SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવે વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પશુવતું પામર અંધ બની અથડાય છે, રૂડાં સાધન રાખ વિષે રોળાય જે; પતે પૂરણ અહિત રચી પિતાતણું, “સંતશિષ્ય કહે દુર્ગતિમાં એ જાય જો.. મદમાતા” સૌથી પ્રથમ તેઓશ્રી નાનામાં નાના વ્યસનને છેડવાનું કહી દે છે. મન જ્યાં લગી નાના પણ વ્યસનમાં કસાયેલું રહે ત્યાં લગી વિચારની ભૂમિકા આવતી નથી. તેઓ “ચા” જેવા વ્યસન પર પણ પ્રહાર કરે છે, તે પછી બીડી-સિગારેટની કે માદક વસ્તુની તે વાતજ શી? સનત્યાગ કહ્યું વ્યસન તણું કરવા, કરે નહીં ખર્ચની પરવા; સદા તૈયાર રહો મરવા, પણ આમાં તમે કે તે ચલાવે તેમ ચાલે છે, મૂર્ખ થઈ નિત્ય મહાલો છે, જીવન પરતંત્ર ગાળે છે, તમે માલિક છે કે તે વ્યસન માટે વિકળ થાઓ, ન જાવાના સ્થળે જાઓ, ન ખાવાની જણસ ખાઓ, કહો સ્વામી તમે કે તે?” અરે ચંડાલી તું ચા, હવે તે હિંદમાંથી જા, લગાડી સર્વ સ્થળે તેં લા (લાય), હવે તો હિંદમાંથી જા. હૃદયના હીરને હરવા, નમાલા હિંદને કરવા, અજખતા શી કરી તે આ, હવે તે હિંદમાંથી જા.” આ પછી તેઓ “કુસંગત્યાગ” અને “સત્સંગવીકાર” પર જોર આપે છે. કુસંગત્યાગ ઝેરી સાપે પણ એ થકી સારા, દુષ્ટ મિત્ર શાણુ શત્રુથી નઠારા; રહે સર્વ રીતે નીચ થકી ન્યારા, એવા દુર્જનોથી દૂર સદા રહેવું.” “નીચ નિણી નીચ બનાવે, પ્રેમી પ્રેમ પ્રગટાવે છે, કૃતિ હોય જેનામાં જેવી, અનુભવ એહ અપાવે છે.” સત્સંગ સ્વીકાર “સદગુરુના સત્સંગમાં તમે આવોને, અંગમાં રેલવા રંગ ચરણે આવોને!” “સાકરને સેમલ સમ જાણી, નહિ સાંભળી સંતતણી વાણી; ફેરવિયું જન્મ ઉપર પાણી.... મુજ વાતલડી મુજ વાતલડી, પરમારની ધ્યાન દઈ તું ધાર; કડવાં વચન, હિતકારક સમજી અંતર ઉતારજે... મુજ વાતલડી” dan EROR international Jain Education International For Private & Personal Use Only જીવનઝાંખીary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy