SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. રાજપાળ મગનલાલ હરા ૧૫૮૭માં કર્માશાએ શત્રુંજય ગિરિરાજને ઉદ્ધાર કરાવેલ છે. પવિત્ર શ્રી સિદ્ધાચલજીના આ ઉદ્ધાર ઉપરથી જોઈ શકાય છે કે તીર્થ અને પ્રતિમાનું અવલંબન આજકાલનું નથી પણ પ્રાચીન છે. પરંપરા પ્રમાણમાં જોઈએ તે અત્યારે ભારતવર્ષમાં લગભગ સવંત્ર જિનમંદિરે અને જિનપ્રતિમાઓ તેમ જ પ્રાચીન તીર્થભૂમિઓ અને અતિ પ્રાચીન–ગતકાલની પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ગઈ વીશીમાં થયેલા નવમાં દામોદર નામે તીર્થકરના વખતમાં આષાઢી નામના શ્રાવકે ભરાવેલ છે એમ મનાય છે, પરંતુ તે શ્રદ્ધાને વિષય છે તો પણ આ મનુષ્યલોકમાં તે પ્રતિમાને આવ્યા ઘણે સમય–લગભગ રાશી હજાર વર્ષ થયા છે. અને જાદવોની જરા તે પ્રતિમાના હવણ જળથી નાબૂદ થયેલ છે. બીજા પણ અનેક ચમત્કારો તે પ્રતિમાના અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી થયેલા છે, જે જાણીતી વાત છે. આ સર્વ જણાવવાને આશય એ છે કે શ્રી નેમિનાથજીના વખતમાં પણ પ્રતિમા પૂજા હતી. વળી શ્રી ગિરનારજી ઉપરની શ્રી નેમિનાથજીની પ્રતિમા પણ ઘણું જ પ્રાચીન ગણાય છે. શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથની પ્રતિમા રાવણના સમયની કહેવાય છે, અને ઘોડેસ્વાર તથા પાણીહારી બાઈ તે પૂર્વે તેની નીચેથી જઈ શકતા હતા તેવી કિવદંતી છે. વર્તમાનમાં પણ અંગલોહણું તે પ્રતિમાની નીચેથી નીકળી શકે છે એ તે સ્પષ્ટ જ છે. એટલે તેની પ્રાચીનતા પણ વગર કહ્યું જ સિદ્ધ થાય છે. મનુષ્ય ઘર આગળ પૂજા કરવા બેસે તેમાં જે શાંતિ જળવાય તેના કરતાં વિશેષ શાંતિ મંદિરમાં જવાથી પ્રાપ્ત થાય છે અને તેથી પણ વધારે આહ્લાદ અને પરમ આત્મીય શાંતિ આવા તીર્થસ્થાનમાં જવાથી મળે છે. કહેવત છે કે “ઘર મૂક્યા અને દુઃખ વિસર્યા. વળી અનેક પ્રવૃત્તિમાં આવી યાત્રાથી નિવૃત્તિ પણ સાધી શકાય છે અને પવિત્ર રજકણાવાળી તે ભૂમિઓમાં જવાથી શુભ વિચારનું બળ વદ્ધમાન થાય છે. જે ભાઈઓ પ્રતિમાને નથી માનતા તેઓ પ્રાય: આવા પવિત્ર તીર્થો અને કલ્યાણકભૂમિના દર્શન-પર્શન-વંદન-પૂજનથી પણ વંચિત રહે છે. હળુકમી આત્માઓ એવા નિરર્થક કદાગ્રહને ન જ પોષે એમ ઈચ્છીએ. પ્રતિમા ઃ એક આદર્શ સાધનઃ સાધન વિના સાધ્યની પ્રાપ્તિ થવી અશક્ય જ છે એટલે જ જ્યાં સુધી જરૂરીયાત હોય ત્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ માટે ઉપયોગી થાય તેવા પ્રત્યેક સાધનને તો જીવનમાં મહત્ત્વનું સ્થાન દેવું જ પડશે. અલબત્ત, સાધનને સાધ્ય માનીને ન જ બેસી રહેવાય, એ વિચારવું યોગ્ય છે; પરંતુ સાધન વિના લાંબો પંથ કાપ દુષ્કર છે. વળી અધિકાર વચ્ચેથી સાધનમાં પણ ફેરફાર થાય છે. જેમકે ગૃહસ્થ એ અસદારંભી તો છે જ, તે તેને માટે શ્રી જિનેશ્વરની દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે પૂજા કહી છે કેમકે તેને માટે તેટલે સદારંભ છે; પરંતુ ત્યાગીઓ સર્વથા બાહ્ય ગ્રંથીથી રહિત હોવાથી તેને માત્ર ભાવપૂજા જ કહી છે. માળ પર ચડવા માટે સીડીની તો જરૂર રહેવાની જ. તેજ ન્યાયે જિન જેવા થવા માટે જિનપ્રતિમાનું આલંબન જરૂરી છે જ. પ્રતિમાના દર્શનથી જિતેંદ્રવરનું સમગ્ર લેકોત્તર જીવન યાદ આવે છે અને તે નિમિત્તે તેમના ગુણગાન કરતાં જીવાત્માની ગુણણી પ્રવર્ધમાન થાય છે. વિચારે કે સામે કંઈ પણ આલંબન ન હોય શતાબ્દિ ગ્રંથ ] * ૭૧ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy