SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1039
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલના સમયનું એક અપભ્રંશ કાવ્ય કુમારપાલ સામે વિરોધી બ્યુટ ઓ; પરંતુ અંતે તેમને બધો પ્રયત્ન નિષ્ફલ થયો. વિક્રમસિંહનું રાજ્ય તેના ભત્રી યશોધવેલને કુમારપાલે આપ્યું. આ શોધવલદ્વારા બલ્લાલ મરી અને માલવા એક વાર કરીને ગુજરાતમાં ભેળવવામાં આવ્યું. [ Epi. Ind. Vol VIII P. 200. ] બલ્લાલના મૃત્યુની નોંધ અનેક પ્રશસ્તિઓમાં મળે છે. વડનગરમાં મળેલી કુમારપાલની પ્રશસ્તિના ૧૫ મા લકમાં બલ્લાલ પર કરેલી જીતને ઉલ્લેખ છે. તેમાં લખેલ છે કે બલ્લાલનું મસ્તક કુમારપાલના મહેલના દ્વાર પર લટકાવવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૧૪૩ ના નવેંબરમાં કુમારપાલનો રાજ્યાભિષેક અને ઇ. સ. ૧૧૫૧ સપ્ટેબરની લખેલી ઉક્ત વડનગર પ્રશસ્તિ છે તેથી તે એ સમયની વચ્ચે બલ્લાલની મૃત્યુ—ઘટના બનેલી સિદ્ધ થાય છે. સેમેશ્વરની કીતિકૌમુદીમાં લખ્યું છે કે માળવાના બલ્લાલદેવ અને દક્ષિણના મલ્લિકાર્જુનને કુમારપાલે હરાવ્યા. આ વિજયને ઠીક ખ્યાલ ઇ. સ. ૧૧૬૯ ના સોમનાથના લેખમાં મળે છે. ઉદયપુર લિયરનું)માં મળેલા ચૌલુકાના લેખે પરથી પણ તેનું સમર્થન થાય છે. તે ઉદયપુરમાં કુમારપાલના બે લેખ સં. ૧૨૨૦ અને ૧૨૨૨ ને મળ્યા છે અને અજયપાલને સં. ૧૨૨૯ નો એક મળ્યો છે, તેથી માલુમ પડે છે કે સં. ૧૨૨૯ સુધી પણ માળવા ઉપર ગુજરાતનો અધિકાર હતો. ! સિદ્ધરાજ જયસિંહની માફક કુમારપાલ પણ અવન્તીનાથ કહેવાતો હતો. એમ કહેવાય છે કે ઉન નામનું ગામ બલ્લાલદેવે વસાવ્યું હતું. ત્યાંના એક શિવમંદિરમાં બે લેખખંડ મળ્યા છે. તેની ભાષા સંસ્કૃત છે. તેમાં બલ્લાલદેવનું નામ છે, પરંતુ એ વાત નિશ્ચયપૂર્વક કહી શકતી નથી કે ભેજપ્રબંધના કર્તા બલ્લાલ અને આ બલ્લાલ બંને એક જ હતા. જે એક જ હોય તે બલ્લાલ પરમાર વંશજ હતો તેમાં વિશેષ સંદેહ નહી રહે, કારણ કે આ વંશમાં વિદ્વત્તા પરંપરાગત હતી. ( ભારત કે પ્રાચીન રાવંશ, પૃ. ૧૫૦ થી ૧૫ર) આપણું કવિએ બલ્લાલને વંશ કે તે કયા પ્રાંતને મુખ્ય રાજા હતો તે આપેલ નથી, પણ તે રણધેરીય( રણધીર )નો પુત્ર હતો એ ખાસ જણાવવા ઉપરાંત તે એક સમર્થ રાજા હતો અને જેને માંડલિક ગોહીલવંશીય ભલ્લણ બાંભણવાડામાં રાજય કરતો હતો અને જે અર્ણોરાજને કાળ હતું એમ વિશેષ જણાવ્યું છે. - જેકે ભલણ સંબંધી કંઈ જણાયું નથી, પરંતુ અર્ણોરાજ સંબંધી ઇતિહાસનાં પાનાં ખોળતાં જે કંઈક મળી આવે છે તે એ છે કે શાકંભરી-સાંભર સપાદલક્ષ )ને ચોહાણવશી અરાજ તે અજમેરનો સ્થાપક અજયરાજનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. તેને આનાલ, આનલદેવ અથવા આના પણ કહે છે. તેને ત્રણ રાણી (1) મારવાડની સુધવા, (૨) ગૂજરાતના સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી અને (૩) કુમારપાલની બહેન દેવલદેવી-હતી. પહેલી રાણીથી જગદેવ અને વીસલદેવ (વિગ્રહરાજ) નામના બે પુત્ર, અને બીજી રાણથી સોમેશ્વર નામનો પુત્ર થયો કે જે સોમેશ્વરને પુત્ર પ્રસિદ્ધ પૃથ્વીરાજ ચેહાણ થશે. આ અર્ણોરાજે આના સાગર’ નામનું તળાવ અજમેરમાં બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે અરાજ પર હુમલો કર્યો હતે, પરંતુ અંતે પિતાને કન્યા કાંચનદેવીનાં લગ્ન તેની સાથે કરી મૈત્રી કરી હતી. સિદ્ધરાજના મરણ પછી અર્ણોરાજે ગૂજરાત પર ચઢાઈ કરી, 5 પરંતુ સફળતા પ્રાપ્ત થઈ નહિ. આને બદલે લેવા વિ. સં. ૧૨ ૦૭ આસપાસ ગૂજરતના રાજ કુમારપાલે તેના રાજ્ય પર આક્રમણ કરી તેને હરાવ્યા. * ૨૫૮ જ [ શ્રી આત્મારામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy