SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. વીરચંદભાઈના પત્ર આવેલા જોઈ ઘણા ખુશી થયા. ત્યારપછી અહીંના Stein way Hall નામના પ્રખ્યાત મકાનમાં મેં એક જાહેર ભાષણ આપ્યું. અને મિટીંગમાં આવેલા ગૃહસ્થો તથા મેડમેએ એવી ઈચ્છા જાહેર કરી કે મારે એક હાફીસ રાખવી જોઈએ અને ત્યાં હિંદુસ્થાનના પ્રાચીન ધર્મ સંબંધી ભાષણ આપવાં જોઈએ. તે ઉપરથી અહીંના મેસોનિક ટેમ્પલ Masonic Temple નામના પ્રખ્યાત બાવીશ મજલાના મકાનમાં તેરમા મજલા ઉપર મેં મારી હાફીસ રાખી અને ત્યાં તેમ જ બીજી કેટલીએક જગાએ ભાષણ આપવા શરૂ કર્યા. એ ભાષણે ગયા એપ્રીલ માસની આખર સુધી આપ્યા. એ દરમિયાન અહીંથી આશરે બસો માઈલ મેનીસ્ટી નામનું શહેર છે ત્યાં યુનીટેરીયન પંથના કીશ્ચીયન લેકેનું કનફરન્સ થયું હતું તેમના તરફથી આમંત્રણ આવવાથી ત્યાં એક ભાષણ આપવા ગયો હતો. એ ભાષણ હિંદુસ્થાનની ગુપ્ત-વિદ્યા Occultism in India એ વિષય ઉપર હતું. વળી બીજી તરફ અહીંથી આશરે બસો માઈલ એશકોશ નામનું શહેર છે ત્યાંના કનગ્રેગેશનલ પંથના કીશ્ચીયન પાદરી રેવરંડ મી. સ્મીથ તરફથી આમંત્રણ આવવાથી તેમના દેવળમાં રવિવારની સવાર તથા સાંજ મળી બે ભાષણ આપ્યા હતા. તેમાં સવારમાં “જિસસ ક્રાઈસ્ટના ધર્મને સ્વાવાદ મત પ્રમાણે અર્થ ” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું અને સાંજના “હિંદુસ્થાનને પ્રાચીન ધર્મ ” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. વળી અહીંથી આશરે સો માઈલ રેસીન નામનું શહેર છે ત્યાંના યુનીવર્સલીસ્ટ પંથના ક્રીશીયન પાદરી રેવરંડ મી. થીયરના આમંત્રણથી તેમના દેવળમાં “જૈન ધર્મ” ઉપર ભાષણ આપ્યું હતું. વળી અહીંથી વીશ માઈલ એપાર્ક નામનું ગામ છે ત્યાં ત્રણ વખત જઈ યુનીટી ચર્ચ નામના ક્રશ્ચીયન દેવળમાં ભાષણે આપ્યા હતા. પહેલી વખત “ સમ્યગદર્શન” ઉપર આપ્યું હતું. બીજી વખત “જૈન ધર્મ ” ઉપર આપ્યું હતું. ત્રીજી વખત “ષદર્શન” ઉપર આપ્યું હતું. મારી હાફીસમાં અભ્યાસવર્ડ સ્થાપ્યો હતો તેમાં મુખ્યત્વે કરી “ જેનધર્મના યોગનું સ્વરૂપ” “ધ્યાનનું સ્વરૂપ ” “ કર્મનું સ્વરૂપ ” “ સ્વદય” વિગેરે વિષ સંબંધી સેકોને શિક્ષણ આપ્યું હતું. તે સિવાય એ જ મેસોનીક દેવલમાં બીજા જાહેર હૈલમાં “હિંદુસ્થાનની સતીઓ ” “વશીકરણ વિદ્યા ” “રત્નશાસ્ત્ર” “અવધિજ્ઞાન ચમત્કારવિદ્યા ” “ધ્યાન કરવાની વિધિ” વિગેરે ઘણું વિષ ઉપર ભાષણ આપ્યા હતા. વળી અહિંથી વીશ માઈલ એવન્સ્ટન શહેર છે ત્યાં એક અભ્યાસ વર્ગ સ્થા હતું. ત્યાં યોગવિદ્યાના સ્વરૂપ” ઉપર લોકોને શિક્ષણ આપ્યું હતું. એંગલવુડ નામનું ચિકાગનું પરું છે જ્યાં હું રહું છું ત્યાં, મીસીસ હાવર્ડના ઘરમાં પણ એક અભ્યાસવર્ગ સ્થાપ્યો હતો. તેમાં ભેગશાસ્ત્ર સંબંધી શિક્ષણ આપ્યું હતું. : ૫૮ | શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy