SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ઉપરના શ્લોકમાં જણાવેલ છે – “ચ વિચાryત જમીust =” સમ્યક્ વિચારનું સ્વરૂપ સમ્યક વિચાર એ જ પરમ ઔષધ છે. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે સમ્યક વિચાર એટલે શું? અને ક્યાંથી લાવે? એને ખુલાસે પણ એ શ્લેકના છેલ્લા ચરણમાં નીચે મુજબ છે – “કચ્છીયતો બિચતે વિવા?” સત્ત્વશાસ્ત્રમાંથી આ સમ્યક વિચાર મેળવી શકાય છે. પ્રશ્ન થશે કે, “સત્વશાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર? જગતમાં જીવન જીવવા માટે અને માણવા માટે અનેક પ્રકારની વિદ્યા અને કળાઓ છે, અને તેના પરગામી થવા માટે તે તે વિદ્યા-કળાના શાસ્ત્ર પણ હોય છે. જેનો અભ્યાસ કરવાથી તે તે વિષયમાં માણસ નિષ્ણાત બની શકે. જેમ કે સંગીતવિદ્યા, નૃત્યકળા, શિલ્પવિજ્ઞાન, વણાટશાસ્ત્ર વગેરે ૬૪ પ્રકારની અને બીજી ૭ર પ્રકારની વિદ્યા-કળા હોય છે. પરંતુ એને આપણે સતશાસ્ત્ર નહિ કહી શકીએ....એવા પ્રકારની વિદ્યાકળાઓ વર્તમાન-જીવન જીવવા અને માણવા માટે ઉપયોગી ખરી; એટલું જ નહિ પણ, માનવ સમાજમાં ઉત્પન્ન થયા પછી, મન-બુદ્ધિને વિકાસ કરી જે માણસ કઈ પણ એક વિદ્યા કે કળામાં પ્રવીણતા ન મેળવે તે, સંસ્કારી-શિક્ષિત સમાજમાં એવા માણસને પશુ જે કહ્યો છે. જેમ કે : साहित्य-संगीत-कलाविहीनः साक्षात् पशुः पुच्छविषाणहीनः ___ तृणं न खादन्नपि जीवमानः तद् भागधेयं परमं पशूनाम् ॥ અર્થ – સાહિત્યની કળા, સંગીતવિદ્યા કે એવી બીજી કઈ લલિતકળા વગરને માનવી શીંગડા અને પૂછડા વિનાને સાક્ષાત્ જનાવર છે. એ માણસ પિતાના નિર્વાહ માટે ઘાસ ખાધા વગર જીવે છે એટલા પશુઓના સદ્દભાગ્ય ગણવા. આ જરા અતિશક્તિ છે એ ખરું, પરંતુ એ ભૂલ સુધારી લેવા માટે, રાજર્ષિ ભર્તુહરિએ વિદ્યકળાનું રચનાત્મક સ્વરૂપ સમજાવતાં, જન-સમાજને એક ન દષ્ટિકેણ આ એણે કહ્યું કે, “જનવ્યવહાર લેકસ્થિતિ) ચુંથાયેગ્ય નિભાવી શકે તે માટે જ વિદ્યા-કળે છે. એટલા માટે પિતાના અનુભવથી એણે જન–સમાજના નવ વિભાગ કરી કેની સાથે કેવો વ્યવહાર કરે તે એક પ્લેટમાં જણાવ્યું અને સાથે સાથે વિદ્યા–કળાની કસોટી બતાવી– दाक्षिण्यं स्वजने दया परजने शाठयं सदा दुर्जने प्रीति साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम्। शोर्य शत्रुजने क्षमा गुरुजने, नारीजने धूर्तता ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेवलोकस्थितिः॥ જે પુરુષે વિદ્યા-કળામાં કુશળ-પ્રવીણ હોય તેઓને જનવ્યવહાર નીચે મુજબ હોય છે. અર્થાત્ જેઓ, એ રીતે લેકસ્થિતિ નિભાવી શકે તેઓ જ વિદ્યા-કળામાં પ્રવીણ ગણાય, સામાજિક જીવનના ભતૃહરિએ એકંદર નવ વર્ગો સ્વીકાર્યા. અને તેની જોડે કેવી રીતે વર્તવું એની આચારસંહિતા પણ પિતાના અનુભવથી જણાવી. એ નવ વર્ગો નીચે મુજબ છે – ૧. સ્વજનવર્ગ, ૨. પરજનવર્ગ, ૩. દુર્જનવર્ગ, ૪. સાધુ સજજનવ, ૫. નૃપવર્ગ અથવા રાજસત્તા, ૬. વિદ્વાન, ૭. શત્રુવર્ગ, ૮. ગુરુજન-વડીલવર્ગ, અને ૯. પ્રમદા-નારીવર્ગ. આ નવે સંબધે ચશાગ્ય જાળવવા માટે તે તે વર્ગ સાથે કેવો વર્તાવ કરવો તે અનુક્રમે આ પ્રમાણે છે. (૧) સ્વજનવર્ગ એટલે જેના પ્રત્યે આપણને પિતાપણાની લાગણી હોય અને સાથે સાથે વિશ્વાસ હોય, તેના પ્રત્યે દક્ષિણં દક્ષતાને ભાવ રાખ. દક્ષતા એટલે સામી વ્યક્તિનું દિલ પારખીને અનુકૂળતાથી રહેવું તે. Jain Eા ચિંતનીય વિચારધારા ...[૩૫ary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy