SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પm Jદવ ડવિય પ. નાનયજી મહારાજ જન્મશતાબ સ્મૃતિમાંથી પુ પ.નાનગરેજી મહારાજ શતાGિ કૃષ્ણમૂર્તિ માટે તમારો અભિપ્રાય બરાબર છે. લખે છે તે નિશ્ચયની અપેક્ષાએ સત્ય છે. એનું જીવન દંભી નથી. ખૂબ અભ્યાસી છે પણ ઉચ્ચ કક્ષાવાળાને તે ફીટ થાય. દર ભિક્ષુ ૦ ૦ ૦ આંદોલનો સૂમ રીતે સૂક્ષમ ભૂમિકાએ કામ કર્યા કરે છે એ સિદ્ધાંત તે શંકા વિનાનો સિદ્ધ થયેલ છે. તાદાત્મયતાના પ્રમાણમાં જાણી શકાય છે. જે થયું તે થવા ગ્ય હતું “પ્રાપ્તવ્યો નિયતિવા”. અશભમાં પણ શુભ અને શુભ જણાતામાં અશુભ છુપાયેલ હોય છે. ગમે તેવી સ્થિતિમાં સમભાવ રાખ. અસમાધિના વેગમાં પણ સમાધિ રાખવી એ સાધકનું કર્તવ્ય છે. બની જતા વ્યતિકર, બહાર વિકૃતરૂપે વધુ પ્રમાણમાં સંભળાય અને નેહીવર્ગને અરુચિકર વાતેથી ચિંતા થાય એ સ્વાભાવિક છે. હવે સમાગમમાં આત્મવિકાસ માટેના અભ્યાસ ચાલશે. મને ખાત્રી છે કે સમયને નિષ્ફળ જવા નહિ દીએ, અવસર અમૂલ્ય છે. જૂના ને નવા વિચારેનું ઘર્ષણ સર્વત્ર ચાલ્યા જ કરવાનું, પરંતુ વ્યકિતના ચારિત્રબળની અસર કાંઈ ઓછી નથી હોતી. ચાલું જીવનમાં જે આપણું લક્ષ - ધ્યેય બરાબર સાબૂત ન હોય તથા સૂરતા – ઉપયોગ સતત આમલક્ષે બની રહેતો ન હોય તો તેવી વ્યક્તિ આ સંસારની સનાતન ચકકીમાં જરૂર ભીંસાઈ જાય તેમાં જરાય શંકા નથી. એટલે જ સાધકેએ પોતાના જીવનમાં એક યોધાની જેમ સતત સંગ્રામ ખેલતા રહેવું ઘટે. એમાં જ એને વાસ્તવિક આનંદ હોય. આવી ઘટના ગૃહસ્થ કે ત્યાગી બનેના જીવનમાં બન્યા કરવાની. જેટલે અંશે બનતા પ્રસંગોથી પિતાની જાતને ઉદાસીન એટલે ઉચ્ચપદમાં સ્થિત-સર્વથી પર રાખી શકાય તેટલે અંશે તે વ્યકિત શાશ્વત સુખ અને આનંદ માણી શકે. જીવનની એ પરમ ઉત્કૃષ્ટ અને દિવ્યકળા છે. દક્ષિણના છૂટક અંકે વાંચું છું ત્યારે એમાંથી અધ્યાત્મ ભૂમિકાનું ઠીકઠીક જાણવા મળે છે. એમ તે જે સાચા જિજ્ઞાસુ હોય છે તેની દૃષ્ટિ જયાં જ્યાં અને જેના ઉપર પડે છે–ઠરે છે ત્યાં ત્યાં અને તેની પાસેથી કંઈક ને કંઈક મેળવી શકે છે. માત્ર દષ્ટિની નિર્મળતા હોવી જોઈએ. જે સમયથી આંતરિક જીવન અભિમુખ થયું છે ત્યારથી અધિકારી બની ચૂક્યા. અને જેટલે અંશે ઉત્કટતા, તાલાવેલી વધુ તેજદાર બની હોય તેટલે અંશે આતરિક સંદેશ મળી જાય. પરંતુ રથુલરૂપે જયાં સુધી સૂક્ષ્મના તાર ન મળે ત્યાં સુધી જીવને એક જાતની અતૃપ્તિ રહે એ સ્વાભાવિક છે. આ વખતે ભકિતભાવ સમજાય એ કોઈ વખતે સમજા ન હતા. એમની આંતરદશા ખૂબ ઊંચા લક્ષવાળી છે. જો કે વ્યવહારની સાથે તાત્વિક મેળ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. છતાં જે રીતે તેના આંતરિક જીવનનો ઘાટ ઘડો છે તે રીત તથા તે પ્રકાર ખબ સહજ હોવાથી કોઈ જાતનો અસંતોષ નથી અનુભવાત. સત્સંગનો અભાવ હોય છતાં દષ્ટિ કાંઈક વિકસિત બની હોય તે વાંચન દ્વારા જરૂર રાહત મળે. વાંચનને પચાવવા કોઈ પણ ઈષ્ટ વિષયનું ચિંતન, મનન કરતાં રહેવું અને જે એ અનુકૂળ ન લાગે તો પ્રિયદર્શનની ભાવનાથી હૃદયને ૨ાભર્યું ઉત્સાહી કરજો. જરૂર શાંતિ અનુભવાશે. વલલભ કવિના આધ્યાત્મિક પત્ર” વાળી બુક વાંચી. એમાં વૈરાગ્યરસની સાથે ભકિતરસની સુંદર જમાવટ કરી છે. એ રસ પડે એવું વાંચન છે. કૃષ્ણમૂર્તિના વિચારો અમુક ભૂમિકાએ પહોંચેલાને જરૂર બળ આપે તેવા છે. પણ એ જયારે સમાગમમાં વંચાય ત્યારે મજા આવે. દુર્જનો દુર્જનની રીતે જ કામ કરવાના. આપણે તો આપણી સજજનતાના ટકા વધારતા જવું જોઈએ. એ દષ્ટિએ અંતર્મુખ થઈએ તો ઊંડે ઊંડે આપણામાં પણ કયાંક દુર્જનતા છુપાઈને બેઠી છે એવું દેખાશે. એ દુર્જનતાને સમૂળગી ફેંકી દેવાશે ત્યારે જ ખરા વિજયનો આનંદ અનુભવાશે. ત્યાં સુધી જાગૃત ચોકીદાર તરીકે જીવન જીવવું જોઈએ. લિ. ચિત્તમુનિ Jain Edues ૨૪૪nternational International For Private & Personal use Only જીવનઝાંખી For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy