SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મારામજી મહારાજના જીવનની વિશિષ્ટતા ગમે તેવા વાદીને પરાસ્ત કરવાની શક્તિ અને તે પણ જેન તત્ત્વજ્ઞાનને અનુસરીને જ. આ વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. પૂર્વ જન્મનો ક્ષયપશમ એ પણ નિમિત્ત કારણ છે. આ વસ્તુસ્થિતિ એમના ગ્રંથોના વાચકને સમજી શકાય તેવી છે. એમની આચાર્ય પદવી એમના ગુણોને અનુરૂપ હતી. એમના ગુણોથી અને સમર્થ વ્યક્તિત્વથી આકર્ષાઈ સં. ૧૯૪૩ માં કાર્તિકી પૂર્ણિમાને પુણ્ય પ્રસંગે હિંદુસ્તાનના સંઘે એમના મસ્તક ઉપર સૂરિપદને મુકુટ મૂક્યો અને એ રીતે શ્રી સંઘે આત્મારામજી મહારાજ જેવા સમર્થ યુગપ્રભાવકને સૂરિપદના સિંહાસને બેસારી પોતાનું ગૌરવ વધાર્યું. આ યુગમાં સ્વ. શ્રીમદ્ આત્મારામજી ઉફે શ્રીમદ્દ વિજયાનંદસૂરિજી આચાર્યવર્ગમાં તેમ જ સાધુવર્ગમાં ખાસ તરી આવે છે. એવા મહાત્માની ભારતવર્ષને ખોટ પડેલી છે જે અત્યારસુધી પૂરાઈ નથી. એમની શતાબ્દિ ઊજવી એમના ગુણોને સ્મરણમાં લાવવા એ ભવિષ્યની પ્રજાનું કર્તવ્ય છે. તેને અનુસરીને તેમના જન્મને સં. ૧૮૯૨ થી માંડીને આજ સો વર્ષ વીતી ગયાં હોવાથી શતાબ્દિ ઊજવવાનો નિર્ણય શ્રી સંઘે કર્યો તે અવસરચિત છે. ખરે આવા મહાત્માઓ જેઓ પોતાની સાધુતાથી પોતાની સાહિત્ય સંબંધી કોપકારી કૃતિથી તેમ જ પિતાના અદ્દભુત તબિળ અને સંયમરૂપ સદ્ગુણસંચયથી ભર્તૃહરિની ભાષામાં કરું મુવઃ ભુવનના અલંકાર છે; તેવાઓને જ આપણે ગૌરવપૂર્વક કહી શકીશું કે બચત તેડધિવું રમના ! “ હે મહાત્મન, તમારા જન્મથી આ જેન જગતે ખરેખર અધિક જય કર્યો છે.” આ મહાપુનો સ્થળદેહ વિદ્યમાન નથી પરંતુ સૂક્ષમદેહ-સાક્ષરદેહ વિદ્યમાન હોઈ આપણે અનેકગણી તેમાંથી પ્રેરણા મેળવી શકીએ અને એમનું સ્મરણ ચિરંજીવ રાખી શકીએ. છેવટે ભક્તામરની પાદપૂર્તિરૂપે એમની ભક્તિરૂપે એક વિદ્વાને બનાવેલા કેમાંથી નીચે સ્તુતિલક સાદર કરી વિરમવામાં આવે છે. जैनेंद्रदर्शनसमुद्रसुधाकराय सिद्धांतसारकमलभ्रमरोपमाय । अज्ञानसुप्तजनजागरणारुणाय तुभ्यं नमो जिनभवोदधिशोषणाय ॥ [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy