SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ વરસોવા, . તા. ૧૯-૪-૧૭ ૦ ૦ ૦ તમારા માટે વલ્લભ કવિનું લખેલ “આધ્યાત્મિક પત્રો” એ પુસ્તક રજીસ્ટર્ડ બુક પિસ્ટથી મેકલાવેલ છે. તમારું વાંચન ઉચ્ચ કક્ષાનું છે. એટલે કદાચ આ પુસ્તક વિષય તમને સામાન્ય લાગશે, પરંતુ તમારો વાંચન શેખ ખૂબ છે. એટલે એકવાર તે તમે જરૂર વાંચી જશે. લેખકના હૃદયબળનો, સંસ્કારિતાને અને આધ્યાત્મિકતાને ઠીક પરિચય થશે. સામાજિક ઘટનાઓ, પ્રસંગે લગભગ બહુમુખી હોય છે. એ વિષય કરતાં તે કંઈ નકકર વાંચન, મનન અને સાધનામાં જ સમય પસાર થાય એ વધુ ઈચ્છવા ગ્ય છે. “જીવનસંશોધન (મોટાનું) વાંચ્યું. સાધક જીવાત્માને માટે એમાંથી ખૂબ સાચી અને દયેયલક્ષી પ્રેરણા મળી શકે એવું એ વાંચન છે. એમની જીવનદષ્ટિ એક વાકયમાં સમજાવવી હોય તો એમ કહી શકાય કે સતત આત્મલક્ષ જાગૃત રાખી, સંબંધમાં આવતાં દરેક જીવાત્મા સાથે આત્મીયતા કેળવવા પિતાની જાતને તટસ્થ, સમતાયુકત અને પ્રસન્ન રાખવી. આ એક જ ધ્યેયને સમજાવવા તેમણે ઉત્તમ પ્રકારનો જીવનાગ સાથે છે. જેને આ જાતનું લક્ષ નથી હોતું અથવા જેઓ સાચી સાધનાના માર્ગે વળ્યા નથી તેઓને આ પુસ્તકમાં રસ ન આવે એ દેખીતી વાત છે. સંસારની તમામ રચનામાં સુંદર અને અસંદર એમ બને તો તાણાવાણાની જેમ ગોઠવાયેલ હોય છે. કોઈ વખતે અને કોઈ સંજોગમાં સંદરતા બહાર ઉપસી આવે છે તો બીજા કેઈ પ્રસંગે અસંદરતા બહાર આવે છે. એ બધા પ્રકારમાં સાધુપુરુષે સમભાવ, શાંતિ અને સ્વસ્થ દશામાં નિજાનંદની મજા માણતા હોય છે. એ જ એના જીવનની બલિહારી છે. જે એ દોર ચૂકી જવાય તે એ જીવન પણ સંસારનું એક ભૂંડ સ્વરૂપ ખડું કરે છે. તમે આધ્યાત્મિક સીંચનની અપેક્ષા રાખે છે કે તે તમારા ભકિતમય અંતઃકરણની ભૂખ છે. પરંતુ આખરે તે સ્વ–આશ્રય અને સ્વ-અવલંબનથી એ ભૂખને શાંત કર્યો જ ખરી કૃતાર્થતા અનુભવાશે. એના માટે સ્વસ્થભાવે સતત ચિંતન, સતત જાગૃતિ રાખવાનો પુરુષાર્થ કરતા રહો તે એ વધુ ઉપકારક બનશે. એનો અર્થ એ ન કરે કે પોતાના પરમ ઈષ્ટ પુરુષનું અવલંબન છોડી દેવું. * * * એ તે કેમ જ બને? પરંતુ દયેયમૂર્તિને જીવનના તમામ ક્ષેત્રમાં એવા વ્યાપકરૂપે અનુભવવા પ્રયત્ન કરે છે જેથી આપણું અંતઃકરણમાં મન-બુદ્ધિ, ચિત્ત અને અકારમાં સ્વયં એના આંદોલનો ઊઠયા કરે, જુદાપણું લાગે જ નહિ. હું સમજું છું કે આ પ્રયોગ જરૂર અઘરો છે. અને ખાસ કરીને જેનું દિલમાત્ર ભકિતપ્રધાન હોય તેને માટે તે ખૂબ જ આકરે પ્રગ છે. એમ છતાં નિષ્ઠા કેળવવામાં આવે તે અસાધ્ય નથી કે અશકય નથી. લિ. ચિત્તમુનિ ૪૫ બોરીવલી, તા. ૧-૮-૫૮ ૦ ૦ ૦ તમારો પત્ર વાંચો. વાંચતાં તમારા હૃદયના ભાવે, પરિસ્થિતિ, અનુભવ, વિકાસની માત્રા, ઊંડી સમજણ અને ભૂમિકા જોઈ શકે છે. આત્મવિકાસનું માર્ગદર્શન, શ્રેણિ, દષ્ટિ સર્વની ભિન્નભિન્ન હેય છે. કૃષ્ણમૂર્તિ, અરવિન્ડ, રમણ મહર્ષિ, શ્રીમદ્ રાજચંદ્ર, સુખલાલજી, ચેતન્યદેવ, જ્ઞાનદેવ વગેરેમાં ભિન્નતા જણાશે. તમે એ બધાનાં લખાણ વાંચ્યાં અને બધામાંથી રસનું પાન કરી શકો છો એ જ મહાવીરને સ્યાદ્વાદ અથવા અનેકાંત દષ્ટિ. સર્વનું લક્ષયેય એક જ છે. અનુભવ જુદા છે. એને જોવાની-સમજવાની તમેને દષ્ટિ છે એ સંતેષની બિના છે. મહાસત્તા કે કુદરત તરફ નજર ન પડી હતી તે આ લાભ તમે મેળવી ન શક્યા હોત. અધ્યાત્મપંથની અનેક પ્રણાલિકારૂપ કેડીને જતાંસમજતાં ન આવડે એ ભિન્નતાથી ભ્રમિત થઈ અટકી પડે છે. તમારી પ્રભુ પ્રાર્થના બરાબર છે. પ્રત્યેક ક્રિયા સહજ સાધના પથે- પત્રોની પગદંડી ૨૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy