SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ રુપૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ મળે જન્મ આ માનવને તે મૂઢપણે મરડાવું શું? સદ્દગુરુ વચનામૃતરસ છોડી, ખાળ વિષે ખરડાવું શું?” x x x પછી કવિરાજ આવે છે વિષયરસત્યાગ ભણી. એ વિકૃતરસ પણ મહાવ્યસન જ છે. આદર્શ ગૃહસ્થાશ્રમી માટે બ્રહ્મચર્ય લક્ષી સંયમને પાયે મજબૂત ન હોય તે તે આશા - તૃષ્ણા, સ્વાર્થથી, પશુતા પિશાચિકતાથી મુકત જ થઈ શકતો નથી. વિષય ત્યાગોઃ વીર્ય રહે ! “વિષય અંધ ભવસાગરમાં ભટકે, એને ઉદય અવિદ્યાથી અટકે.” વીર - ધીર જે બન્યા વીર્યથી, કાળ જેહ કંપાવે છે, ઉપયોગી એ અમૂલ્ય તત્ત્વને, જળ પેઠે રેલાવે છે ” ધન વગેરેના અભિમાનથી પ્રેરાઈને માણસ વિષયમાં લપટાય છે, માટે કવિશ્રી કહે છે - અભિમાન ત્યાગે ! “એહ બગાડે કરે બરાબર, કહું તેમાં ધર કાન; સુખ સઘળાં દે છે સળગાવી, સાચે એ સેતાન ....માન અળગું કર અભિમાન, માન અંતરઘટડામાંથી, અળગું કર૦ ? વળી જોરથી કહે છે પાત્ર બને, પાત્રતા જુઓ ! પાત્ર નિહાળી તેને પિષીએ રે, જયાં વાવ્યાની હેય જરૂર છે લાલ, અવર સ્થળે નવ ઉદ્યમ કીજીએ રે, દુર્ભાગથી રહીએ દૂર હોય પાત્ર ધનપતિને ધન દીધે શું થયું રે, ગરીબોને દીધે ગુણ થાય છે પાત્ર વિષેથી ફળને પામીએ રે, કહે છે “સંતશિષ્ય” સદાય હવે પાત્ર” “જયો જેનો અધિકાર નથી, ત્યાં તેને રસ લેશ ન આવે; વિદ્યાથી વિમુખ નરને, ગ્રંથ વિદ્યાના ગભરાવે.” પરંતુ આજે શું? સમાજમાં કાં તે લાજે દાન દેવાય છે અને કાં તે કંજૂસાઈ સેવાય છે તેથી તેઓ કહે છે-- “કંજૂસોના બને ભવ બગડે છે. (૨) ન ખાય, ન ખાવા આપે, કેકના સુખેને કાપે, - પેટને પૂરે છે સદા પાપે રે .... કંજૂસાના ....” ગુરુદેવની કાવ્યપ્રસાદી ૨૦૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy