SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ | પ, જનકજી મહારાજ જન્મ તic: બની રહ્યું હતું. | નર્મદાતટે ચાણોદ કરનાલીમાં પૂ. ગુરુદેવે એકાન્ત સાધના અર્થે ચાતુર્માસ કહ્યું હતું અને અનેક હિન્દુ યાત્રાળએ એ પવિત્ર સ્થળમાં પૂ. ગુરુદેવના દર્શન, વાણી અને ભકિતને લાભ લીધો હતે. મુંબઈમાં પૂ. ગુરુદેવના અમુક વર્ષના અંતરે ચાતુર્માસ થયા દરમ્યાન કાંદાવાડી-ચિંચપોકલી-ઘાટકેપર વિ. સ્થળે ચાતુર્માસ કરી મુંબઈના જૈન સમાજને પિતાના જ્ઞાન-દર્શન અને ચારિત્રને લાભ આપે હતું, ત્યારે અનેક જૈનેતર કુટુંબ પૂ. ગુરુદેવના સંપર્કમાં આવી તેમના પ્રત્યે આકર્ષાયા હતા. અને પૂ. ગુરુદેવના જીવનકાળ સુધી તેમના ભકત તરીકે રહી સદુપદેશ અને સત્સંગને લાભ પામ્યા હતા. તેમાં મુખ્યત્વે શ્રી લાલજીભાઈ કાપડિયા ચોટીલાનિવાસી પૂ. ગુરુદેવના ઉપદેશથી ચુસ્ત જૈનધર્મનું પાલન કરી રહ્યા છે. ઉપરાંત ચિનાઈ કુટુંબ પણ પૂ. ગુરુદેવનું અનુરાગી બન્યું તેમાં હીરાલક્ષમી ચિનાઈનું જીવન પરિવર્તન થયું. પૂ. ગુરુદેવ સ્વભાવે અતિ નિખાલસ હતા. તેમનું માર્ગદર્શન સ્પષ્ટ છતાં વિનમ્ર હતું. કેઈના દુઃખને પૂ. ગુરુદેવ જોઈ શકતા ન હતા. એટલી અનુકંપા અને કરુણા તેમનામાં ઝરતી કે તેઓ તુરત જ માનવતાના કાર્યમાં અને દીએનું દુઃખ હળવું કરવામાં પિતાને અમૂલ્ય ફાળે આપતા. ઘણા શ્રીમતે તેમના ઓજસભર્યા ઉપદેશથી દાનને અવિરત પ્રવાહ વહેવડાવતા હતા. વિદ્યાથીવગના તે એ વાલી સમાં હતા. અને દુઃખીઓના બેલી હતા. તે સાથે પૂજ્ય ગુરુદેવનું જીવન ચકખા અરીસા જેવું હતું. તેમનું મુંબઈનું છેલ્લું ચાતુર્માસ બોરીવલી ક્ષેત્રમાં હતું. ત્યાં પૂ. ગુરુદેવે જ્ઞાનગંગા વહાવી અનેકને પ્રતિબોધ પમાડી સમાજને જીવંત અને ચેતનવંતે બનાવ્યું. આ ક્ષેત્રને ફળદ્રુપ અને વિકસાવવામાં અમૂલ્ય શકિત ખરચી હતી. બોરીવલી સ્થાનક-દવાખાનું-જ્ઞાનનગર (વસાહત) એ પૂ. ગુરુદેવની અસીમકૃપા અને તેમના પુરુષાર્થનું જ પરિણામ હતું. બોરીવલી ચાતુર્માસ બાદ પૂ. ગુરુદેવ સાયલા પોતાના વતન પધાર્યા. ત્યાં તેઓશ્રી જીવનના અંત સુધી સ્થિરવાસ કરી એકાન્ત સાધના અને સ્વાધ્યાયમાં જ મગ્ન રહ્યા, અને ત્યાં જ તેઓ કાળધર્મ પામ્યા ત્યારે તેમની સ્મશાનયાત્રામાં સાયલા જેવા નાના ગામમાં બહારથી પચાસ હજારની માનવમેદની ઉમટી પડી હતી અને સ્મશાનમાં જ પૂ. ગુરુદેવના સમારકની રચના માટે અડધા કલાકમાં જ ચાર લાખ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ જે એક અજોડ પ્રસંગ હતે. પૂ. ગુરુદેવના આશીર્વાદ મેળવતાની જેને તક મળતી તેઓ પિતાની જાતને ધન્ય માનતા અને એમના ગુણાનુવાદ ગાઈ તસ્વસાર મેળવવા શક્ય તેટલે પ્રયત્ન કરતા. આ પ્રમાણે પૂગુરુદેવ જૈન સમાજને માટે એક આદર્શ, અનુકરણીય પ્રેરણાસ્થાન અને મોભ સમાન હતા. એવા પૂ. ગુરુદેવને અમારા લાખ-લાખ વંદન હજો. કવિશ્રી નાનચંદ્રજી મહારાજ 8 શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કવિશ્રી નાનચંદ્રજી મહારાજને પ્રથમ પરિચય અને સં. ૧૯૧૪ માં થશે. ત્યારે હું લીંબડી બેડિંગમાં રહી અભ્યાસ કરતે હતે. બેડીંગના બધા વિદ્યાર્થીઓને જૈનશાળામાં જવું ફરજિયાત હતું. કવિશ્રી જૈનશાળાના અભ્યાસમાં ઘણ રસ લેતા. પર્યુષણના દિવસમાં કવિશ્રીના રચેલા ધાર્મિક સંવાદો અને ગીતે જૈનશાળાના વિદ્યાથીઓ ઉપાશ્રયમાં ભજવતા. કવિશ્રીના ગુરુ પૂજ્ય દેવચંદ્રજી મહારાજને પક્ષઘાત થયું હતું. તેથી કવિશ્રીને નવ વર્ષ સુધી લીંબડીમાં રહેવું પડયું. ગુરુની તેમણે અનન્ય ભાવે સેવા કરી. કવિશ્રીમાં શરૂઆતથી સમાજસુધારકની ધગશ હતી. તેમના પ્રવચનમાં રૂઢિઓને વિરોધ અને માનવતાને ઉપદેશ રહે. કેટલાક લોકો એમ માને છે કે જૈન સાધુએ શાસ્ત્રનું જ વાંચન કરવું સંસ્મરણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy