SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી આત્મારામજીનુ વ્યક્તિદન પણ એ માત્ર ખંડનથી જ અટકીને ઊભા રહેતા નથી. મકાન પાડવાનુ કામ જેટલું સહેલું છે તેથી કઠણુ મકાન ચણવાનુ છે અને એથી યે વધારે મુશ્કેલ કામ તેા છે સારું જૂનું સાચવીને તેની સાથે કે ઉપર નવું ચઝુતર ઊભું કરવાનું. આત્મારામજીએ ખાસ નવુ કાંઇ કર્યું નથી, પણ જૂનુ સારું સાચવી રાખીને, નકામુ ને નબળું પાડી નાંખીને તેને સ્થાને નવું ચણતર જરૂર જોગુ ઊભુ` કરવાના સબળ પ્રયાસ સેન્યેા છે. એમના સમકિતશલ્યાદ્વાર ગ્રંથ કે એમના અજ્ઞાનતિમિરભાસ્કર ગ્રંથ ખૂબ યુક્તિથી ભરેલા ખંડનનાં ઉદાહરણ પૂરાં પાડે છે, તે એમને તત્ત્વનિણું ચપ્રાસાદ ખંડન ઉપર નિણું યાત્મક મંડન કરે છે. અને એમનેા જૈનતત્ત્વાદશ તેા ખંડન-મડન ઉપરાંત વ્યવહારને પણ ઉત્તમ ગ્રંથ થઇ પડે છે. તત્ત્વના એ ગ્રંથના કેટલાક ભાગ એટલેા સુદર છે કે તેના લેખકને જૈનશાસનના અર્વાચીન મનુ કહીએ તા જરા ય અતિશયાક્તિ ગણાય નહિ. શ્રાવકના—ગૃહસ્થ ધર્મના આચારવિચાર અને રહેણીકરણી, તેમ જ સાધુતાના આચારવિચાર અને તે સર્વ વ્યવહાર સાથે મેળની ગુથણીમાં એમનું અનેકાંગી જ્ઞાન, વિશાળ વાચન અને મનન તેમજ શાશ્વત ધ સાથે મેળ ખાતી સાચી વ્યવહારકુશળતા એ સર્વે એ ગ્રંથના રચનારના માદ્ધિક, વ્યવહારુ, તાર્કિક અને સયુક્તિક વ્યક્તિત્વની પ્રબળ છાપ તટસ્થ વાચનાર પર પણ પાડચા વિના રહેતાં નથી. મુંબઇ વિગેરે સ્થળાના વિરાધને પી જઇને એ શ્રી વીરચંદ ગાંધીને અમેરિકા મેાકલે છે. એમાં પણ એમની શાસન-સેવાની ધગશ અને નીડરતાથી એમની નસે-નસ તરએળ થઇ રહી હેાય એમ દેખાય છે. એજ મહિનામાં એક અ ંગ્રેજી ભણેલા યુવકને જૈન તત્ત્વને નિશ્ચયનય અને વ્યવહારનય એલડીને આખા સાર ગળે ઊતારો દઇ, તેને જગતની સવ ધમ પિરષદ્ માટે તૈયાર કરવા અને તેમાં યશપ્રાપ્તિની ઇચ્છા વગર પણ અઢળક યશ કમાવા એ જેવી તેવી બુદ્ધિપ્રતિ ભાનુ–જેવા તેવા વ્યક્તિત્વનું કામ ન હાય ! યૂરાપીય વિદ્વાનેાની શંકાનાં સમાધાન પણ એટલી જ કુશળતાથી એ કરે છે અને જૈનમત, ઔદ્ધમતની શાખા નહિ પણ એક ભિન્ન સનાતન ધર્મ-શાસન છે, એમ સાબીત કરી શકે છે, એ એમના વ્યક્તિત્વની જ્ઞાનસમૃદ્ધિનાં દર્શન કરનારને સાનદ સતાષ આપી રહે છે. જૈનસાધુની નમ્રતાનાં અને સ્વતંત્રતાનાં તે એ વ્યક્તિમાં આદર્શ દર્શન થાય છે. ધ્રાંગધ્રાવાળા બે અજાણ્યાઓને દીક્ષા દેતાં તેમને બહુ જ પસ્તાવા થાય છે અને તેમાં તેમ જ અન્ય પ્રસંગે પાતે પાતાની અપૂર્ણતા પેાતાના શબ્દોમાં નાલાયકી અને તુચ્છ બુદ્ધિ-કબૂલે છે, તે પણ કેવળ વ્યવહાર કે સભ્યતા ખાતર કે અમદાવાદના અગ્રણીને રાજી કરવા ખાતર નહિ પણ સાચે દિલે પોતાના આત્માને સતાષવા. પણ એ જ નમ્રતાને નિશ્ચયાત્મક નિરધાર બાયૂ બદ્રીદાસજી જેવા ધનપતિની નમ્ર અરજ પણ ફેરવી શકતા નથી. આજના મુનિરાજો આ બે ગુણાના, ભૂલ માટે શ્રાવકને શું? ગમે તેને મિચ્છામિ દુઘ્ધાં દેતા અચકાય નહિ અને સાચા સ્વતંત્ર નિરધારને ગમે તેવા ધનપતિની શેહમાં તણાઈને પણ ફેરવે નહિ–એવા સ્વભાવના-સમન્વય કરે તો આજની : ૧૦: [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy