SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મારામજી મહારાજના ગ્રંથનું દિગદર્શન સમ્યકત્વી દેવતાની સાધુ શ્રાવક ભકિત કરે તે શુભાશુભ કર્મના ઉદયમાં દેવતા નિમિત્ત છે વગેરે અનેક પ્રશ્નો આ ગ્રંથમાં ચર્ચવામાં આવ્યા છે. नवतत्त्व तथा उपदेश बावनी આચાર્યશ્રીએ સં. ૧૯૨૭માં તૈયાર કરેલ છે, તે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સં. ૧૯૮૮ માં પ્રસિદ્ધ કરેલ છે. આ ગ્રંથમાં જીવદયાનું, નવતત્વનું સ્વરૂપ આળેખવામાં આવ્યું છે, પરંતુ વિશેષતાએ શ્રી ભગવતીસૂત્ર પ્રમુખ વિવિધ આગમોના પાઠની અહિં સંકલન કરવામાં આવી છે. અનેક મુદ્દાની વસ્તુઓ યંત્રરૂપે કોષ્ટકધારા રજુ કરેલ છે જેથી આ ગ્રંથની મહત્તા માં અસાધારણ વૃદ્ધિ થઈ છે. કર્તાએ બાર વિવિધ વર્ણ ચિત્રોવડે એને અલંકૃત કર્યો છે. ખાસ અવતત્ત્વ, અજીવતત્ત્વ, પુણ્યતત્ત્વ, પાપતવ, આંત્રવતવ, સંવરતત્ત્વ, નિર્જરાતત્ત્વ, મોક્ષતત્વ વિગેરે વિષયોને સંપૂર્ણ રીતે આ ગ્રંથમાં સમાસ કર્યો છે. ઉપદેશ બાવનીમાં પ્રથમ શ્રી કારની સ્તુતિ કરી દેવ, ગુરુ અને ધર્મની સ્તુતિ કરવામાં આવી છે. તે પછી વિવિધ બેધજનક ઉપદેશ આપેલ છે. जैनमतवृक्ष આ નાનકડા પુસ્તકમાં સ્વર્ગસ્થ મહામાએ લાખો વર્ષનો ઇતિહાસ ઠાંસી ઠાંસીને ભર્યો છે. ઋષભદેવથી મહાવીર સ્વામી સુધીના તીર્થકરોની અતિહાસિક ટ્રક નોંધ આમાં છે. ક્યા ક્યા તીર્થકરોના સમયમાં કયા મતની શરૂઆત થઈ તથા તેમના કેટલા ગણધર હતા ? કેટલા ગચ્છા હતા ? તેની ટૂંકી વિગત, રાવણ અને નારદ મુનિનો સંબંધ, તથા મહાવીર સ્વામી પછી કયા આચાર્યોએ કેટલા ગ્રંથો બનાવ્યા ? કેટલા જેનો બનાવ્યા ? કેટલા મંદિરની પ્રતિષ્ઠા કરી ? વગેરેનું ટૂંકું પણ રસપ્રદ વર્ણન આપ્યું છે. તેમ જ મહાવીરસ્વામીથી આજસુધીના ગૂર્જરપતિઓએ કઈ સાલથી કઈ સાલ સુધી કેટલાં વર્ષ રાજ્ય ભોગવ્યું વગેરે વિગતેનો સમાવેશ સપ્રમાણ આપેલ છે. આ ગ્રંથ પંજાબ શ્રી આત્માનંદ જૈન સભાએ સં. ૧૯૫૩ માં પ્રકાશિત કરેલ છે. चिकागो प्रश्नोत्तर સને ૧૮૮૩ ( વિ. સં. ૧૯૪૮ ) માં સ્વ. મહાત્માને અમેરિકાના શિકાગે શહેરમાં ભરાનારી સર્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકેનું આમંત્રણ હતું, જેમાં પોતે સાધુ ધર્મમાં હોવાથી ન જઈ શકયા. પરંતુ મી. વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરી મોકલ્યા. તે ચિકાગેના પ્રશ્નોના ઉત્તરો આ ગ્રંથમાં આપેલ છે. ઈશ્વર કઈ વસ્તુ છે? જૈ કેવા ઈશ્વરને માને છે ? અન્ય મતવાળા કેવા ઈશ્વરને માને છે? ઈશ્વર જગતના કર્તા સિદ્ધ થાય છે કે નહિ ? કર્મ શું વસ્તુ છે ? તેના મૂળભેદ કેટલા છે? ઉત્તરભેદ કેટલા છે? કયા કર્મના બંધ હોય છે ને ક્યા તેનાં ફળ હોય છે? એક ગતિથી ગવંતરમાં કોણ લઈ જાય છે ? જીવને કર્મને શું સંબંધ છે ? કર્મને કર્તા કવ પોતે કે કોઈ તેને કર્મ કરાવે છે ? પિતાના કયા કર્મથી જીવ ભક્તા છે? સર્વ મતમાં કયા કયા વિષયોમાં પરસ્પર એકતા છે ? આત્મામાં ઈશ્વર હોવાની શક્તિ છે કે નહિ ? મનુષ્ય ને ઈશ્વરનો શું સંબંધ છે ? સાધુ અને સંસારીના ધર્મો, ધાર્મિક ને સંસા- . [ શ્રી આત્મારામજી . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy