________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
પણ એક જાતની પ્રભુની કૃપા અને કસોટી સમજવી, કારણ કે સમજદારને તે આંખ ઉઘાડી દે છે; સ્વજનની સાચી પ્રકૃતિના દર્શન થતાં એ પ્રત્યેનો મોહ, મમતા અને રાગ, આસકિત અને ઢેબ સહેજે દૂર થાય છે માટે મુંઝાવું નહિ. એ પણ સાધક દશામાં જરૂરનું હોય છે માટે જ એવાં પ્રસંગે બનતાં હોય છે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૧૩ – ૪ – ૬૩
સુવિચાર ૧ - જીવનની ક્ષણે ચાલી જાય છે, તે અમૂલ્ય અને ફરી પ્રાપ્ત ન થાય તેવી અલભ્ય છે. આ વાત સાંભળી છે
પણ તેને વિચાર કર્યો નથી. ૨ – જીવનના પ્રત્યેક અનુભવ આવડતવાળાને ઉપયોગી અને વિકાસમાં સહાયક બને છે. ૩ – તિતિક્ષા (ક્ષમા) એ વાષ્પહાર રૂપી બાણને ઝીલનાર બખ્તર સમાન છે. ૪ – જીવને રાગ – ૮ષનાં પ્રસ ગે ઘણીવાર પ્રાપ્ત થાય છે એવા સમયે જાગૃત રહે એ જ સાચી સમજણ છે. ૫ – બીજાને ઉપદેશ અપાતો હોય એને ઉપયોગ આપનારે પણ કરી લેવું જરૂરી છે. ૬ – અલાભ કરતાં લાભને પરિષહ ઘણું કઠણ છે. ૭ – અપકાર કરનાર પ્રત્યે ઉપકાર કરનાર, કે ધ પ્રગટે ત્યાં ક્ષમા કરનાર, પરાર્થે જીવન સમર્પણ કરનાર, અન્યને અર્થે
સર્વસ્વ અર્પનાર–એવા દષ્ટાંતો જીવનમાં ઉતારવા માટે વારંવાર વિચારવા. ૮ – દોષદષ્ટિ કરતાં ગુણગ્રાહક દૃષ્ટિ સારી છે એમ તો સર્વ સમજે છે, પણ એ દષ્ટિ પ્રગટાવવા મોટી કિંમત
ભરવી પડે છે, એ તપશ્ચર્યા માંગે છે. ૯ - ઉપદેશની અસર ચારિત્રને લીધે પડે છે. ૧૦ – બીજાને સુધારનારને પ્રથમ પિતાને સુધરવું પડે છે.
દ: ભિક્ષુ
“ઘોરા હત્તા અબલ સરીર એનો ભાવ વિચારવા ગ્ય છે. એના દુર્લક્ષથી જ સુવર્ણ સમાન સાધનાયુકત સમય સામાન્ય કાર્યો માટે વેડફાય છે. જાગૃત થયેલ માણસ શરીરને સબળ બનાવી મુહૂર્ત (સમય) પર વિજય મેળવે છે.
સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરબે” એનો અર્થ સમજયા? અનુયોગદ્વારમાં દ્રવ્યસૂત્ર અને ભાવસૂત્રની વ્યાખ્યા કરી છે. આજે આપણે જેને સૂત્રે કહીએ છીએ તે અંગ અને ઉપાંગ એ બધા દ્રવ્યસૂત્ર અને નિજસ્વરૂપમાં ઉપયોગ એ ભાવસૂત્ર છે. એ ઉપગપૂર્વક એને અનુલક્ષીને જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર કહ્યું છે, તે સિવાય શુદ્ધ ન કહેવાય.
ઉવએગ લકપણે આયા, વધુ સહા ધમ્મ” આત્માને સ્વભાવ એ એનો ધર્મ. આત્માને સ્વભાવ તે ઉપગ – જ્ઞાતાપણું અને દષ્ટાપણું. આ વાત તો તમે જાણે છે. પણ પ્રત્યેક પ્રસંગે એ સ્મરણમાં રખાય તે મૂળ માર્ગથી વિચલિત ન થવાય અને હર્ષ – શેક, માન – અપમાન, લાભાલાભ, સુખદુઃખ, પ્રિયાપ્રિય વગેરે દ્વન્દ્રના હમલા પરાજય પમાડી શકે નહિ. સાધુજનના વેશ, તેના ઉપકરણે બધા ઉદ્દબોધક છે. આત્મજાગૃતિ માટે છે. છતાં રૂઢિના બંધને, અંધપરંપરાની જાળ, કુવિચારના ધુમ્મસમાં એ વાતનું વિસ્મરણ થયું છે. આંખો વિનાના લોકોની
Jain Education Interational
૨૫૪
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only