SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ રેપૂરા ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ -૧૩આ સૃષ્ટિના અણુ અણુમાં તારે વાસ થયેલે છે, દિગન્ત વ્યાપી સર્વ જીવોમાં તારે ભાસ પડેલે છે; જ્યાં સુધી તુજ સજીવ દેહે અમૃત – પ્રાણ રહેલે છે, ત્યાં સુધી ઘટતે વિનિમય કરવાને લ થયેલે છે. કંચન કામિની તારે મન એક જ સરખી માટી હે, ક્ષેત્ર – ભેદની રચના ખાતર પિંડ – ભેદની ઝાંખી છે? એ દષ્ટિની ગંભીરતામાં વિષમય ઝાળ શમેલી હો, ઘેરા શાન્ત ગગનની પેરે સમરસ લગની લાગી છે. –૧૫આત્મતત્ત્વના દર્શન માટે અભય પ્રતિજ્ઞાધારી થા, જનની કેરું દૂધ દિપાવી મૂળ સ્વરૂપે ભળતા થા સર્વ જનેતા ગંગ તરંગી નિમળ ભાવે તરતો થા, બ્રહ્મચર્યમાં ડુબકી મારી ચિદાનંદની મૂતિ થા. બીક ન હોયે, ખેદ ન હોય, શેક-શરમને છોડી દે, રતિ–પતિનું તંત્ર વિસારી, વિજયદેવજ ફરકાવી દે, ઈન્દ્રિયના ખેટા અર્થો સાંભળવાનું છોડી દે, અમૃત – રેશન પ્રગટ કરી તું સાચજૂઠ પરખાવી દે. આ સુંદર છે, આ બુરું છે! એ વૃત્તિમાં પૂળે મૂક, આમ બને તે કેવું સારું એ ઈચ્છાને બાળી મૂક; પસંદગી નાપસંદગીને કલ્પ જરા બાજુએ મૂક, સુંદર બુરું ગણતા પહેતા પિતાને સરવાળો મૂકી -૧૮આ જ ખરું છે” “આમ જ હોયે” એ નિશ્ચય જાણું જાણું, એક પક્ષને વળગી રહેતાં કેવળ હૈયે મિથ્યા જ્ઞાન, બુદ્ધિના ગજથી અંકાયે છે સત્ય પણ જૂઠ જાણ, સર્વ સ્થિતિની હયાતિમાં એક અપેક્ષા વચન પ્રમાણ. –૧૯જગના લોકો સ્તવન કરે કે નિંદાથી નવરાવી દે, પુદગલ આશ્રી એ જ તમાશે એવું સ્મિત ફરકાવી દે; માનવંતની પદવી દેવા વિશ્વ તને ગભરાવી દે, જીવન સરિતા રસ–સાગરમાં પલકમાંહિ પલટાવી દે. [૮૦] Jain Education International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy