SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ | Wજ્ય ગુરૂદેવ કવિઘ ૫. તાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સેવાધર્મના પરમ સંનિષ્ઠ ચોગી શ્રી જાદવજી મગનલાલ વકીલ શ્રી હિંમતલાલ એચ. બંધાર પૂ. આચાર્યશ્રી દેવચંદ્રજી મહારાજશ્રીની પક્ષઘાતની બીમારીના કારણે લીંબડીમાં ૯ વરસ સ્થિરવાસ રહેવું પડયું. તે દરમ્યાન પૂજ્ય ગુરુદેવે પૂજ્ય આચાર્યશ્રીની અનુપમ સેવા કરી તેથી તેમને પૂ. આચાર્યશ્રીના આશીર્વાદ સાથે તેમના જ્ઞાનને અલભ્ય લાભ અને અખૂટ વાર મળ્યા હતા તે કારણે જ પૂ. ગુરુદેવ સંયમ માર્ગમાં નિશ્ચલ રહી નિર્ભયપણે માનવતાના પુરસ્કર્તા બની રહ્યા હતા. તેમજ તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક સંસ્થાઓ જુદા જુદા ક્ષેત્રમાં જન્મ પામી અને ખૂબ વિકસિત થઈ અનેક લોકોના આશીર્વાદ સમ બની રહી છે. કેળવણી પ્રત્યે તેમને અથાગ પ્રેમ અને નિષ્ઠા હતી એટલે વ્યવહારિક કેળવણી અને ધાર્મિક શિક્ષણ પ્રત્યે તે જાતે રસ લઈને વિદ્યાર્થીવર્ગના ઘડતર માટે સાક્ષાત્ સંસ્કારમૂર્તિસમ બની રહ્યા હતા. પૂ. ગુરુદેવના સ્થિરવાસ દરમ્યાન તેમની પ્રેરણાથી ઉદ્દભવ પામેલી શ્રી લીંબડી સ્થા. જૈન બોર્ડિગ કેળવણીના પાન માટેનું ભવ્ય પ્રતીક અને સુન્દર સંસ્થા બની ગયેલ. આ સંસ્થામાંથી શિક્ષણ મેળવી સંસ્થાનું નામ રોશન કરનાર આજે અનેક વ્યકિતઓ સમાજનું નેતૃત્વ અગ્રસ્થાને રહી કરી રહી છે. તેમાં મુખ્ય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિ. છે. જેઓ સમાજના સૂત્રધાર બની સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ અખિલ ભારતમાં સમસ્ત જૈન સમાજમાં જેમનું અજોડ વ્યકિતત્વ છે. આ બધું પૂજ્ય ગુરુદેવની કૃપા ફળશ્રુતિ છે. ભાચાર્યશ્રીના કાળધર્મ બાદ પૂ. ગુરુદેવે જે જે ક્ષેત્ર સ્પર્યા ત્યાં ત્યાં તેમની ભવ્ય પ્રતિભાથી જ્ઞાનની ગંગા વહાવી અનેક જીવને ઉપદેશ દ્વારા ધર્મ પમાડી માનવતાના કાર્યમાં ખૂબ જાગૃતિ આણી. પૂ. ગુરુદેવ શીઘકવિ હતા. સાથે સાથે તેમના કંઠમાં એટલી મધુરતા અને રણકાર હતું કે પિતાના વ્યાખ્યાનમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા અને ડોલાવતા. તેમના જ્ઞાન-દર્શન–ચારિત્રની લેકે ઉપર જબર છાપ પડતી. તેઓશ્રી સુધારક વિચારધારાને પ્રેત્સાહિત કરતા હોવાથી યુવકવર્ગમાં પણ તેમનું પૂબ આકર્ષણ રહેતું. આમ તેમના વ્યાખ્યાનો પ્રભાવ ઘણે અદ્ભુત હતે. અજમેર મુકામે ભરાએલ સ્થા. જૈન સાધુ સમેલન તેમજ કેન્ફરન્સના એતિહૂાસિક અધિવેશનની સફળતા એ પૂ. ગુરુદેવને જ આભારી હતી. તેમની સલાહથી જ એ વખતના ભાવનગર સ્ટેટના રેલ્વે એજીનીઅર મોરબીનિવાસી શ્રી હેમચંદ રામજી મહેતાને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યું હતું. અજમેરથી વિહાર કરીને પૂ. ગુરુદેવે એક ચાતુર્માસ આગ્રામાં કર્યું હતું. આગ્રામાં જૈન સમાજના અગ્રેસર શ્રી અચલસિંહજીએ પૂ. ગુરુદેવની ખૂબ ભકિતભાવથી સેવા કરી જેથી તેમના જ્ઞાનને અલભ્ય લાભ આગ્રા તેમજ આજુબાજુના ક્ષેત્રના સમાજને પણ ખૂબ મળે એટલું જ નહિ પરંતુ જૈનેતર વર્ગ કે જેમાં હિન્દુ તથા મુસલમાન કેમના અનેક ભાઈઓએ માંસાહારનો ત્યાગના પચ્ચકખાણ કર્યા હતા. તે ચાતુર્માસ પણ અપૂર્વ અને અજોડ હતું. પૂ. ગુરુદેવની પ્રતિભાને એક પ્રસંગ મોરબીમાં બન્યો હતે. જ્યારે શ્રી રસિકભાઈ પ્રભાશંકર શેઠે પ્લેટમાં સ્થાનક બનાવ્યું ત્યારે તેમાં બે પક્ષો વચ્ચે ખૂબ ઘર્ષણ થયું અને કતાના બીજ વવાયા ત્યારે પૂ. ગુરુદેવની દરમ્યાનગીરી અને સમજાવટથી બન્ને પક્ષે માનભર્યું સમાધાન થયું. તેમાં પૂ. ગુરુદેવ સાથે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને અભ્યાસી શ્રી જાદવજી મગનલાલ વકીલ પણ હતા. પૂ. ગુરુદેવના વિદ્વાન શિષ્ય કે જે સંતબાલના તખલ્લુસથી ખુબ પ્રસિદ્ધ થયા છે તેમણે ભાલ નલ કાંઠા વિ. અનેક સ્થળોએ રચનાત્મક કાર્ય દ્વારા અનેકના જીવનપલટા કરી અનેકને સન્માર્ગે વાળી પિતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રને લાભ આપી અત્યારે ચિંચણમાં સ્થિરવાસ થઈ ગયા છે. તે સંતબાલજી પણ પૂ. ગુરુદેવની અસીમ કૃપાને જ પરિપાક છે. સાયલા પાસે ડેલીઆનું ચાતુર્માસ પણ ઐતિહાસિક હતું. તદ્દન નાનકડું ગામ એ ચાતુર્માસમાં યાત્રાધામ સમું [૮૪] વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy