે તેમણે ઠેકાણે ઠેકાણે અને મુખ્યત્વે પંજાખમાં અનેક મેટા સ્થળોએ જિનમદિરા ઊભા કરાવવાની પ્રવૃત્તિ છેલ્લા વખતમાં હાથ ધરી હતી. અમૂર્તિ પૂજક સંપ્રદાયમાંથી તદ્દન છૂટા થઇને તેઓ જ્યારે પ્રથમ વખત ગુજરાતમાં આવે છે અને ત્યારબાદ ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે જાય છે ત્યારે યુગાદિદેવ પાસે ગદિત કઠે તેઓશ્રી સ્તવના ઉચ્ચારે છે કે:— 66 અબ તા પાર ભયે હમ સાધુ, શ્રી સિદ્ધાચલ દરશ કરી રે. ” ભાવપુરઃસર કેટિશ: વંદન હજો આવા સરળ મહાપુરુષને ! ઉપસ'હારઃ— આપણે અનેક દ્રષ્ટિબિન્દુએથી એ જોઇ ગયા કે–જિનમૂર્તિના અવલંબનથી મનુષ્યના આત્મીય ઉત્કર્ષ ના પારે અવશ્ય ઊંચે ચઢે છે. વીતરાગના દ્રવ્ય-પૂજન તથા ધ્યાન અને શ્રી જિનની સ્તવનારૂપ ભાવપૂજાથી તે આત્મા તદાકાર બની શકે છે, કેમકે આપણે પ્રતિમાને માત્ર પત્થરની મૂર્તિ જ નથી માનતા, પણ શ્રી જિનનુ તેમાં આરોપણ કરેલ હેાવાથી સાક્ષાત્ જિન ગણીને જ તેને ભજીએ છીએ અને તેથી શ્રીમાન્ આન ંદઘનજી મહારાજના શબ્દોમાં કહીએ તા— * ૭૨ Jain Education International For Private & Personal Use Only [ શ્રી આત્મારામજી www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy