SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1040
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ આ સંબંધી ગૂજરાતના ઐતિહાસિક ગ્રંથોમાં વર્ણન છે. શ્રી હેમચંદ્રસૂરિ દ્વયાશ્રય કાવ્યમાં જણાવે છે કે “ કુમારપાલે રાતત્યાધિકારી થયા પછી ઉત્તરના રાજા અને તેના પર ચઢાઈ કરી. આ ખબર સાંભળી કુમારપાલ પણ પોતાના સામંત સાથે સામી ચઢાઈ કરી. માર્ગમાં આખૂની પાસેની ચંદ્રાવતીના પરમાર રાજા વિક્રમસિંહ પણ તેને આવી મળ્યો. આગળ જતાં એહાણ અને સોલંકી વચ્ચે યુદ્ધ થયું. તેમાં કુમારપાળે લેહના તીરથી અન્નને ઘાયલ કરી હાથી પરથી નીચે પાડી દીધા અને તેના હાથી-ઘોડા છીનવી લીધા. આથી અને પિતાની બહેન જહૂણાનાં લગ્ન કુમારપાલ સાથે કરી આપસમાં મૈત્રી કરી લીધી. [ આ યુદ્ધમાં પૂર્વોક્ત પરમાર વિક્રમસિંહ અરાજ સાથે મળી ગયો હતો તેથી તેને કેદ કરી ચંદ્રાવતીનું રાજ્ય કુમારપાલે તેના ભત્રીજા યશોધવલને આપી દીધું હતું. ] આ ઉપરાંત મેરૂતુંગના પ્રબંધચિંતામણું અને જિનમંડનકૃત કુમારપાલ પ્રબંધમાં સપાદલક્ષશાકંભરીના અર્ણોરાજ સંબંધી વાત આવે છે અને કુમારપાલે યુદ્ધમાં અર્ણોરાજને જીતી લીધો હતો એવું અંતે જણવેલું છે. આ ગ્રંથોમાં થયેલ યુદ્ધનું વર્ણન કદાચ અતિશક્તિવાળું કોઈને લાગે પણ બનને વચ્ચે યુદ્ધ થયું ને તેમાં કુમારપાલને વિજય થયો હતો એ ઐતિહાસિક સત્ય છે, કારણ કે સં. ૧૨૦૭ નો ચિતોડના કિલ્લામાં સમિધેશ્વર( શિવ ના મંદિરમાં એક લેખ છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે શાકમ્મરીના રાજાને જીતી અને સપાદલક્ષ દેશનું મર્દન કરી જ્યારે કુમારપાલ શાલિપુર ગામે પહોંચ્યો ત્યારે પોતાની સેનાને ત્યાં રાખી પિતે સ્વયં ચિત્રકૂટ (ચિતોડ) શેભા જેવા અહીં આવ્યો. આ લેખ તેણે જ કરાવ્યું છે. અરાજ સં. ૧૨૦૭ અને ૧૨૦૮ ની વચ્ચે તેના છ પુત્ર જયદેવના હાથે મૃત્યુ પામ્યો. ( જુએ ભારત કે પ્રાચીન રાજવંશ પૃ. ૨૩૯ થી ૨૪૨ ) આ અર્ણોરાજનો જ ઉલ્લેખ આપણું કવિએ બલ્લાલનું જે વિશેષણ આપ્યું છે. * અનિવાં કાઢો ' એમાં કરેલ છે એમ મને જણાય છે. એ વિશેષણ પરથી એમ લાગે છે કે અરાજ અને બલ્લાલ અરસ્પરસ શત્રુઓ હતા અને બલ્લાલ અરાજનો કાલ હતો એટલે તેનાથી વધારે સમર્થ હતા. આ કારણે ઉપર જણાવ્યું તેમ ' અર્ણોરાજ બલ્લાલને મળી ગયે હશે અને બલાલને ગૂજરાતના કુમારપાલ સામે ચડાઈ કરતાં યશોધવલે મારી નાંખ્યો હશે. કુમારપાલે અર્ણોરાજ સાથે મળી જનાર વિક્રમસિંહને કેદ કરી, આબુ પાસે ચંદ્રાવતીનું રાજ્ય તે વિક્રમસિંહના ભત્રીજા ઉક્ત થશોધવલને આપ્યું હતું તે ઉપર કહી ગયા છીએ. આ પ્રમાણે બલ્લાલ, યશધવલ, અર્ણોરાજ અને કુમારપાલ એ સર્વે સમકાલીન હતા, અને તે સમયમાં આપણે કવિ થયો હતો એટલે વિ. સં. ૧૨૦૦ થી ૧૨૦૭ ની વચ્ચે તે અવશ્ય વિદ્યમાન હતે એમ સિદ્ધ થાય છે. ૧૨ પ્રકીર્ણ આ કાવ્ય મુખ્યપણે ઘત્તા જેની અંતે આવે છે એવાં અપભ્રંશ કાવ્યોમાં ખૂબ પ્રચલિત પદ્ધડી છંદમાં છે. તદુપરાંત બીજા અપભ્રંશ ભાષાના દે છે. દુવઇ (દ્રિપદી), વત્યુ (વસ્તુ), ગાહા (ગાથા), ખંડય ( ખંડક), આરનાલં–આરણુલં, ચઉપદી (ચતુષ્પદી). શબ્દસૌષ્ઠવ, મનહર ઉપમા આદિ અલંકારથી પૂરેલું રસભર્યું અને કવિત્વવાળું આ કાવ્ય છે. શાદિ ગ્રંથ ] * ૨૫૯ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy