SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવે દવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ વાહવાહમાં ભુલ ન ખાશે. અનંત ચક્ષુવાળા ભગવાનની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરવી છે. આપણુ પ્રત્યેક સૂક્રમમાં સૂમ કાયે--ખેલો તેની સમીપેજ ભજવાય છે. એનો ઉપયોગ એનું સ્મરણ રાખવું. “મટું મરું મોઢા નવન્ત, મંઢાય વઘુ સ્ત્રોનિક્શા ” એવી ગાથાઓને સ્વાધ્યાય અને ચિન્તન હંમેશા કરો. આ પણ વિકટ માગ કેટલો કપાયે એનું નિરીક્ષણ હમેશા કરતા રહેવું. બીજાને બોધ આપતાં, શિખામણ આપતાં, તેની ત્રષ્ટિએ જણાવતી વખતે આપણું જીવનને સાક્ષી બની સરખાવતાં ન ભૂલવું. દીવામાંથી દીવો પ્રગટાવી શકાય. ઉપર ચડેલ માણસ જ નીચેના માણસને ઉપ૨ ખેંચી શકે છે. વિજેતા જ બીજાને વિજયમાં સહાય કરી શકે છે. તરે તેજ તારી શકે છે. આ સામાન્ય નિયમો પણ સંયમયાત્રીઓને ખૂબ લક્ષ રાખવા જેવા કિંમતી છે. જે વ્યકિત પિતાના નાના મંડલમાં પ્રેમનાં પૂર વહાવી ન શકે, સેવા ન આપી શકે કે તિતિક્ષાના ઘૂંટડા ન પી શકે એ સમાજમાં કશુંયે શ્રેય ન કરી શકે. ટાંકણું ખાધા વિના થર ઘડાય નહિ. એ સાદી વાત વારંવ૨ યાદ કરવા ગ્ય છે. “વચન સાપેક્ષ વ્યવહાર સાચે કહ્યો, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો” એનું રહસ્ય સમજાય તે જીવનમાં ભારે સુધારે થઈ જાય. મારી તબિયત સારી છે, સાધના ચાલુ છે. ખૂબ અનુકૂળતા છે. તમને પુરસદ ન મળતી હોય તે પ્રત્યેક કાર્યમાં ઉપયોગ તે રાખી શકાય. “જયં ચરે જયં ચિ.” જયં એટલે જતના-ઉપયોગ-વિક–જાગૃતિ સમજ્યા! આ પત્ર બધાએ વાંચ, વિચારો અને સુકાય તેટલો અમલમાં મૂકે. % શાંતિ. દઃ ભિન્ન ૫૯ ૦ ૦ ૦ મનુષ્યને સંકટ, દુઃખે, આપત્તિઓ, ખામીઓ, આફતો અને એવા આંચકાઓ માત્ર તેને જગાડવા, બોધ આપવા, તૈયાર કરવા, કાંઈક શીખડાવવા અને અનુભવ અર્થે આવે છે, પણ જીવ એ વાતને નથી સમજતે તેજ અજ્ઞાન છે. જેટલું વાંચ્યું, શ્રવણ કર્યું, જેયું, અનુભવ્યું ને ભેગવ્યું તેમાંને શતાંશને પણ જે જીવે યથાર્થ વિચાર કર્યો હોય તો બીજાના બેધની જરૂર તેને રહેત નહિ. જીવે અનંતકાળથી બિડાયેલ અંતરચક્ષુ ઉઘાયું નથી એની જ આ વિટંબના. એથી જ ફેગટ ભય, શોકની હાયવરાળ અને ધમપછ:ડા મારી રહ્યો છે. અંતરૂચક્ષુ ધ્યાનથી ઉઘડે છે. સદ્દવિચાર જ એનું અમૂલ્ય ઔષધ છે. એજ કોયડાની ચાવી છે. પ્રભુના એક પદને, એક વાકયને, એક કને, એક કડીને પણ બહુ બહુ વિચારતાં નવું નવું જણાય છે. નહિ સમજેલું સમજાય છેઆ બધા ખેલમાંથી પિતાને જ જુદે તારવવાને છે. પિતા ઉપર વધારે ને વધારે સ્થિર થવાય એવી અનુકૂળતા મેળવી એકાગ્ર થવાનું છે. હંમેશા વાંચન કરતાં વિચાર વધુ કરશે. પુરસદ તે ઘણી છે. દિવસ કરતાં રાત્રે શાંતિ વધારે મળે એ સ્વાભાવિક છે. આ આઘાત પછી તે તમારે જીવનને જાગૃતિ રૂપે ફેરવી નાખવું ઘટે. બને તેટલી નિવૃત્તિ, શાંત જાગૃતિ, મૌનવૃત્તિ, તિતિક્ષા રાખીને પોતાને અનુભવતા થશે. પ્રભુના નામમાં ઉપયોગ રહે તે લક્ષમાં રાખશો. દઃ ભિક્ષુ ૦ ૦ ૦ કયાં મહાવીરની આજ્ઞા અને કયાં આજના તેના અનુયાયીની વર્તણૂક. શાસ્ત્રો માત્ર બીજાને સંભળાવવા માટે અને આચરવું તો માઠી પ્રકતિએની મરજી મુજબ. તેમાં પણ “દંભ”. એ તે પિતાને અને પરને ફસાવનાર મહાજાળ છે. અધ્યાત્મસારમાં ત્રીસમાં પૃષ્ઠથી અધિકાર જરૂર વાંચશે. “જે ઘડીમાં શુભ કામ થયું નહિં તે ઘડી તે કહીએ જ નકામી.” હમેશા કાંઈ ને કાંઈ નવું જ મેળ, વિચાર, અનુભવો અને તેથી અધિક પ્રસન્નતામાં રહો. વાંચેલું, વિચારેલું વર્તનમાં મૂકના પ્રયત્ન સેવો. અમે વિધવા છીએ, અમારું કઈ નહિ એવી ઘણાં કાળની ભાવનાને તજી ચંદનબાળાની પેઠે અખંડ વૈરાગ્યમય થવા અહર્નિશ પાર્વપ્રભુનું સાધના પથે-પત્રની પગદંડી Jain Education International ૨૫૫. www.jainelibrary.org For Private & Personal.Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy