SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. નાનચંદ તારાચંદ આસ્તિક અને નાસ્તિક મતના વિચાર, જૈન ધર્મની પ્રબળતાથી વૈદિક હિંસાને પરાભવ, વેદના વિભાગ, વેદ ઋષિઓના માંસાહારનું પ્રતિપાદન, વૈદિક યજ્ઞકર્મને વિચ્છેદ, વૈદિક હિંસા વિષે વિવિધ મત, શંકરાચાર્યના વામમાર્ગાદિ વિષયનું સ્પષ્ટીકરણ, તેમ જ વેદ, સ્મૃતિ, ઉપનિષદ્દ ને પરાણુદિ શાસ્ત્રોમાં દર્શાવેલ યજ્ઞ વિગેરેનું સ્વરૂપ વર્ણવી, મિથ્યાત્વભરેલી અજ્ઞાનતા દર્શાવી, અસરકારક વિવેચન કરનાર વિશ્વાસપાત્ર ગ્રંથ તરીકે અર્વાચીન જૈન સાહિત્યમાં આ મુખ્ય છે. ' ગ્રંથકારે બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય આદિ દર્શનવાળાઓ મુક્તિના સ્વરૂપનું કેવી રીતે કથન કરે છે, તથા ઈશ્વરમાં સર્વરૂપણની સિદ્ધિ કરવા તેઓ કેવી યુક્તિઓ દર્શાવે છે તેનું ભાન કરાવી, પાંડિત્યભરેલું વિવેચન કર્યું છે. બીજા વિભાગમાં સાધુ અને શ્રાવક ધર્મની યોગ્યતા દર્શાવવા માટે એકવીશ ગુણેનું વર્ણન, ભાવશ્રાવકના દ્વાર સંબંધી સત્યાવીશ ભેદ ને તેને સત્તર ગુણેનું સ્વરૂપ વિવેચન સહિત આપ્યું છે. બહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ આત્માનાં સ્વરૂપ સંક્ષિપ્તમાં વર્ણવ્યાં છે. જૈન કે જેનેતર કોઈ વિદ્વાન આ ગ્રંથનું અવલોકન કરશે તો જણાશે કે જેનોના એક સમર્થ આચાર્યે ભારતવર્ષની પ્રજાને સન્માર્ગ બતાવવા આવા ગ્રંથે રયી ભારે ઉપકારથી ઋણી બનાવી છે. सम्यक्त्वशल्योद्धार આ ગ્રંથ સદગત આચાર્યશ્રીએ સં. ૧૮૪૦ માં લખી તૈયાર કરેલ, તે સં. ૧૯૪૧ માં ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ ગુજરાતીમાં અને સં. ૧૮૬૨ માં શ્રી જૈન આત્માનંદ પુસ્તક પ્રચાર મંડળે દીલ્હીમાં હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરેલ છે. ઢંઢક મતના જેઠમલ નામના સાધુએ “સમકિતસાર' નામનો ગ્રંથ બનાવેલ કે જે સં. ૧૮૩૮ માં ગાંડલનિવાસી નેમચંદ હીરાચંદે પ્રસિદ્ધ કર્યો. આ ગ્રંથમાં મૂર્તિપૂજા અને સમ્યફત વિરુદ્ધ એટલા કડક લખાણ હતાં કે જે કઈપણ મૂર્તિપૂજક જૈન સહન ન કરી શકે. તેની તમામ વિગતનું ખંડન આ– સમ્યકત્વશદ્વાર–ગ્રંથમાં કરેલ છે, જેમાં મહાવીરસવામીથી આજ સુધીમાં મૂર્તિપૂજા પુરાણું છે તે પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાયેથી તથા મૂર્તિઓના પુરાવાથી અને પૂર્વાચાકૃત આગમેદ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. અજ્ઞાનતાના પ્રસંગથી ઉન્માર્ગગામી બનેલા ભવ્ય જીવોને હે પાદેય સમજીને સૂવાનુસાર શ્રી તીર્થકર, ગણધર, પૂવચાર્યપ્રદર્શિત સત્ય માર્ગ બતાવવા લેખક મહાત્માએ આ ગ્રંથમાં પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. श्री जैन धर्मविषयक प्रश्नोत्तर સં. ૧૯૪૫ પોષ સુદિ છઠ્ઠના રોજ સ્વ. આચાર્યશ્રીએ લખી પૂર્ણ કરેલ આ ગ્રંથ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રસિદ્ધ કરેલ છે. આ પુસ્તકમાં અનેક પ્રશ્નોના સમાધાન કર્યા છે. તેમાં નીચેના વિષયો ખાસ છે. જેમાં જ્ઞાતિધર્મ, શ્રાવકધર્મ, અનિધર્મ, જૈનમતના આગમ, મહાવીર સ્વામીના સમયમાં જેની રાજ્ય, પાર્શ્વનાથ ને તેની પટ્ટાવલી, જૈનધર્મ બૌદ્ધ ધર્મથી જુદો છે, બુદ્ધની ઉત્પત્તિ, નિર્વાણ શબ્દના અર્થ, પુણ્ય પાપનું ફળ દેનાર ઈશ્વર નહિ પણ કર્મ છે, જગત અકૃત્રિમ છે, દેવ-ગુરુ ને દેવેના ભેદ, શતાબ્દિ ગ્રંથ ]. : ૯૭ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy