SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન દાદા ---- * શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણ રાસ [મૂળ તથા સમીક્ષા] - કર્તા : વાચક લાવણચંદ્રમણિ સંપાદક : મુનિ શ્રી કલાપ્રભસાગર મ. સા. શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણ રાસની એક નકલ બિકાનેરવાસી શ્રી અગરચંદ નાહટા પાસેથી તા. ૧૫-૧-૭૯ ના પ્રાપ્ત થયેલી આ વિરલ વૃતિ પ્રાપ્ત થતાં અને તેમાંની પ્રાપ્ત થતી પ્રમાણભૂત હકીકતો જોતાં આનંદ અનુભવ્યો. શ્રી કલ્યાણસાગરસૂરિ જેવા પ્રતિભાસંપન અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રીની જન્મતિથિ અંગે પ્રવર્તતા મતાંતર અંગે સુખદ અંત લાવનાર વૈશાખ સુદ ૬-જન્મતિથિનું આ બીજુ પ્રમાણ પ્રસ્તુત કૃતિમાંથી પ્રાપ્ત થાય છે; જ્યારે સ્વર્ગતિથિ અંગે આ જ અતિહાસિક કૃતિમાં સં. ૧૭૧૭, આસો સુદ ૧૩ ની તિથિને ઉલેખ મળતાં એક નવી જ વિગત સર્વ પ્રથમવાર પ્રાપ્ત થાય છે. અને આ પ્રથમ વાર જ પ્રકાશિત થાય છે. આજ સુધીમાં પ્રાપ્ત થયેલા ઉલેખ મુજબ વૈશાખ સુદ ૩–એ કલ્યાણગરસૂરિની સ્વર્ગતિથિ મનાય છે. પણ હવે, આ માન્યતા સુધારવી રહી, એમ આ નિર્વાણરાસથી જ્ઞાત થાય છે. . ૨૭૨૮ વર્ષ વિજલ સુરી રૂ .” એવો ઉલલેખ પ્રસ્તુત રાસને અંતે છે. એટલે શ્રી કલ્યાણસાગરસૂરિના સ્વર્ગ ગમન બાદ તરત જ આ રચના થયેલી છે. શ્રી ક૯યાણસાગરસૂરિના પટ્ટધર શ્રી અમરસાગરસૂરિના રાજ્યમાં પં. શ્રી ઉત્તચચંદ્રના શિષ્ય વાચક શ્રી લક્ષમીચંદ્રના શિષ્ય વાચક શ્રી લાવણ્ય ચંદ્રજી આ રાસના રચયિતા છે. પ્રારંભમાં ભૂજ (કચ્છ)ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને મંગલ રૂપે યાદ કરવામાં આવ્યા હેઈ રચના સ્થળ ભૂજ છે, એ સ્પષ્ટ થાય છે. શ્રી લાવણ્યચંદ્ર રચિત વીરવંશાનુક્રમ સંસ્કૃત પદ્યબદ્ધ સંક્ષિપ્ત પટ્ટાવલી' પ્રાપ્ત થાય છે. તેમણે રચેલું ‘પાસ જિર્ણોદ પ્રસિદ્ધ સિદ્ધ ગોડીપુર મંડણ...” એ ગોડી પાર્શ્વનાથનું એતિહાસિક ચઢાળિયું શ્રી અચલગરછની ઘણું આરાધકોને કંઠસ્થ હોય છે. તે સિવાય તેમની સાધુવંદના-સાધુગુણભાસ તથા અન્ય કૃતિઓ પણ પ્રાપ્ત થાય છે. તે ઉપરથી તેઓ એક શ્રદ્ધેય અને માન્ય કવિ સિદ્ધ થાય છે. ગ્રંથરચનાઓ ઉપરથી તેમની હયાતિ સં. ૧૭૧૭ થી સં. ૧૭૬૩ સુધી તે નિશ્ચિત જ છે. આ રાસના કર્તા લાવણ્યચંદ્રજી પાયઃ શ્રી કલ્યાણસાગરસૂરિના સ્વર્ગ ગમન વખતે ભૂજમાં હાજર હશે, એમ રાસમાંનું હૃદયદ્રાવક વર્ણન વાંચતાં લાગે છે. તેઓ શ્રી કલ્યાણસાગરસૂરિ સાથે ભૂજમાં ચાતુર્માસ રહ્યા હશે. ૧૮ મા સૌકાના ઉત્તરાર્ધમાં તે વખતની પ્રચલિત જૂની ગુજરાતીમાં ૧૦ ઢાળ અને લગભગ ૧૧૩ કંડિકા પ્રમાણ આ રાસને ઉતારે શ્રી અગરચંદ નાહટાએ વર્ષો પહેલાં ઉજજૈનના શ્રી ચંદ્રસાગર ૧. પ્રથમ પ્રમાણ માટે જુઓ આ ગ્રંથમાં અન્યત્ર પ્રકાશિત “શ્રી કલ્યાણસાગરસૂરિ સ્તુતિ.” રહી છેશ્રી આર્ય કયાણાગામ સ્મૃતિ ગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy