SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. ફતેચંદ ઝવેરભાઈ એમનું નામકર્મ અતિ બળવાન હતું. એમના નામથી શરૂઆત થતી હિંદુસ્તાનમાં સૌથી પ્રથમ જૈન આત્માનંદ સભાની સંસ્થા સ્થપાઈ. ત્યારપછી અનેક સ્થળે એમના નામની સંસ્થાઓ વિપુલ પ્રમાણમાં થવા લાગી; એટલું જ નહિ પરંતુ અનેક પુસ્તકો એમના યશસ્વી નામથી બહાર પડી ચૂક્યા. આ એમના ચશઃનામકર્મની મહત્તા સૂચવે છે. એમના ગ્રંથો લેકપરિભાષામાં હોવાથી એમનું સાહિત્ય વિચારાત્મક અને સક્રિય રીતે (Theoretically & Practically ) લે ગ્ય બન્યું છે. વાદી પ્રતિવાદી તરીકે પ્રશ્નોત્તર અને ખુલાસાવાળું એમનું સાહિત્ય છેલ્લી સદીમાં અગ્રપદે બિરાજે છે. ખરેખર એમની પ્રતિભાશક્તિ પ્રખર અને અનુપમ હતી; ક્ષાત્રોચિત એજન્સ, સંયમબળ અને બ્રહ્મચર્ય એ એમના જીવનની ખાસ વિશિષ્ટતાઓ હતી. સ્વાધ્યાય ( self-introspection ) પિતાને માટે અને શિષ્ય વર્ગને માટે સખ્ત નિયમોના પાલનપૂર્વક હતો. મહેમશ્રીના ગુરુભાઈ પૂ. શ્રી. મૂલચંદ્રજી ગણિ તથા શ્રી. વૃદ્ધિચંદ્રજી સાથે એમનો પ્રશસ્ત સ્નેહ વર્તમાન સાધુવર્ગને ખાસ અનુકરણીય હતો. ભાવનગરમાં જ્યારે પૂ૦ આત્મારામજી મહારાજ અને પૂ૦ વૃદ્ધિચંદ્રજી મહારાજનો મેળાપ થયે ત્યારે આત્મારામજી મહારાજ પોતે આચાર્ય પદવીધર હોવાથી પૂ૦ વૃદ્ધિચંદ્રજીએ તેમને વંદન વ્યવહાર કરવાની શરૂઆત કરી ત્યારે તેમને તેમ કરવા સ્પષ્ટ ના પાડી અને “મ ાનિયા Tહૈ, તુમ તો ઘુ વંદુ દી હૈ” આવા લઘુતાભર્યા શબ્દોથી પરસ્પર સ્નેહાકર્ષણ વધ્યું અને આવી એમની લઘુતાથી ભવિષ્યની પ્રજાએ એમને ખરેખરી પ્રભુતાવાળા સ્વીકારી લીધા. ખાસ કરીને હિંદી ભાષામાં એમણે પ્રભુભક્તિ માટે વીશસ્થાનક, નવપદજી વિગેરે અનેક પૂજાઓ બનાવી ભવિષ્યની પ્રજાને ભક્તિરસમાં તરબોળ કરી છે. એમની પૂજાની બનાવટ હિંદી ભાષામાં છે જે અત્યારે રાષ્ટ્રભાષા કરવાને માટે રાષ્ટ્રના અગ્રગણ્ય પુરુષ પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રકારની વીરત્વભરી ઓજસ્વી ભાષામાં છે; પરંતુ તે સાથે રાગ રાગિણની જમાવટ પણ પંજાબી ક્ષાત્રતેજને આભારી છે. એમ કહેવાય છે કે શ્રીમદ્ આત્મારામજી મહારાજે આ ઉસ્તાદી સંગીતની કળા પંજાબમાં ઉપાશ્રયની નજીકમાં સંગીતના નિષ્ણાતનું મકાન હતું તેના આલાપ–સંલાપ આરહી–અવરોહી સાંભળવા ઉપરથી સંપાદન કરી હતી. વળી તે ઉપરાંત પૂજામાં સૂત્રોનાં અનેક રહસ્ય સમાવી દીધાં છે એ એમનું જૈન દર્શનનું વિશાળ જ્ઞાન અને તે જ્ઞાન સુગમ કરી અન્યને પ્રાપ્ત કરાવવાની કળા સૂચવે છે. સુવર્ણના પાત્રમાં સિંહણનું દૂધ ટકી શકે તેમ ઓજસ્વી ( Heroic ) મગજમાં જૈન તત્ત્વજ્ઞાન સમાઈ શકયું હોય તો જગતને વિશિષ્ટ સ્વરૂપમાં લાભકારક થઈ પડે છે. એમને માટે તેમજ બન્યું છે, તેમાં વળી આબાલબ્રહ્મચર્ય પણ મુખ્ય નિમિત્તભૂત છે. શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy