________________
પ્રજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(૨) પન એટલે પરાયે માણસ. જે વ્યક્તિમાં આપણને આત્મીયતાને ભાવ ન જાગે તે પરજન કહેવાય. તેથી તેના પ્રત્યે દયા એટલે કે અનુકંપ અથવા સહાનુભૂતિને ભાવ રાખવો. (૩) દુર્જન એટલે જેની પ્રકૃતિમાં દુર્જનતા ભરી હોય તેના તરફ એવી જાતની હળવી શકતા રાખવી કે જેથી આપણે દુર્જનમાં ન ગણાઈએ. (૪) સાધુજન–સર્જન વર્ગ એટલે જે ખાનદાન, અમીર અને સવૃત્તિવાળો હોય તેના પ્રત્યે પ્રીતિભાવ-સાચો સ્નેહભાવ રાખવો. (૫) નૃપજન એટલે રાજવ અથવા યેચ રાજ્યસત્તા પ્રત્યે ગમે તે ભેગે પણ ન્યાયને વર્તાવ રાખ (કાનૂનભંગ ન કરવો). (૬) વિદ્વાન પુરુષ પ્રત્યે નિષ્કપટભાવ–સરળભાવ રાખ. (૭) શત્રવર્ગ – વિરોધી કે દુશ્મનવર્ગ પ્રત્યે તેજવી–શુરવીરતા રાખવી. (૮) ગુરુજ-વડીલવર્ગ પ્રત્યે ક્ષમા એટલે સહિતને ભાવ રાખ-ઉધ્ધતાઈ ન બતાબને. (૯) નારીજન–અમદાવર્ગ–મોહ તરફ ખેંચતી સ્ત્રી પ્રત્યે ધૂર્તતા રાખવી. આ પ્રકારને ભતૃહરિને અનુભવ છે. ભતૃહરિને એ અનુભવ, સામાન્ય રીતે જનવ્યવહારમાં હજુ પણ એટલે જ ઉપયોગી ગણાય-તેમ છતાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આધારિત એવી નીતિ કે એવી વિદ્યાકળા એ સત્નશાસ્ત્ર નથી એટલું જ અહીં સમજવાનું છે. જે
સશાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર ? એમ તે જીવન જીવવા માટેના આ લૌકિકશાસ્ત્રો ઉપરાંત ધર્મશાસ્ત્રના નામે બીજા શાસ્ત્રો પણ જગતમાં પ્રચલિત છે, તે એને સશાસ્ત્ર ન કહી શકાય? આના ખુલાસારૂપે શ્રી શુભચંદ્ર નામના આચાર્ય મહારાજે
જ્ઞાનાવ’ નામના સ્વરચિત ગ્રંથમાં સૂતુશાસ્ત્ર અને અસતુશાસ્ત્ર કે કુશાસ્ત્ર અંગે જે સમજ આપી છે તે વિચારવા જેવી છે -
असच्छास्त्रप्रणेतारः, प्रज्ञालवमदोद्धताः।
सन्ति केचिच्चभूपृष्ठे, कवयः स्वान्यवञ्चकाः॥ જરા જેટલી પ્રજ્ઞાશકિતના અભિમાનથી ઉધ્ધત થયેલા અને તેથી પિતાની મતિકલપનાથી અસશાસને રચનારા, પિતાને અને બીજાને ઠગનારા એવા કેટલાક કવિઓ પણ આ દુનિયામાં હોય છે.
स्वतत्त्वविमुखैमूढैः कीर्तिमात्रानुरञ्जितैः।
कुशास्त्रछद्मनालोको, वराको व्याकुलीकृतः॥ આત્મતત્ત્વને નહિ પામેલા, માત્ર બહારની કીર્તિ કે પ્રતિષ્ઠામાં રાચનારા મૂઢ એવા એ કવિઓએ, કુશાસ્ત્ર રચીને તેના બાનાથી બિચારા લોકોને વ્યાકૂળ કરી મૂક્યા છે – ભ્રમિત કરી મૂકયા છે.
क्षणं कर्णामृतं सूते, कार्यशून्यं सतामपि।
कुशास्त्रं तनुते, पश्चादविद्यागर विक्रियाम् ॥ (મનોરંજન કરનારું અને બુદ્ધિને બહેકાવનારું) કુશાસ સાંભળવાથી સજજન પુરુષને પણ થોડીવાર તે તે અમૃત જેવું લાગે છે. પરંતુ કંઈ કાર્ય નીપજાવનાર હોતું નથી. પરિણામે પાછળથી એવું કશાસ્ત્ર – અવિદ્યારૂપી ઝેરની વિક્રિયાને ફેલાવે છે.
अधीत यं श्रुतैति: कुशारः किं प्रयोजनम् ।
यैर्मनः क्षिप्यते क्षिप्रं, दुरन्ते मोहसागरे॥ ૪ આને અર્થ એ નથી સમજવાને કે આ નીતિ એ સર્વથા સત્ય કે ઉચિત છે. પ્રાયઃ જનવ્યવહાર આવ્યો હોય એવું ભર્તુહરિ રાજપિને તે સમયે લાગ્યું હતું. આ બધી નીતિઓ સાપેક્ષ હોય છે. એને આપણે સસ્તુશાસ્ત્રમાં ન ગણાવી શકીએ. મોટે ભાગે “નીતિ’નું ધોરણ સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતું હોય છે. કોઈ સમર્થ પુરુષ પોતાની આગવી પ્રતિભાથી, નવું મૂલ્ય સ્થાપે છે અને તે જમાના સુધી ચાલ્યા કરે છે. દા. ત. “સતા ને' એ નીતિમાં મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનથી પરિવર્તન કર્યું. એમણે “શડ્યું પ્રપ સત્યં કુર્યાત” એ નીતિ અપનાવી–એવી જ રીતે ‘નાતનને ધૂર્તતા' એ નીતિ, આજના સંસ્કારસંપન્ન સમાજમાં માતૃજાતિનું અપમાન કરનારી લાગે ત્યાં નારીજન એટલે પ્રમત્ત ધૂર્તતાને બદલે ‘ઉપેક્ષાવૃત્તિ' રાખવી તે ઉપયુકત લાગે છે. મતલબ કે આ બધાં સંબંધમાં ‘વિર બુદ્ધિ એ સર્વોપરિ તત્ત્વ હોવું ઘટે એ ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે.
સંપાદક
[૩૬]
તરવદન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only